________________
૨૪૬
હિતરત્નવિજયજી મ.સા., મુનિશ્રી રાજદર્શનવિજયજી મ.સા., બાલમુનિ શ્રી જિનાંગદર્શનવિજયજી મ.સા., બાલમુનિ ચક્ષુદર્શન વિજયજી મ.
પ્રશિષ્યો : મુનિશ્રી રશ્મિરત્નવિજયજી મ.સા., લઘુ- બાલમુનિ શ્રી ચન્દ્રદર્શનવિજયજી મ.સા.
કુટુંબમાં દીક્ષિત : સંસારી ભાણેજ (૧) મુનિ ઉદયરત્ન વિજયજી મ. સંસારી ભત્રીજો : (૨) મુનિ રાજદર્શન વિજયજી મ.સા. સંસારી બહેનો : (૩) સાધ્વીજી શ્રી ગુણદક્ષાશ્રીજી મ. (૪) સાધ્વીજી શ્રી રાજરત્નાશ્રીજી મ. (૫) સાધ્વીજી શ્રી વિનીતરત્નાશ્રીજી મ. (૬) સાધ્વીજી શ્રી દર્શનરત્નાશ્રીજી મ. ભાણેજીઓ : (૭) સાધ્વીજી શ્રી માવગુણાશ્રીજી (૮) સાધ્વીજી શ્રી પ્રતિગુણાશ્રીજી (૯) સાધવજી શ્રી શુદ્ધિરત્નાશ્રીજી ભત્રીજીઓ : (૧૦) સાધ્વીજી શ્રી રવિરત્નાશ્રીજી (૧૧) સાધ્વીજી શ્રી વાક્યરત્નાશ્રીજી (૧૨) સાધ્વી આધરત્નાશ્રીજી.
સૌજન્ય : પૂ.આ.ભ. રત્નચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય-પ્રશિષ્ય મુનિરાજ ઉદયરત્ન વિજયજી-રાજ-ચંદ્ર-જિનાંગ-ચક્ષુ-દર્શનવિજયજીની
પ્રેરણાથી ગુરુભક્તો તરફથી:
વિશ્વ અજાયબી : પૂ. મુનિશ્રી ગુણશીલવિજયજી દીક્ષા ગ્રહણથી જ અધ્યયન, વિનય, વૈયાવચ્ચ, તપ આદિમાં લીન બન્યા. કાવ્યવ્યાકરણ-ન્યાય આદિનો સુંદર અભ્યાસ કરી પૂજ્યપાદશ્રીના તથા સ્વગુરુદેવના વિશેષ કૃપાપાત્ર બન્યા. સં. ૨૦૨૭થી પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં ચાતુર્માસ કરી મધુર વજ્રત્વ, સૌમ્ય સ્વભાવ આદિ ગુણો વડે અનેકોનાં દિલ જીતી લીધાં. પ્રવચન માટે ૪-૫ માઇલ નિત્ય આવાગમન અને એક દિવસમાં ત્રણ ત્રણ પ્રવચન એ તો તેઓશ્રીના જીવનનો નિત્યક્રમ બની ગયો! સં. ૨૦૩૭માં જામનગરમાં બાળમુમુક્ષુ હિતેશકુમારે પૂજ્યશ્રી પાસે દીક્ષા ગ્રહણ કરી, પૂજ્યશ્રીનું શિષ્યત્વ સ્વીકારી મુનિરાજશ્રી હર્ષશીલવિજયજી નામ ધારણ કરી આજે સુંદર જ્ઞાન-ધ્યાન-પ્રવચનમાં આગળ વધી રહ્યા છે. સં. ૨૦૩૯માં જામનગર-ઓસવાલ કોલોનીમાં શા પેથરાજભાઈ રાયશીભાઈએ પૂજ્યશ્રીની પ્રેરણાથી અજોડ ઉપધાનતપ કરાવેલ. કલકત્તાથી પૂજ્યશ્રીની પ્રેરણા પામીને ૬૮ દિવસનો બિહારની કલ્યાણક ભૂમિઓનો ઐતિહાસિક સંઘ શ્રીમતી નીલમબહેન કાંકરિયા તથા શ્રીમતી તારાબહેન કાંકરિયા તરફથી નીકળેલ. તેમ જ ભવાનીપુરમાં ઉપધાનતપની આરાધના પણ યાદગાર થયેલ. વિ.સં. ૨૦૪૯ની સાલમાં ઘાટકોપર શ્રી સંઘમાં ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રી પ્રતિદિન ૬૦ ફૂટ-શંખેશ્વર પાર્શ્વનાથ આરાધના ભવનમાં પ્રેરણાત્મક પ્રવચનો દ્વારા સુંદર ધર્મજાગૃતિ લાવેલ, જેના પરિણામે ચાતુર્માસમાં અનેક શાસનપ્રભાવક કાર્યો થવા પામેલ. સૌમ્ય સ્વભાવ, પરોપકારવૃત્તિ, પ્રવચનપટુતા-આ સર્વ ગુણોની સુવાસથી મઘમઘતા પૂજ્યશ્રીને ગચ્છાધિપતિ પરમ ગુરુદેવે એમના ગુરુદેવની સાથે ગણિ પદથી વિભૂષિત કર્યા હતા અને સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૧૩ના દિવસે મુંબઈઘાટકોપરના આંગણે પૂજ્યશ્રીને પંન્યાસ પદે આરૂઢ કરવામાં આવ્યા. વિ.સં. ૨૦૪૮ની સાલમાં અમદાવાદ-દશા પોરવાડ ચાતુર્માસ દરમ્યાન પણ પ્રતિદિન-રંગસાગર શ્રી સંઘમાં પૂજ્યશ્રીનાં પ્રભાવક પ્રવચનો યોજાતાં બંને સ્થાનોમાં સુંદર આરાધનાઓ સંપન્ન થવા પામી.
પૂજ્યશ્રીના ગુરુદેવશ્રીના કાળધર્મ બાદ વિ.સં. ૨૦૪૯- માં જામનગર-શાંતિભુવન ચાતુર્માસમાં અનેકવિધ શાસનપ્રભાવક મહોત્સવ ઊજવાયા. ચાતુર્માસ બાદ વિ.સં. ૨૦૫૦માં સંઘવી શ્રી દિલીપભાઈ ભાઈચંદભાઈ મેઘજી મારૂ પરિવાર તરફથી જામનગર–પાલિતાણાનો ૨૪ દિવસીય ભવ્ય છ'રીપાલક સંઘ નીકળેલ. અનેકવિધ ગુણોથી શોભતા
પ.પૂ. આ. શ્રી ગુણશીલસૂરિજી મ.સા.
મોસાળ બરગડા (કેરાલા)માં સં. ૨૦૦૧માં જન્મેલા ગુલાબકુમાર બાલ્યાવસ્થાથી જ શાંત સૌમ્ય સ્વભાવના હતા. સહુની સાથે હળીમળીને રહેતા. સં. ૨૦૦૯માં પિતાજી ધનજીભાઈ સાથે પૂજ્યપાદશ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનો પરિચય થતાં જ ધર્મસંસ્કારો ખીલી ઊઠ્યા. સં. ૨૦૧૧માં અગિયાર વર્ષની વયે પિતાશ્રી સાતે ઉપધાન વહન, કરી સંયમજીવનની તાલીમ મેળવી. સં. ૨૦૧૪થી સં. ૨૦૧૯ સુધી, પાંચ વર્ષ, પૂજ્યપાદશ્રીજીની સાથે રહી સંયમજીવનની તાલીમ મેળવી. સં. ૨૦૧૯માં પિતાશ્રી ધનજીભાઈ સપરિવાર દીક્ષિત થઈ પૂ. મુનિરાજ શ્રી ભદ્રશીલવિજયજી બન્યા, ત્યારે ગુલાબકુમાર તેમના શિષ્ય તરીકે મુનિરાજશ્રી ગુણશીલવિજયજી નામે જાહેર થયા.
Jain Education Intenational
For Private & Personal Use Only
www.jainelibrary.org