________________
જૈન શ્રમણ
સામાજિક પર્યાવરણનું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે કે “આ યુગલિયામાંથી પુરુષ બાળકનું મૃત્યુ થવાથી એની સાથેની બાળા એકલી પડી ગઈ. માતા-પિતા વિનાની અને યુગલિયાથી છૂટી પડેલી બાળાનો ઋષભદેવની પત્ની તરીકે સ્વીકાર કર્યો.” (૧૨-૭૪૧-૭૫૬).
ૠષભદેવના સમય પૂર્વે વસ્તીનિયંત્રણ પણ હતું. દરેક એક યુગલિયારૂપે સંતાનોત્પત્તિ કર્યાની પરંપરાનો ઉલ્લેખ યુગલ પ્રાપ્ત થાય છે. ઋષભદેવની જો વંશપરંપરા જોઈએ તો પ્રથમ વિમલવાહન, બીજા ચક્ષુષમાન, એમ અનુક્રમે યશસ્વી, અભિચંદ્ર, પ્રસેનજિત, મરુદેવ અને સાતમા નાભિકુલકર. આ નાભિકુલકરના પુત્ર એટલે ઋષભદેવ (૧.૨.૧૪૬-૨૦૬) આ એક માતાનાં બે સંતાનો (યુગલિયાઓ) પરસ્પર જોડાઈને સંતાનોત્પત્તિ કરતાં. ધર્મશાસ્ત્રો (મનુસ્મૃતિ, અ-૩)માં તો પુરુષ અને સ્ત્રીની સાતમી કે પાંચમી પેઢી સુધીનાં લગ્ન-સંબંધી મર્યાદાઓ અને દોષોનો વિચાર કર્યો છે. ઋષભદેવ આ વાતથી અવગત હશે, એટલે જ ઋષભદેવના સમયથી એક વ્યાવહારિક (લોકવ્યવહાર)માર્ગનું પ્રવર્તન થયું. એમાં વિવાહમાર્ગની રીતિ પ્રવર્તી (૧-૨-૮૮૧). મહાકાવ્યમાં ઉલ્લેખ છે કે ‘મોક્ષમાર્ગની જેમ લોકોનો વ્યવહારમાર્ગ પણ ઋષભદેવથી જ પ્રગટ થવાનો છે’.૧૪
ત્રિ.શ.પુ.ચ. પ્રમાણે આ કાળમાં લોકવ્યવહાર પ્રવર્તાવા પાછળનું એક કારણ એ પણ હતું કે મનુષ્યો દક્ષ નહોતાં, પશુની પેઠે આચરણ કરતાં હતાં, એવું અહીં સાબિત થાય છે.૧૫
(૧) અસત્પુરુષોને શિક્ષા અને સત્પુરુષોના પાલન માટે પોતાના અંગીભૂત હોય એવા મંત્રીઓની નિમણૂંક કરી, ચોરી વગેરેથી રક્ષા માટે દક્ષ આરક્ષકોની નિમણૂંક કરી, સુદૃઢ સૈન્ય માટે ઉત્કૃષ્ટ હાથીઓ, ઘોડાઓ, રથ, પાયદલ, બળવાન સેનાપતિ તથા પશુઓની ઉપયોગિતાને જાણતા હોય એમ ગાય, બળદ, ઊંટ, મહિષ અને ખચ્ચર વગેરે પશુઓને પણ વસાવ્યાં. (૧.૨.૯૨૪-૯૩૩).
ઋષભદેવ સર્વ રાજાઓમાં પ્રથમ રાજા થઈ પોતાની પ્રજાનું અપત્યની માફક પાલન કરવા લાગ્યા. આથી એમણે
(૩) ૠષભ-વિવાહથી દત્તકન્યા એટલે કે બીજાએ
સામાજિક પર્યાવરણ અંતર્ગત કેટલાક રાજનૈતિક અને સાંસ્કૃતિક આપેલી કન્યા સાથે લગ્ન કરવાનો પ્રારંભ થયો તથા ચૂડા, સુધારા કર્યા. જેમ કે—
ઉપનયન, ક્વેડા વગેરેની પ્રથાનો પણ પ્રારંભ થયો. પોતાનું કર્તવ્ય સમજી ઋષભે લોકોની અનુકંપા માટે આ બધું પ્રવર્તાવ્યું (૧.૨.૯૭૦-૯૭૧) એવો નિર્દેશ મહાકાવ્યમાં છે.
(૨) ‘કલ્પવૃક્ષોનો વિચ્છેદ થવાથી લોકો કાચું અન્ન ખાતાં હતાં. આવું અન્ન જીર્ણ થયું નહીં' કારણ એ હોઈ શકે
૨૧૩
કે તે અવસર્પિણીકાળમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ ક્ષીણ થઈ હશે. આથી ઋષભે ખોરાક પકવવાની (રાંધવાની) જુદી જુદી પદ્ધતિઓ અંતર્ગત અગ્નિમાં ખોરાકને પકવવાની પદ્ધતિ શીખવી. આ પદ્ધતિના ભાગરૂપે એમણે માટીનો પિંડ મંગાવી ઘડાની રચના કરી અને શિલ્પોમાં પ્રથમ કુંભકારનું શિલ્પ તેમણે પ્રગટ કર્યું અને એ ઘડામાં અગ્નિથી અન્ન રાધવાની પદ્ધતિ શીખવી. લોકોને ઘર બનાવવા વધક-મકાન બાંધનાર, ચિત્રોથી યુક્ત ઘર કરવા ચિત્રકાર, વસ્ત્ર બનાવનાર કુર્વિદ (વણકર), કેશ અને નખથી પીડિત લોકો માટે નાપિત (વાળંદ) બનાવ્યા. આમ તે પાંચ શિલ્પો કુંભકાર, ચિત્રકાર, વર્ધક, વણકર અને નાપિતના દરેકના વીશ-વીશ ભેદ કરીને સો પ્રકારે થઈ સો શિલ્પો પ્રગટ કર્યાં. લોકોની આજીવિકાને માટે તૃણહર, કાષ્ઠહર, કૃષિ અને વ્યાપાર વગેરે કર્મો ઉત્પન્ન કર્યાં, જગતની વ્યવસ્થા માટે સામ, દામ, દંડ અને ભેદ-આ ચાર (નીતિ) ઉપાયોની કલ્પના કરી. (૧.૨ ૯૩૪-૯૫૯).
Jain Education International
પોતાનાં સંતાનોને બોત્તેર કલાઓ, હસ્તી, અશ્વાદિ ભેદવાળાં લક્ષણોનું જ્ઞાન, અઢાર લિપિઓ, ગણિત, મણિ વગેરે પરોવવાની કળા, વાદી-પ્રતિવાદીનો વ્યવહાર, રાજા, અધ્યક્ષ અને કુળગુરુની સાક્ષીથી પ્રવર્તાવ્યો. હસ્તી વગેરેની પૂજા, ધનુર્વેદાદિ શાસ્ત્રો, બંધ, ધન, વધ અને ગોષ્ઠીનું પ્રવર્તન વગેરે શીખવ્યાં. માતા, પિતા, મારું ઘર વગેરે જેવા મમતાયુક્ત સામાજિક સંબંધ પ્રવર્તાવ્યા. ઋષભની લગ્નવિધિનું દર્શન કરી લોકો પણ વસ્રયુક્ત અને આભૂષણયુક્ત થવા લાગ્યાં. (૧.૨.૯૬૦-૯૬૭).
આ બધું કરવા પાછળનો ઉદ્દેશ એ હતો કે લોકો અસંસ્કારી, વિવેક અને કલા વિનાનું અણઘડ જીવન જીવતાં હતાં, લોકો પશુત્વમાંથી બહાર આવે, સુખી અને વિવેકપૂર્ણ જીવન જીવતાં થાય એવી લોકકલ્યાણની ભાવના પ્રવર્તાવવા તેઓ સામાજિક અને સાંસ્કૃતિક પર્યાવરણની સર્વાંગી શિક્ષા અમલમાં લાવ્યા. ત્રિશ.પુ.ચ.માં પણ કહ્યું છે કે ઋષભે પ્રજાપાલન માટે નવીન વ્યવહારનીતિ, દંડનીતિ તથા ત્યાજ્યગ્રાહ્યના વિવેકથી લોકને જાણીતાં કર્યાં. આ કારણે પ્રકૃતિ પણ
For Private & Personal Use Only
www.jainelibrary.org