________________
૨૧૪
ૠષભના રાજ્ય ઉપર અનુકૂળ થઈને પ્રવર્તી (૧.૨.૯૮૦૯૮૨).
આ પ્રકારે જેમ પર્યાવરણનું સામાજિક અને સાંસ્કૃતિક સ્વરૂપ છે, એમ એનું ગુણાત્મક સ્વરૂપ પણ છે, જેમાં કારુણ્ય, સહાનુભૂતિ, સહિષ્ણુતા, પરોપકારવૃત્તિ, સંયમ, સમતા, અહિંસા, અપરિગ્રહ જેવા ગુણો વિદ્યમાન હોય છે. તે અસાંપ્રદાયિક હોય છે. એનું સ્વરૂપ સાર્વજનિક, સાર્વભૌમિક અને લોકમાંગલિક છે. વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વનું અભ્યુત્થાન આ પ્રકારના પર્યાવરણથી સંભવિત છે.
(૩) ૠષભદેવ-વ્યક્તિત્વ અને પર્યાવરણ :
આજનું સાધુત્વ સંશયાત્મક રહ્યું છે. સાધુત્વ એ ધર્મની પાયાની ઈંટ છે. તેથી લોકોના ધર્મથી વિમુખ બનવા પાછળનું એક કારણ આ પણ હોઈ શકે, જેને પર્યાવરણનું પાયાનું દુષણ માની શકાય. જૈનાચાર્યોએ સામાન્યતઃ જે સાંસારિક
માત્ર સમતાનો વિચાર કરીએ તો સમતા માનવતાનું પરિણામ છે. બર્બરતા, પશુતા, સંકીર્ણતા સમતાનો વિરોધી સ્વભાવ છે. રાગ-દ્વેષાદિભાવ એના વિકારતન્તુ છે. ઋજુતા, નિષ્કપટતા, વિનમ્રતા અને શાન્તવૃત્તિ એની પરિણતિ છે. સહિષ્ણુતા અને સચ્ચરિત્રતા એનો ધર્મ છે. આમ સમતાની સત્તા માનવતાની સત્તામાં જોડાઈ જાય છે. આ બે સત્તાઓ સ્તુતિઓમાં એમનું ગુણાનુરાગી વ્યક્તિત્વ પ્રગટ થવા પામ્યું છે. આત્માની વિશુદ્ધ અવસ્થાના ગુણ છે. આવું ગુણાત્મક પર્યાવરણ તો ઋષભના વ્યક્તિત્વથી જ પ્રત્યક્ષ થઈ શકે.
ઇન્દ્રાદિ દેવતાઓ વગેરેએ ઋષભદેવની કરેલી
અહીં એક–બે ઉદા. દર્શનીય છે.
ૠષભનું વ્યક્તિત્વ તો ધર્મને પ્રેરક, વીતરાગી અને આદર્શરૂપ છે. આવું વ્યક્તિત્વ તો સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક પર્યાવરણ માટે પણ ઉપાદેય બની રહે એવું છે. કેટલાંક ઉદાહરણ અહીં દર્શનીય છે.
વિશ્વ અજાયબી :
યુવાવસ્થાને પ્રાપ્ત થયેલા ગૃહવાસી અર્હતો તો સિદ્ધાન્ત (રાંધેલું અન્ન)નું ભોજન ગ્રહણ કરે છે, પરંતુ પ્રકૃતિમય જીવન જીવતા ઋષભદેવ તો ઉત્તરકુરુક્ષેત્રથી દેવતાઓએ લાવેલાં કલ્પવૃક્ષનાં ફળો જ આરોગતા હતા અને ક્ષીરસમુદ્રના જળનું જ પાન કરતા હતા (૧.૨.૬૮૩-૬૮૪).
જ્યારે ઋષભે સંસાર-ત્યાગ કર્યો ત્યારે કષાયની જેમ વસ્ત્ર, માલ્ય અને આભૂષણોનો ત્યાગ કર્યો, ઉજ્વળ અને ઝીણું દેવદૂષ્ય વસ્ત્ર સ્કંધ ઉપર ધારણ કર્યું. (૧.૩.૬૨-૬૪). તેઓ મધુર ફળ અને સ્વાદિષ્ટ જળને ગ્રહણ કરતા નથી. શરીર પર સ્નાન કે વિલેપન કરતા નથી કે વસ્ત્રાલંકાર અને પુષ્પોને પણ ગ્રહણ કરતા નથી. (૧.૩.૧૦૪-૧૦૫).
ઋષભદેવ જ્યારે ઉદ્યાનમાં પ્રવેશ્યા કે તરત જ અનેક પ્રકારની વનસ્પતિઓ, વૃક્ષો, ઔષધિઓ, પશુઓ, પક્ષીઓ, કામુક સ્ત્રી-પુરુષો ઉપર વસંતમાસમાં કામદેવનો પ્રભાવ જેમ વિસ્તરે એમ એમનો પ્રભાવ પડવા લાગ્યો. ‘કુમારસંભવ’ના ત્રીજા સર્ગની જેમ હેમચન્દ્રે અહીં મહાકાવ્યમાં માનવ અને માનવેતર જગત ઉપરનો પ્રકૃતિ પ્રભાવ, પ્રકૃતિ-સૌન્દર્યવર્ણન કરી પ્રાકૃતિક પર્યાવરણના રક્ષણ અને વર્ધનને જ સૂચિત કર્યું છે (૧.૨.૯૮૫-૧૦૧૬).
દુઃખોમાંથી ઉઠાવી ઉત્તમ વીતરાગસુખમાં પહોંચાડે તેને ધર્મ’બ્રહ્મચર્યરૂપી મહાતેજવાળા સૂર્યસમાન, સર્વ પરિગ્રહોનો ત્યાગ
કહ્યો છે.° અને આવા ધર્મનું અનુસરણ કરનારને ‘વીતરાગી’ કહ્યો છે, અર્થાત્ જેનામાં રાગ અને દ્વેષનો આત્મન્તિક અભાવ સૂચિત થાય છે.૧૮
Jain Education International
ઇન્દ્રે કરેલ સ્તુતિમાં કહ્યું છે કે “ૠષભ તો ત્રસ અને સ્થાવર જંતુઓની હિંસાનો પરિહાર કરવાથી અભયદાન આપનારી દાનશાળારૂપ, સર્વથા મૃષાવાદનો પરિત્યાગ કરવાથી હિતકારી, સત્ય અને પ્રિય વચનરૂપી સુધારસના સમુદ્ર, અદત્તાદાનનો ત્યાગ કરવારૂપી ખુદાઈ ગયેલા માર્ગમાં પ્રથમ પંથી, કામદેવરૂપી અંધકારનો નાશ કરનાર, અખંડિત
કરનાર, નિર્લોભી, પંચમહાવ્રતનો ભાર ઉપાડનાર, સંસારસિંધુને તરવામાં કાચબા સમાન, પાંચ સમિતિને ધારણ કરનારા, વચનની સંવૃત્તિથી શોભતા અને શરીરની સર્વ ચેષ્ટાઓથી નિવૃત્ત એવા ત્રણ ગુપ્તિધારક તમને અમે નમસ્કાર કરીએ છીએ' (૧.૩.૮૩–૯૧).
બાહુબલીના પૌત્ર શ્રેયાંસના છડીદ્વારે ૠષભનું સમત્વ અને અહિંસાથી યુક્ત વ્યક્તિત્વ આ પ્રમાણે વર્ણવ્યું છે : “ઋષભ પ્રભુ નિઃસંગ-મમતારહિત નિરાહારીપણે વિચરે છે. તેઓ સૂર્યના આતપથી ઉદ્દેગ અને છાયાથી ખુશ થતા નથી, પરંતુ બંનેમાં પર્વતની પેઠે સમાન ભાવ રાખે છે તથા શીતમાં વિરક્ત અને ઉષ્ણમાં આસક્ત થતા નથી અને જ્યાં-ત્યાં રહે છે. સંસારરૂપી હસ્તીમાં કેશરીસિંહ સમાન તે યુગમાત્ર દૃષ્ટિ કરતાં એકે કીડી પણ પીડા ન પામે તેવી રીતે સંચાર કરે છે' (૧.૩.૨૭૧-૨૭૪).
For Private & Personal Use Only
www.jainelibrary.org