________________
૧૭૪
કાકાશ્રી ૐૐકારસૂરીશ્વરજી મહારાજા જૈન સમાજમાં એક અતિ સન્માનનીય આચાર્ય તરીકે પ્રસ્થાપિત થયા. સં. ૨૦૪૪માં તપાગચ્છ શ્રમણ મહાસંમેલનનું સંચાલન કરી આચાર્યશ્રીએ સંઘ એકતાનું અધૂરું કાર્ય પરિપૂર્ણ કર્યું અને સંઘ એકતાના શિલ્પી તરીકે જાણીતા બન્યા.
પિતાશ્રી જિનચંદ્રવિજયજી ૯૪ વર્ષની વયોવૃદ્ધ ઉંમરે પણ તપ ત્યાગ ક્રિયા આદિમાં વ્યસ્ત રહેતા અપ્રમત્તપણે સાધના રત છે.
વડીલ બંધુ આ. યશોવિજયસૂરીશ્વરજી ભક્તિમાર્ગ યોગમાર્ગના પથદર્શક છે. પ્રસન્નતા, સમર્પણભાવ, સાક્ષીભાવના સ્વામી છે. આ હરિભદ્રસૂરિજી, આનંદઘનજી, દેવચંદ્રજી, ઉ. યશોવિજયજીના ગ્રંથો ઉપર એમની વાચના તથા પુસ્તકો ભક્તિમાર્ગની માર્ગદર્શિકા સમાન છે. આવા સંયમરસિક અને પુણ્યવંત પરિવારમાં વિ.સં. ૨૦૦૭ ઇ.સ. ૧૯૫૧ ફાગણની અજવાળી ચૌદસે કુળને અજવાળનાર પુત્રરત્ન મહેન્દ્રનો જન્મ થયો.
મોરના ઈંડાને જેમ ચીતરવા ન પડે તેમ પૂર્વભવની કો'ક પ્રબળ વૈરાગ્યવાસિત આરાધના લઈને આવેલ પુત્ર મહેન્દ્ર માત્ર ૧૨ વર્ષની બાળ ઉંમરે પ્રથમ ઉપધાન તપ કરી મોક્ષમાળા પહેરી. સંસારીપક્ષે કાકા, સંઘ એકતાના શિલ્પી આ. કારસૂરિજી મ. પાસે સંસ્કૃતની પ્રથમ બુક કરી જ્ઞાનયાત્રાનો પ્રારંભ કર્યો. ૧૩ વર્ષની ઉંમરે બીજુ ઉપધાન તપ–પાંત્રીસુ કરી સાધના ક્ષેત્રે વધુ દૃઢ બન્યા. આત્માને વૈરાગ્યથી વાસિત કર્યો. માત્ર ૧૫ વર્ષની ઉંમરે શત્રુંજયની ૯૯ યાત્રા કરી શરીરને પણ કસ્યું. સંસ્કૃતની બીજી બુક પ્રકરણાદિ તથા તત્ત્વાર્થ કંઠસ્થ કર્યા.
ધર્મપરાયણ પિતાશ્રીને પણ સંયમની ભાવના હતી જ. માતા-પિતા સહિત સમગ્ર પરિવાર વિ.સં. ૨૦૨૩ના મહા સુદ ૧૦ના દિવસે વિરતિની વાટે સંચર્યો, સંયમ લઈ અભ્યાસમાં ગૂંથાઈ ગયા.
દીક્ષા જીવનના ‘પાંચ'માં જ વર્ષે પૂ.આ. ભ. શ્રી કારવિજયજી મ. સાથે બનાસકાંઠાના વાવ તાલુકાના બેપણ નગરે (બેનાતટ નગરે) પ્રતિષ્ઠા પ્રસંગે જવાનું થયું. ત્યાં એક કબાટમાં ધાતુ-પારાયણ' ગ્રંથના અધૂરા ફર્મા જોયા. પૂછપરછ કરતાં જણાયું કે એક મુનિરાજે સંપાદન-મુદ્રણકાર્ય શરૂ કરેલ પણ તે પૂરું થઈ શક્યું નથી.
Jain Education International
વિશ્વ અજાયબી :
પૂ.આ. શ્રી ૐકારવિજયજી મ.ને અધૂરા ગ્રંથને પૂર્ણ કરવા જરૂરી સામગ્રી મેળવવાના પ્રયાસો આદર્યા. સંસારીપક્ષે કાકા આગમપ્રજ્ઞ મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજે સંશોધન સંપાદનની કેટલીક સમજ અને મહત્ત્વની સૂચનાઓ કરી સફળતાના આશિષ આપ્યા. આ આશિષની અમીવર્ષાથી સંશોધન કાર્યને બળ અને વેગ મળ્યો અને ધાતુપારાયણથી સાહિત્ય સર્જનના શ્રીગણેશ થયા.
ધાતુ-પારાયણથી શરૂ થયેલી આ સર્જનયાત્રા આજ સુધી અવિચ્છિન્ન રીતે ચાલે છે.
પ્રવચનસારોદ્વારટીકા, પ્રવચન સારોદ્વાર વિષમપદ ટીકા, કથારત્નાકર, ધર્મરત્નકદંડક, ધર્મસંગ્રહ, દસસાવગરિયમ્ આદિ ગ્રંથો પ્રાચીન તાડપત્રીય અને હસ્તલિખિત પ્રતોના આધારે સંશોધિત સંપાદિત કરી સંઘને સમર્પિત કર્યા. પ્રભાવક ચારિત્ર, જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાગ ૧-૨-૩ વગેરે ગ્રંથોના શ્રમસાધ્ય સંપાદનો સર્વત્ર આવકાર પામ્યા છે.
સંશોધન સંપાદન માટે ઘણા બધા સાધુ-સાધ્વીજી પંડિતો પૂજ્યશ્રીનું માર્ગદર્શન ઈચ્છે છે. પૂજ્યશ્રી પણ સંશોધન ક્ષેત્રે રસ-રુચિ ધરાવતા ઘણા વિદ્વાનો અને મહાત્માઓ સાથે સ્વ-પર ગચ્છના ભેદભાવ વિના સહકાર આપે છે. કોઈ પણ પૂ. સાધુ-સાધ્વીજી અથવા પંડિતવર્ય આદિને સંશોધન-સંપાદન માટે જરૂરી માર્ગદર્શન આપવું, જરૂરી સામગ્રી મેળવી આપવી. પ્રૂફો જોઈ આપવા, પ્રસ્તાવના લખી આપવી, સુધારા-વધારા કરવા વગેરે અનેક બાબતમાં સહાયક થતા રહ્યા છે. સંપર્કમાં આવનાર રુચિ ધરાવનાર વ્યક્તિને કક્ષા મુજબ કાર્ય સોંપી પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે. પ્રસિદ્ધિની ઘેલછાથી લાખો યોજન દૂર એવા પૂજ્યશ્રી આજે સકળ સંઘ માટે સાહિત્ય સંશોધન-સંપાદન ક્ષેત્રે દીવાદાંડી સમાન બન્યા છે.
વિદ્યજ્જનોને આદરણીય હોવા સાથે બાળકોને પણ અતિપ્રિય છે. બાળકો માટે બોધપાઠસભર કથાઓ પૂજ્યશ્રી પીરસતા રહ્યા છે. સર્વક્ષેત્રગ્રાહી પ્રસંગકથાઓ લખવામાં પૂજ્યશ્રીની હથોટી છે. “શાંતિસૌરભ”માં ‘પ્રસંગ-પરિમલ’ કૉલમમાં ‘મુનીન્દ્’ના ઉપનામથી નિયમિતપણે વાર્તાઓ પ્રગટ થાય છે. પ્રસંગ પરિમલ, પ્રસંગ નવનીત, પ્રસંગ સુધા, પ્રસંગ શિખર, પ્રસંગ કલ્પલતા, પ્રસંગ વિલાસ, પ્રસંગ સુવાસ, પ્રસંગ પ્રભા, જનક કથાપરીમલ વગેરે પૂજ્યશ્રીના કથાપુસ્તકો અઘાવધિ પ્રગટ થયા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org