________________
જેન શ્રમણ
૧૪૭
પરિષહ-ઉપસર્ગ વિજા શ્રમણો-શ્રમણીઓ
પૂજ્ય આચાર્ય શ્રી વિજય અજિતશેખરસૂરિજી મ.સા.
પરિષદો અને ઉપસર્ગો આ બે શબ્દો સાધુ જીવન સાથે હમેશા તાણાવાણાની માફક ગૂંથાયેલા રહ્યા છે. ભગવાન મહાવીર પરમાત્મા પછીનો ૨૫૦૦ વર્ષનો ઇતિહાસ એમ બોલે છે કે સિદ્ધાંત અને શાસનની રક્ષા ખાતર શુદ્ધ પ્રરૂપક ગુણવાલા આ શ્રમણ સંસ્થાના અડીખમ નાયકોએ પારાવાર યાતનાઓ મઝેથી સહી છે. પ્રસંગે પ્રસંગે અનેક આંટીઘૂંટીમાંથી હસતે મુખે પસાર થયા છે. અનંત અનંત જીવોના હિતની કાળજી લેનારા આ શ્રમણો પર ગંભીર આક્રમણો ઓછા નથી થયાં, છતાં કાળબળની સામે પડકાર ફેંકીને શાસનની આન અને શાન વધારી છે. આ દેશમાં
ક્યારેક મંદિરો તોડ્યા છે, તો ક્યારેક આગમો સળગાવાયા છે, અને ક્યારેક સાધુઓના ખૂન પણ થયા છે તો ક્યારેક સાધ્વીજીઓના નિર્મળ શીલ પણ જોખમમાં મૂકાયાં છે છતાંય શાસન આજે અડોલ ઊભું છે, તેના કારણમાં પ્રતિભાસંપન શ્રમણનાયકોની અતિ દૂરની વાતો તો દૂર રહી પણ સાવ નજીકના ભૂતકાળમાં વિક્રમની વીસમી સદીમાં પૂ. શ્રી આત્મારામજી મહારાજ, શ્રી કમલસૂરિજી મહારાજ, શ્રી સાગરજી મહારાજ, શ્રી દાનસૂરિજી મહારાજ, શ્રી નેમિસૂરિજી મહારાજ, શ્રી લબ્ધિસૂરિજી મહારાજ, શ્રી પ્રેમસૂરિજી મહારાજ આદિ મહાપુરુષોએ ગજબનો પુરુષાર્થ કર્યો જોઈ શકાય છે. એવા જ પૂર્વકાલીન પ્રભાવક શ્રમણોને પણ અત્રે યાદ કર્યા છે.
આવા ઉપસર્ગ વિજેતા પૂજ્ય જૈનાચાર્યોનો આપણને પરિચય કરાવનાર પ્રસ્તુત લેખમાળાના લેખક પૂજ્ય આચાર્ય શ્રી વિજય અજિતશેખરસૂરિજી મ.સા. વર્તમાનકાલીન જૈન શાસનમાં અગ્રગણ્ય વિદ્વાન મહાત્માઓની હરોળમાં ગણાય છે. પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ ધર્મજિત-જયશેખર-અભયશેખરસૂરિ આદિ પવિત્ર ગુરુવર્યોના પરમ કૃપાપાત્ર શિષ્ય છે. જ્ઞાન-સાધના કરવી તથા જ્ઞાન-સાધક અન્યને સહાયક થવું, સાધકના રુચિ-રસ ઊભાં કરવાં એ પૂજ્યશ્રીનો શ્રેષ્ઠ ગુણ છે. જ્ઞાનાવરણીયકર્મના અદ્ભુત ક્ષયોપશમથી શાસ્ત્રના કઠિનજટિલ ગણાતા પદાર્થોને સહેલાઈથી બીજાના મગજમાં ઉતારવાની હથોટી ધરાવનાર પૂજ્યશ્રી શ્રેષ્ઠ પ્રવચનકાર છે. જ્યાં જ્યાં વિચરણ કરે છે ત્યાંની વ્યક્તિને પૂજ્યશ્રીના નિર્દભ-નિષ્કપટ, શાંતિપ્રિયતા વગેરે ગુણવૈભવ પ્રત્યે આકર્ષણ સાહજિક થઈ જાય છે. પૂજ્ય આચાર્યશ્રીની નિશ્રામાં થતા ઉપધાન તપ, છ'રીપાલક તીર્થયાત્રા, અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ આદિ પ્રસંગો આનંદોલ્લાસપૂર્વક સંપન્ન થયા છે. પ્રસંગો વચ્ચેય પૂજ્યશ્રીની પ્રસન્નતા હૃદયસ્પર્શી પ્રવચનોથી શ્રોતાઓને ધર્મ હૃદયગમ્ય થાય છે એવા પૂજ્યશ્રી વકતૃત્વકલાની જેમ લેખનકલામાંય માહિર છે. બાળ-યુવાન-વૃદ્ધ દરેક પૂજ્યશ્રી દ્વારા લિખિત ૫૦ જેટલા પુસ્તકોનું રસપૂર્વક વાચન કરે છે. સ્યાદ્વાદમંજરી–પ્રતિમાશતક, ધર્મસંગ્રહણી ભાગ-૧ તથા ભાગ-૨ જેવા ન્યાય પ્રચૂર શ્રી નંદીસૂત્ર, શ્રાદ્ધવિધિપ્રકરણ આદિ ગ્રંથોના કરેલ સુંદર અનુવાદનું વાચન ચતુર્વિધ સંઘમાં થઈ રહ્યું છે. આવા ગુણનિધિ પૂજ્યશ્રીના ચરણે લાખ લાખ વંદન કરી પૂજ્યશ્રી લિખિત લેખમાળાનું અવગાહન કરીએ...
–સંપાદક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org