________________
શ્રી કૈલાસસાગરસૂરિ આશધના ફાઉન્ડેશન ટ્રસ્ટ
(રજી. નં. ઇ/ ૧૩૯૦૩, અમદાવાદ) શ્રી મહાવિદેહ તીર્થ ધામ, દહેગામ-મોડાસા હાઇવે, નવા બબલપુરા, જિ. ગાંધીનગર પિ.નં. ૩૮૨ ૩૦૫
ફોન. (૦૨૦૧૬) ૨૬૭૧૦૦, ૨૫૧૦૦
પાવનધરા જ્યારે જિનાલયોથી મંડિત બને છે ત્યારે તે ધન્યતા અનુભવે છે અને માનવ જ્યારે તે જિનાલયમાં પ્રસ્થાપિત કરેલા દેવાધિદેવના નયનોનો કૃપાપાત્ર બને છે ત્યારે તે પાવન બની શાંતિ પામી જાય છે માટે જ પરમાત્માના જિનાલયોની દશે દિશિઓમાં અતી આવશ્યકતા છે. “તારે તે તીર્થની શાસ્ત્રોક્ત ઉક્તિ અનુસાર ભારત વર્ષની ભૂમિ તીર્થ ભૂમિ બને છે ત્યારે જ તેને આર્ય સંસ્કૃતિનો અનેરો વારસો પ્રાપ્ત થાય છે.
ગરવી ગુજરાતની પાવનીચ ધરા પર અમદાવાદથી માત્ર ૩૫ કિ.મી.ની દૂરી ઉપર દહેગામ-મોડાસા હાઇવે પર સ્થિત નવા બબલપુરા ગામની સીમામાં પ્રદુષણમુક્ત આહલાદક વાતાવરણમાં પ.પૂ. ગચ્છાધિપતિ આ.શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ની અંતિમ ઇચ્છાને સાકારનું સ્વરૂપ આપવા સ્વરૂપે શ્રી કૈલાસસાગરસૂરિ આરાધના ફાઉન્ડેશન ટ્રસ્ટે ભગીરથ પ્રયત્નો આદર્યા છે. જેના ફળ સ્વરૂપે દેવાધિદેવ શ્રી સીમંધરસ્વામિજી પરમાત્માનું એક મજલીય દેવવિમાન સદૃશ્ય શિલ્પકળા અને નક્સીઓના ખજાના સમાન ભવ્ય અને સ્તવ્ય જિનાલય જિનશાસનની વિજયપતાકા લહરાવતું નિર્માણ પામ્યું છે. આના નિર્માણમાં પ્રેરણા અને માર્ગદર્શન મળ્યું પૂજ્યપાદ ગુરુદેવશ્રીના અંતિમશિષ્ય મુ. શ્રી સંચમસાગરજી મ.સા. તથા મુ. શ્રી વિધોદયકીર્તિસાગરજી મ. સા. અને સહયોગ મળ્યો ભારતભરના શ્રી સંઘોનો. આ જિનાલયનો પ્રાણ રહ્યો છે જયણા અને મંત્ર બન્યો છે. પ્રાચીન પદ્ધતિ આ બંનેના સુલભ મેળવી સોનામાં સુગંધ ભળે તેમ જિનાલયની ભવ્યતા આહલાદક અને ભવ્ય બની જવા પામેલ છે.
ઝાઝા હાથ રળિયામણાની ઉક્તિને સાર્થક કરવાનો અમારો સંકલ્પ જ નહિ પણ દ્રઢ નિર્ણય રહ્યો છે તેથી જ અમો આપના શ્રી સંઘનો સાથ સહકાર ઇચ્છી રહ્યા છીએ. ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાયની પંક્તિ લોકમુખેથી અનેકવાર સાંભળી છે પણ અમે આ તીર્થમાં તેને કથનીનો વિષય ન બનાવતા કરણીનો વિષય બનાવવા શ્રી સંઘના ઉદાર હાથની અને દિલાવર દિલની જરૂર છે. ગૌતમભાઈ શાંતિલાલ તનમના
રશ્મિભાઈ એ. શાહ
હસમુખલાલ મંગળદાસ શાહ મે. રસીકલાલ રતીલાલ
૧૦૮/૧૭, નિર્મલ એપાર્ટમેન્ટ, મંગલમ નવજીવન વિધાલય હાઈસ્કૂલની એલ.કે. ટ્રસ્ટ બિલ્ડીંગ, ૧૩૨ ફુટ રીંગ રોડ, નારણપુરા,
સામે, પાંચકુવા, અમદાવાદ-૨
અમદાવાદ-૩૮૦૦૬૩
રાણી સતી માર્ગ, ફોન (ઓ) ૨૨૧૭૫૭૮૦
ફોન (ઓ) ૨૬૪૪૩૫૨૫
મલાડ (ઇસ્ટ) મુંબઈ ૪૦૦૦૯૭ (રહે.) ૨૬૬૩૯૧૮૪
(રહે.) ૨૭૪૫૪૪૮૨ ફોન (રહે.) ૨૮૭૭૪૬૪૬, ૨૮99૧૯૧૯ મો. : ૯૮૨૫૬-૨૭૮૪૦
મો. : ૯૮૨૫૬-૬૦૦૨૮
મો. : ૯૮૨૦૦-૮૫૯૦૦
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org