SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ સંયમ જીવન એટલે વિશ્વના તમામ જીવો પ્રત્યે સ્નેહ પરિણામ! વિશ્વના તમામ જીવો મારા છે...મારા સ્નેહી છે...સ્વજન છે...આત્મીયજન છે...દરેક જીવ માતા છે, પિતા છે, ભાઈ છે...એમને કેમ મારી શકાય? છઃકાયની હિંસા વગર સંસારનું એક પણ સુખ મળી શકે નહીં...માટે સંસારનો ત્યાગ કરી સંયમ સ્વીકાર એજ મુક્તિનો ઉપાય છે. પંચપરમેષ્ઠીનું પ્રવેશદ્વાર એટલે શ્રમણ જીવન! શ્રમણ બન્યા વગર ઉપાધ્યાય, આચાર્ય, અરિહંત કે સિદ્ધ બની શકાતું નથી. આજ દિવસ સુધી ભૂતકાળમાં અનંત અરિહંતોમાં આર્હત્ત્વ પ્રગટેલું ભવિષ્યમાં અનંતા જીવોમાં પ્રગટશે. વર્તમાનમાં મહાવિદેહમાં ૨૦માં પ્રગટેલું છે. એ તમામનું મૂલ સંયમજીવન છે. દરેક તીર્થંકરના ફરજિયાત પાંચકલ્યાણક હોય છે. એમાં ત્રીજું કલ્યાણક સંયમ જીવનનો અંગીકાર છે. તારક તીર્થંકરો સંયમ ગ્રહણ કરી ઘોર સાધના કરી ઘાતિકર્મોનો ક્ષય કરે છે. કેવળજ્ઞાન પામી મોક્ષે સિધાવે છે. જે જે પુણ્યાત્માઓ નિકટ મોક્ષગામી, આસન્નભવી હોય તેમને સમ્યક્દર્શનરૂપી રત્નની પ્રાપ્તિ થાય છે. ચરમાવર્ત્તમાં પ્રવેશી દ્વિબંધક, સમૃતબંધક અને અપુનબંધકદશાને ઓળંગી ત્રણ કરણપૂર્વક સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી પરિત્ત સંસારી બને છે. સમ્યગ્દષ્ટ આત્માના હૈયામાં એક જ રણકાર સદૈવ ગૂંજતો હોય ‘સસ્નેહી પ્યારા હો સંયમ કબ હી મિલે!’' શાસ્ત્રોમાં સમ્યગ્દષ્ટિની ચિત્તવૃત્તિનું વર્ણન કરતાં જણાવ્યું છે કે 'મવે તનુ: ચિત્ત મોક્ષ' એનું તન સંસારમાં હોય પણ મન તો હંમેશ એક જ ઝંખના કરતું હોય ક્યારે મોક્ષ જાઉં? “સમ્પાવર્શનપૂતાત્મા ન રમતે મોવો' માટે એને સંસારમાં કંટાળો આવતો હોય ક્યારે નીકળું? ક્યારે નીકળું? ઊંઘમાં પણ એને પૂછો શું જોઈએ? તો જવાબ એક જ મળે. સંયમ! સંયમ! સંયમ! અજૈન રામાયણમાં હનુમાનજીએ છાતી ચીરી તો એમાં રામ લક્ષ્મણ અને સીતા દેખાણા. એમ સભ્યષ્ટિની છાતી ચીરો તો એમાં ધન ન મળે, પરિવાર, દુકાન, ધંધો કશું ન મળે. મળે માત્ર સંયમ...એના રોમ રોમમાં...અણુ અણુમાં...૨ક્તની કણ કણમાં એક જ જવાબ હોય સંયમ! સંયમ કબ હી મિલે” નો રણકાર સદા એના હૈયામાં ગૂંજતો જ હોય... Jain Education International વિશ્વ અજાયબી : સાધુના હાથમાં...હૈયામાં... અને હોઠમાં ઓઘો હોય શ્રાવકના હાથમાં ભલે ચરવલો હોય....પણ હૈયા અને હોઠમાં તો સંયમ જ રમતો હોય....This is Oogha, not for bogha જે હોય બોઘો એને ન ગમે ઓઘો. બાકી બધાને ગમે. સાધુ મહાવ્રતધારી હોય, શ્રાવક મહાવ્રતપ્યારી હોય....અણુવ્રતધારી હોય. વીતરાગ પરમાત્માનો સાધુ એટલે જીવતું જાગતું ચારિત્ર! એ હાલે ત્યારે, બોલે ત્યારે...બેસે ત્યારે... ખાયે પીયે—કોઈ પણ કામ કરે ત્યારે સંયમ જ નીતરતું હોય. માટે સ્તો એની દરેક ક્રિયામાં કર્મોની નિર્જરા જ થાય છે. એમ શાસ્ત્રમાં કહ્યું છે. કહ્યું પણ છે. क्षितितलशयनं वा प्रान्तभैक्षाशनं वा सहजपरिभवो वा नीचदुर्भाषितं वा महति फलविशेषे नित्यमभ्युद्यतानां ન મનસિ ન શરીરે દુ:વમુત્પાયન્તિ ||10|| “મોક્ષરૂપી મોટા ફળને મેળવવા માટે નિરંતર ઉદ્યમી થયેલા યોગીજનોનું પૃથ્વીતલ પર સુવું, લુખ્ખું અને સુકું ભિક્ષાનું ભોજન, સ્વાભાવિક પરાભવ કે નીચ પુરુષોના દુર્વચન, આ સર્વમાંથી કોઈપણ તેમના મન કે શરીરને વિષે કાંઈપણ દુઃખ ઉત્પન્ન કરી શકતા નથી.” ચારિત્ર માટે ઉપમાઓનો ટોટો નથી. चारित्ररत्नान्न परं हि रत्नं, चारित्रवित्तान्न परं हि वित्तं । चारित्रलाभान्न परो हि लाभश्चारित्रयोगान्न परो हि योगः || ‘ચારિત્રરૂપી રત્નથી બીજું કોઈ શ્રેષ્ઠ રત્ન નથી. ચારિત્રરૂપી ધનથી બીજું કોઈ શ્રેષ્ઠ ધન નથી. ચારિત્રરૂપી લાભથી બીજો કોઈ શ્રેષ્ઠ લાભ નથી અને ચારિત્રરૂપી યોગથી બીજો કોઈ શ્રેષ્ઠ યોગ નથી.” તત્ત્વામૃતમાં જણાવ્યું છે કે ઇન્દ્રો સહિત દેવતાઓ પણ સારા ચારિત્રવાળાની પૂજા કરે છે અને ચારિત્ર વગરનો માણસ તો આ જગમાં પોતાના પુત્રોવડે પણ નિંદાને પામે છે. ઉપદેશમાલાકારે સરસ પ્રેરણા કરી છે, “જે ચારિત્રને વિષે આરંભાદિક અશુભકર્મનો પ્રયાસ કરવો પડતો નથી. ખરાબ સ્ત્રી,પુત્ર અને સ્વામીના દુર્વચનોનું દુઃખ પ્રાપ્ત થતું નથી, રાજા વિગેરેને નમસ્કાર કરાવાતો નથી, ભોજન, વસ્ત્ર, ધન અને રહેવાના સ્થાનની ચિંતા હોતી નથી, વળી જેમાં જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને મર્યા પછી સ્વર્ગાદિકની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy