SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Εξ શ્રી પ્રેમચંદભાઈ સાધુદીક્ષા લેવા સુરત વ્યારાથી લગભગ ૩૬ માઈલ (૬૦ કિ.મી.) પગપાળા ચાલી રેલગાડી પકડી પાલીતાણા પહોંચી ગયા, ને ત્યાં વિ.સં. ૧૯૫૭ કા.વદ ૬ સકલાગમ-રહસ્યવેદી પ્રૌઢ ગીતાર્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વરજી મહારાજના દીક્ષિત શિષ્ય બની મુનિ પ્રેમવિજયજી થયા. ચારિત્ર જીવનમાં એમણે નિત્ય એકાસણાં, ગરુજનોની સેવા, અપ્રમત્ત સાધુચર્યા, ત્યાગવૃત્તિ અને સ્વાધ્યાય-ધ્યાનને આત્મસાત્ કર્યા. પ્રકરણશાસ્ત્રો અને દર્શનશાસ્ત્રોની સાથે આગમશાસ્ત્રોનું ગંભીર ચિંતન એમનો મુખ્ય વ્યવસાય બની ગયો. આશ્ચર્ય એ થાય છે કે એઓશ્રી પંડિતો પાસે ઓછું ભણ્યા છતાં શ્રી ‘સ્યાદ્વાદ રત્નાકર', ‘અનેકાંતજયપતાકા’ આદિ મહાન દર્શનશાસ્ત્રોનું પણ વાંચન જાતે કરતા. તેમજ સૂક્ષ્મબુદ્ધિથી એઓશ્રીએ પૂર્વધરમહર્ષિ વિરચિત કમ્મપયડી. પંચસંગ્રહ જેવા ગંભીર અને જટીલ શાસ્ત્ર લગાવી, બીજાઓને ભણાવી, ‘સંક્રમકરણ’, ‘માર્ગણાદાર' વગેરે મહાન શાસ્ત્રોની સંસ્કૃતમાં રચના કરી. તેમજ શિષ્યો પાસે ૧૫-૧૫, ૨૦-૨૦ હજા૨ શ્લોક પ્રમાણ ‘ખવગસેઢી' ઠિઈબંધો' વગેરે ગંભીર શાસ્ત્રોની રચના કરાવી. વિ.સં. ૧૯૮૦માં પંન્યાસ, વિ.સ. ૧૯૮૭માં ઉપાધ્યાય અને ૧૯૯૧માં આચાર્ય બનેલા. પૂ. આચાર્યદેવશ્રીનું સંયમજીવન ખૂબ પ્રશંસનીય હતું. એઓશ્રીમાં કડત બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અંતર્મુખતા, મૌનપૂર્વક ઇર્યાસમિતિ િગમન, વિકથાત્યાગ વગેરે કેટલીય અદ્ભુત સાધના હતી. અંતિમ સમયે શારીરિક ગાઢ અસ્વસ્થતા જોઈ સાધુ એમને હવા નાખવા ગયા તો એઓશ્રી તરત કહે ‘ભાઈ! વાયુકાય જીવો મરે! પંખા બંધકરો' વિહારમાં ક્યાંય પણ દોષિત ભિક્ષા ન લેવી પડે એ માટે ૧૫-૧૭ માઈલ પણ ચાલી નાખતા. એઓશ્રી સમર્થ શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજી મ., શ્રી વિજયજંબૂવિજયજી મ., શ્રી વિજય યશોદેવસૂરિજી મ. વગેરે લગભગ ૩૦૦ શિષ્યપ્રશિષ્યોના ગચ્છાધિપતિ હતા, અને પરિવારનેઓ વ્યર્થ વિકલ્પો આદિ દોષોથી બચાવવા શાસ્રવ્યવસાયમાં મગ્ન રાખતા. છ'રી પાળતી સંઘયાત્રા, ઉજમણાં, પ્રતિષ્ઠાઅંજનશલાકા મહોત્સવો, દીક્ષા-ઉત્સવો, ધર્મ-સ્થાનોદ્ઘાટન વગેરે કેટલાય કાર્યો એઓશ્રીની નિશ્રામાં થયેલા. મુંબઈ Jain Education Intemational વિશ્વ અજાયબી : દ્વિભાષી રાજ્યની વિધાનસભામાં આવેલા બાલસંન્યાસપ્રતિબંધક બિલના વિરોધમાં એમણે ભારે આંદોલન જગાવેલું. એઆ બળ પર મુખ્યમંત્રી શ્રી મોરારજી દેસાઈએ ‘શું શેતાનનિર્માણ પર પ્રતિબંધ નહિ? ને સંતનિર્માણ પર પ્રતિબંધ?' વગેરે મુદ્દા પર ઐતિહાસિક ભાષણ કરી ભારે બહુમતિથી બિલને ઉડાવી દીધેલું. પૂ. આચાર્યદેવશ્રીને વર્ષો સુધી છાતીમાં દુઃખાવો ચાલેલો, તથા છેલ્લા ૪-૫ વર્ષ પ્રોસ્ટેટગ્રંથી અને હૃદય પર દબાણની વ્યાધિ રહેતી, કેટલીક વાર અસહ્ય દરદ ઉપડતું. છતાં એમાં એઓશ્રી સહિષ્ણુતા-શાંતિ-સમાધિ અદ્ભુત જાળવતા. ખંભાતમાં વિ.સં. ૨૦૨૪માં વૈશાખ વદ-૧૧ સાંજે એકાએક વ્યાધિ વધી ગઈઊ. લગભગ ૮૦ મુનિઓ સાથે હતા. એમણે નવકારમંત્રની ધૂન ચલાવી, પૂજ્યશ્રી ખૂબ સમાધમાં હતા, એ ‘વીર! વીર! ખમાવું છું' બોલતા રાત્રે ૧૦-૪૦ મિનિટે સ્વર્ગવાસ પામ્યા. આખા ભારતના સંઘોમાં પૂજ્યશ્રીના વિયોગથી વજ્રાઘાત જેવું દુઃખ થયું અને એઓશ્રીના અદ્ભુત સદ્ગુણ-સુકૃત-સાધનાઓની શાસનરક્ષા-પ્રભાવનાની અનુમોદનાર્થે જિનેન્દ્રભક્ત મહોત્સવો તથા થયા. આવા પૂ. ગુરુદેવશ્રીની અનુપમ કૃપાથી જૈન-જૈનેતર શાસ્ત્રોમાં જે યત્કિંચિત્કૃતિ પ્રાપ્ત થઈ એના આધાર પર ચૈત્યવંદન-પ્રતિક્રમણ સૂત્રોને ચિત્રોમાં સાકાર કરવામાં આવ્યા. –શિષ્યાણુ પંન્યાસ ભાનુવિજય (પ.પૂ. વર્ધમાનતપોનિધિ યવાશિબિર આદ્યપ્રણેતા આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.) સૌજન્ય : શ્રી આત્મ-કમલ-વીર-દાનના પટ્ટધર સિદ્ધાંત મહોદધિ ગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની ( ૧૨૭) જન્મશતાબ્દી વિક્રમ સંવત ૧૯૪૦ ફાગણ સુદ-૧૫થી વિક્રમ સંવત ૨૦૬૭ ફાગણ સુદ ૧૫ વર્ષ (૧૯)મી અને (૨૦)મી સદીના નવશતક પ્રભાવક શિષ્યો (૯૦૦ શિષ્યોના) પ્રશિષ્યો પરિવારના મુનિ ભગવંતોના ઉપકારી ગુરુદેવને શત શત વંદના. પૂ.પં.શ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ત્રિભુવનભાનુશાસનસેવા ટ્રસ્ટ શ્રી ભરતભાઈ એચ. શાહ એ૩ નંદનવન સોસાયટી, વિશ્વબાગ-અંધેરી વેસ્ટ, મુંબઈ-૫૮ના સૌજન્યથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy