________________
જૈન શ્રમણ
સ્થાનો ઉપસ્થિત કરવાં નહીં, ટૂંકી દૃષ્ટિને સ્થાને જૈનશાસનને વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવાની પ્રવૃત્તિઓ ચલાવવી. આવા નિષ્ઠાવાન નિર્ણયોથી તેઓ બહુ જ ટૂંકા ગાળામાં ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, કોષ ઉપરાંત આગમના અઠંગ અભ્યાસી બની રહ્યા. સમાજમાં દીર્ઘદૃષ્ટિ ધરાવતા દિગ્ગરાજ પંડિતો તૈયાર કરવાને ઇરાદે, અત્યંત પરિશ્રમ વેઠીને, કેટલાક વિદ્યાર્થીઓ અને મુનિરાજોને સાથે લઈ જઈને બનારસ (કાશી)માં પુણ્યપવિત્ર ‘શ્રી યશોવિજયજી મહારાજ’ના નામે સંસ્કૃત પાઠશાળા સ્થાપી. આ પાઠશાળામાં સર્વ પ્રકારનો વ્યવસ્થિત અભ્યાસ આરંભાયો. તદુપરાંત, પૂજ્યશ્રીના અથાક પ્રયત્નોથી વ્યાકરણ, કાવ્ય, ન્યાય, કોષ આદિ ગ્રંથો અને વિશેષાવશ્યક જેવા આગમિક ગ્રંથોનું પ્રકાશન થયું. આ ગ્રંથો વિના મૂલ્યે ભારતમાં અને પાશ્ચાત્ય દેશોમાં મોકલવામાં આવ્યા. આમ, તેઓશ્રીના વરદ્ હસ્તે જૈનશાસનની અભૂતપૂર્વ સેવા થઈ એટલું જ નહીં, પણ પૂજ્યશ્રીએ પ્રગટ કરેલાં આ ગ્રંથોનાં વિવરણોએ પણ સાહિત્યક્ષેત્રે અદ્ભુત પ્રભાવ પાથર્યો. દા. ત. ન્યાયના ગ્રંથો શાંકરભાષ્યના ભક્તોએ જોયા ત્યારે ખબર પડી કે મહાવીરસ્વામીનો સ્યાદ્વાદ સંશયવાદાત્મક નથી, પણ નિર્ણયાત્મક સત્ય છે. પારસ્પરિક ફ્લેશો અને મિથ્યા વાગ્યુદ્ધો સમાવવા માટે સર્વથા સક્ષમ છે. તે જ પ્રમાણે, આમિક ગ્રંથોને જોયા પછી પંડિતોને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની મર્યાદાનો ખ્યાલ આવ્યો.
પૂજ્યશ્રી શાસ્ત્રોની ચર્ચા-વિચારણા, વાદ-વિવાદ અને નૂતન અર્થઘટનો કરવામાં પારંગત હતા. પરિણામે, તેઓશ્રી સામે કોઈ વિરોધ ટકી શકતો નહીં. અંગ્રેજ રાજ્યમાં ગોરાઓ ચામડાના બૂટ પહેરીને આબુના જૈન મંદિરોમાં જતા. એ બાબત ડો. થોમસના માધ્યમથી લંડનની પાર્લામેન્ટ સાથે પત્રવ્યવહાર કરીને પૂજ્યશ્રીએ આ દુર્વર્તન બંધ કરાવ્યું હતું. આ પ્રસંગો તેમની તેજસ્વી પ્રતિભાના સાક્ષી બની રહ્યા છે.
વ્યક્તિત્વ સો ટચનું સોનું બન્યા વગર વક્તૃત્વમાં પ્રભાવકતા, હિમકામિકા અને મધુરતા આવતા નથી. પૂ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજીના વ્યક્તિત્વમાં પણ ગુરુદેવના આશીર્વાદ હતા, બ્રહ્મચર્યધર્મની નિષ્ઠા હતી, ઉધાડા પુસ્તક જેવું સર્વથા નિર્દભ જીવન હતું. જગડુ શાહના અન્નભંડારોની જેમ પૂજ્યશ્રીનાં જીવન-કવન પણ અન્ય જીવો માટે ખુલ્લાં હતાં. આંખોમાં સમતારસ હતો. કાન અન્યનાં દુઃખદર્દ સાંભળવાં તત્પર હતા. ચરણ ગમે તે સ્થળે અને સમયે ધર્મોપદેશ કરવા
Jain Education International
૯૫
માટે સદા તૈયાર રહેતા. વેદ-વેદાંત-ઉપનિષદ્-ભગવદ્ગીતા
મહાભારત આદિ ગ્રંથોમાંથી શ્લોકો ટાંકતા જઈ વ્યાખ્યાન આપતા. આચાર્યશ્રીની દલીલો શ્રોતાવર્ગને બહુ સરળતાથી સમજાઈ જતી. આવા વક્તવ્ય-કૌશલ્યને લીધે તેઓશ્રી માંસાહાર–વિરોધી ચળવળને સફળ બનાવી શક્યા હતા. કીડાઓના સંહારથી બનતાં રેશમનાં વસ્ત્રોનો ત્યાગ કરી, શુદ્ધ ખાદી પરિધાન કરવાનો પ્રચાર કર્યો. પૂજ્યશ્રીના આ અભિયાનોએ જૈનશાસનમાં નવી હવાનો સંચાર કર્યો.
દીક્ષાપર્યાય દરમિયાન સીમિત પ્રદેશોમાં જ વિહાર કરીને પૂજ્યશ્રી અટક્યા નહોતા, પરંતુ બંગાળ, બિહાર, આસામ, ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મારવાડ, ખાનદેશ, વિદર્ભ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર આદિ પ્રાન્તોમાં વિહાર કરીને જૈનધર્મ પ્રત્યેના વિધર્મીઓના અજ્ઞાનગેરસમજને દૂર કર્યાં હતાં. એવા એ અહિંસા, સંયમ અને તપોધર્મના આચારક અને પ્રચારક પૂજ્યશ્રીએ સં. ૨૦૩૩ના ભાદરવા સુદ ૧૪ ને દિવસે શિવપુરી મુકામે દેહ છોડ્યો, ત્યારે ગામેગામના શ્રાવકો શોકમગ્ન બની ગયા હતા. પૂજ્યશ્રી પાછળ અગણિત ગુણાનુવાદ સભાઓ થઈ હતી. આજે પણ તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય સમુદાય દ્વારા શાસનના નૂતન અભિગમોનો પ્રચાર-પ્રસાર થતો રહે છે.
સૌજન્ય : શ્રી ૧૦૮ શંખેશ્વર પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ, શંખેશ્વર. જિ. પાટણ
સિદ્ધાન્તમહોદધિ સુવિશાલગચ્છાધિપતિ ગુરુદેવ સ્વ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા.
એઓશ્રી એક જન્મસિદ્ધ
અપ્રતિમ વૈરાગ્યવાન યુગપુરુષ હતા.
રાજસ્થાન
મૂળ પિંડવાડાનિવાસી શ્રાવક ભગવાનદાસ અને શ્રીમતી કંકુબાઈના એ સુપુત્ર. એમનું જન્મથીશુભ નામ પ્રેમચંદજી હતું. જન્મ વિ.સં. ૧૯૪૦ ફા.સુ. ૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org