________________
જૈન શ્રમણ
અંગેની લડતમાં તેઓશ્રીએ આગવું કાર્ય કર્યું. ભાવનગરમાં સંઘ વચ્ચે ચાલતા ઝગડા મિટાવ્યા. જૈનધર્મ પ્રસારક સભા' તથા જૈન ધર્મપ્રકાશ’ માસિક પણ તેઓશ્રીની સદ્ભાવનાનું ફળ છે.
પૂજ્યશ્રી દીક્ષા લીધા પછી પંજાબમાં ત્રણ વર્ષ રહ્યા. સં. ૧૯૧૧માં ગુજરાતમાં આવ્યા. પછી પંજાબ ગયા જ નહીં, ગુજરાતમાં ૩૮ ચોમાસાંમાં અડધોઅડધ તો ભાવનગરમાં જ કર્યાં. બાકીનાં વલ્લભીપુર, પાલિતાણા, અમદાવાદ વગેરે સ્થાને કર્યાં. જીવનની છેલ્લી ઘડી સુધી જૈન વિદ્યાશાળા તેમ જ પાઠશાળા માટે ચિંતા સેવ્યા કરી.
સં. ૧૯૪૯માં વ્યાધિએ જોર કર્યું. ‘અરિહંત સિદ્ધ સાહુ'ના ધ્યાનમાં વૈશાખ સુદ ૭ની રાતના ૯-૩૦ કલાકે ભાવનગરમાં દેહોત્સર્ગ કર્યો. તેમનાથી દીક્ષિત થયેલા પં. શ્રી ગંભીરવિજયજી, શ્રી ધર્મસૂરિજી (કાશીવાળા), શ્રી વિજયનેમિસૂરિજી આદિ ૧૦ સાધુઓ હતા, જેમાં કેટલાક પ્રખર પ્રતાપી મુનિવરો અને સૂરિવરોનો સમાવેશ થાય છે. આજે પણ તેઓશ્રીના નામ પાછળ સેંકડો સાધુઓની પરંપરા છે.
(સંકલન : શ્રી તપાગચ્છ શ્રમણવટવૃક્ષમાંથી સાભાર.) ન્યાયાૌનિધિ, કુવાદિતિમિરતરણી
પૂ. આત્મારામજી મહારાજ અત્યંત પ્રભાવશાળી યુવાન સાધુ હતા. અધ્યયન-અધ્યાપન પ્રત્યે તેમને અપાર લાગણી હતી. તેમની ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ અજોડ હતી. રોજની ૩૦૦ ગાથાઓ કંઠસ્થ કરી શકતા. અર્ધમાગધી અને સંસ્કૃત ભાષાનું શાસ્ત્રીય જ્ઞાન સંપાદન કરીને આગમોના કેટલાક પાઠોના ખોટા અર્થો સુધારવાનું ભગીરથ કાર્ય તેમના હાથે થયું. આગમના ગ્રંથો ઉપરાંત વેદો, ઉપનિષદો, પુરાણો, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, શાંકરભાષ્ય આદિ હિન્દુ ધર્મના, તેમ જ કુરાન અને બાઇબલ જેવા અન્ય ધર્મગ્રંથોનું તેમણે ઊંડું પરિશીલન કર્યું હતું. ઈ. સ. ૧૯૮૩માં શિકાગોમાં ભરાયેલી વિખ્યાત સર્વધર્મ
પૂ. આચાર્યદેવ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી પરિષદમાં ભાગ લેવા માટે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે પૂજ્ય
(શ્રી આત્મારામજી) મહારાજ
આચાર્યપ્રવરને આમંત્રણ મળ્યું હતું, પરંતુ જૈનસાધુ સમુદ્ર પાર જતા ન હોવાથી એ પરિષદ માટે મહુવાના યુવાન બેરિસ્ટર શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને તૈયાર કરીને મોકલવામાં આવ્યા હતા. આ માટે તેઓશ્રીએ તૈયાર કરેલો ‘શિકાગો પ્રશ્નોત્તર' નામનો ગ્રંથ જૈનધર્મના પાયાના સિદ્ધાંતો પર ઘણો પ્રકાશ પાડે છે. આ પરિષદમાં પૂ. આત્મારામજી મહારાજ ગયા હોત તો સ્વામી વિવેકાનંદ સાથે મેળાપ થાત! પૂ. આત્મારામજી મહારાજ જે તેઓનું સ્થાનકવાસી નામ છે અને શ્રી વિજયાનંદસૂરિ તેઓનું સંવેગી દીક્ષા પછી આચાર્ય થયા બાદનું નામ છે. આ બંને નામનો રાંયુક્ત પ્રભાવ પંજાબ, રાજસ્થાન, ગુજરાત આદિ પ્રાન્તોમાં એટલો અસરકારક રહ્યો કે બંને સંયુક્ત નામે ‘આત્માનંદ’ નામની અનેક શાળાઓ, કોલેજો, પાઠશાળાઓ, પુસ્તકાલયો, દવાખાનાંઓ, ધર્મશાળાઓ આદિની સ્થાપના થઈ. પંજાબમાં તો જ્યાં જઈએ ત્યાં ‘આત્માનંદ'નું જ નામ ગુંજતું હોય!
પ્રકાંડ પંડિત પૂ. આત્મારામજી મહારાજ પંજાબ અને ગુજરાતની ધરતી પર ભવ્ય અને વિશાળ શાસનપ્રભાવના પ્રસરાવનાર મહાન સાધુ હતા. છેલ્લા બે સૈકામાં થયેલા બહુશ્રુત પ્રભાવક જૈનાચાર્યોમાં આત્મારામજી મહારાજનું સ્થાન મુખ્ય છે.
પૂ. આત્મારામજી મહારાજ જન્મ કપૂર બ્રહ્મક્ષત્રિય જાતિના હતા. તેઓશ્રીનો જન્મ વિ. સં. ૧૮૯૨ના ચૈત્ર સુદ ૧ ને મંગળવારે પંજાબમાં જીરાનગર નજીક લહેરા ગામમાં થયો હતો. તેમનું જન્મનામ દિત્તારામ હતું. માતાનું નામ રૂપાદેવી અને પિતાનું નામ ગણેશચંદ્ર હતું. પિતા ગણેશચંદ્ર મહારાજા રણજીતસિંહના સૈનિક હતા. લહેરાના જાગીરદાર અત્તરસિંહ શીખ ધર્મગુરુ હતા. એમની ઇચ્છા દિત્તાને શીખ ધર્મગુરુ બનાવવાની હતી, પરંતુ ગણેશચંદ્ર એકના એક પુત્રને સાધુ બનાવવાની ઇચ્છા ધરાવતા ન હતા. તેથી અત્તરસિંહે તેમને જેલમાં પૂર્યા. જેલમાંથી ભાગીને તે અત્તરસિંહ સામે બહારવટે ચડ્યા અને એક વખત ઉપરીઓની સાથે ઝપાઝપીમાં ગોળી વાગવાથી મૃત્યુ પામ્યા, પરંતુ દિત્તારામના લલાટે સંસારત્યાગની રેખા લખાયેલી હતી તે તેઓ ભૂંસી શક્યા નહીં. પિતાના મિત્ર
૯૧
જોધમલ ઓસવાલને ત્યાં ઊછરતા દિત્તાને જૈન સાધુઓનો સંપર્ક થતો રહ્યો. સામાયિક-પ્રતિક્રમણ આદિ ધાર્મિક ક્રિયાઓમાં રસ પડવા માંડ્યો. આગળ જતાં, લહેરામાં આવેલા બે સ્થાનકવાસી જૈન સાધુઓ ગંગારામજી મહારાજ અને જીવણરામજી મહારાજની છાપ દિત્તાના મન ઉપર અમીટ પડી. એમણે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. જોધમલ ઓસવાલની નામરજી છતાં દિત્તાને દીક્ષા માટે સંમતિ આપવી પડી. વિ. સં. ૧૯૧૦માં ૧૮ વર્ષની વયે માલેરકોટમાં જીવણલાલજી મહારાજના હસ્તે દીક્ષા લીધી અને આત્મારામજી નામ રાખવામાં આવ્યું.
Jain Education International
સં. ૧૯૧૦માં દીક્ષા ગ્રહણ કર્યા પછી તેઓશ્રી ૧૭ સાધુઓ સાથે ગુજરાતમાં આવ્યા. ૨૨ વર્ષના દીક્ષાપર્યાય પછી સં. ૧૯૩૨માં બૂટેરાયજી મહારાજ પાસે સંવેગી દીક્ષા લીધી. એ જમાનામાં આ એક ઐતિહાસિક ઘટના હતી. સં. ૧૯૩૨નું
For Private & Personal Use Only
www.jainelibrary.org