SearchBrowseAboutContactDonate
Page Preview
Page 831
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ એકથી વધે એવી પુણ્યવેળાઓ પથરાઈ રહી. મરણ પછીનો જન્મ પણ દેવલોકમાં તે પણ દેવોના ઇન્દ્ર તરીકે દઢ સમકિત સાથે તે પ્રકર્ષ પુણ્યની પ્રતીતિ કરાવે છે. યક્ષેન્દ્ર બન્યા પછી પણ પોતાના પરમોપકારી ગુરુના અક્રમ સાથેના ધ્યાનને કારણે સિંહાસન ડગવું અને તેમના ઉપકારનો બદલો વાળવા જ સામે ચડી વિનંતિ કરવી, ગુરુ દ્વારા મળેલ નિર્દેશ મુજબ સેવાનો લાભ, કાળાગોરા ભૈરવ સાથેના યુદ્ધમાં આબાદ જીત અને શાસનદેવનું મહંતું ગૌરવ મળવું વગેરે વિગતો જ પુણ્યની પરંપરાઓની ચાડી ખાય છે— કારણ કે આવો પુણ્યોદય પાછો પુણ્યના અનુબંધથી જોડાયેલો છે તેથી જ શાસનસેવા હેતુ જાગૃત રહી પોતાનું કર્તવ્ય અદા કરી આયુષ્ય પૂર્ણ થયે ચ્યવી મનુષ્યલોકમાં શુભ જન્મ લઈ તે જ ભવને છેલ્લો ભવ બનાવી જવાના છે. આજે પણ પુણ્યશાળીની પ્રતિમા–પ્રતિષ્ઠા ઠેર ઠેર સોલ્સાસ થતી જોવામાં આવે છે, કારણ કે તેઓ અપ્રમત્ત અધિષ્ઠાયક દેવ તરીકે ઓળખાય છે. જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કારના ન્યાયે નાનામોટા આશ્ચર્યકારી પ્રસંગો તેમના પુણ્ય પ્રભાવે થઈ ગયા, થાય છે ને થવાના. આમેય પુણ્યવાનોનાં પડખાં સૌ સેવે. કદાચ તેથી જ શ્રમણોપાસકો અને શ્રમણોને ધરપત છે કે કોઈ વિકટ વિઘ્ન પ્રભુ વીરના શાસનને તરતમાં આવશે નહિ. આવશે તો ટકશે નહિ. જૈનોને દુઃખ-દારિદ્રય કે દીનતાવસ્થામાં દયાપાત્ર બની જૈનેતર દેવ–દેવીઓ, બાવા—ભૂવાની શરણાગતિ સ્વીકારી મિથ્યાત્વ–મોહમાં મરણને શરણ બનવાનું ટળી શકશે. 815 (૫) સહજતાનો સુભગ સમન્વય પ્રકૃતિનો એક સદા સનાતન સત્ય નિયમ છે કે જે જે 'સુ' તત્ત્વોની સાધનાઓ અન્યના અભિયોગ વિનાની, ઉલ્લસિત નિર્દોષ ભાવ સાથેની તથા કૃત્રિમતાથી દૂર સાવ સ્વાભાવિક–સાહજિક હોય તે તે આરાધનાઓ-સાધનાઓ સફળતાની સવળી દિશાએ ધપે છે ને તેનું અંતિમ ફળ સર્વાંગી સુખ–મોક્ષ હોય છે તેમાં શંકા ન હોય. પુણ્યાત્મા માણેકશાહના જીવન સાથે સંકળાયેલી સાહજિક ઘટનાઓ ખાસ સમજવા વિચારવા તથા વધાવવા જેવી છે. (૧) અવંતી પાર્શ્વનાથ પ્રભુની પ્રખર નિશ્રાવાળી ઉજ્જૈની નગરીમાં જન્મ સાહજિક, જે ધર્મનગરીમાં કોઈ પ્રયત્ન કર્યા વગર જ વસવાટ થયો, પ્રગતિ થઈ અને પરિવર્તનો પણ. (૨) જન્મથી જ સુખ-સાહ્યબીઓનો સંગ્રહ સંપ્રાપ્ત થયો, જે કારણે તેમનાં વચનોનું વજન સજ્જનોથી લઈ સાધુ–સમુદાય ઉપર પણ પ્રવર્તતું રહ્યું. આ ઘટના પણ સાહજિક હતી. (૩) જે શ્રદ્ધાળુ શેઠ આસ્થા ગુમાવી બેઠા ત્યારે ઘરના બે સદસ્યોએ બંડ પોકાર્યો, પણ તેવા જ ભાવમૃત્યુના ઝોલા વખતે ભાવપ્રાણદાતા ગુરુવરનું ઉજ્જૈનીમાં પધારવું સાવ સહજમાં થયું, પરિચય પછી આચાર્ય જેવા પરમેષ્ઠિને સપરિવાર ઘરે પધારવા કરેલી વિનંતિની સફળતા પણ સાવ સાહિજક હતી. વિશેષ પ્રયત્ન વગર થયેલ મનપલટાઓ પણ સાહજિક હતા કારણ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy