SearchBrowseAboutContactDonate
Page Preview
Page 830
Loading...
Download File
Download File
Page Text
________________ 814 તપાગચ્છાધિષ્ઠાયક સવા લાખ જિન ચૈત્યો તથા સવાકોડ જિનબિંબની સ્થાપનાનો લાભ લેનાર રાજા સંપ્રતિ ક્યારે થયો અને કેવી શાસનની જાહોજલાલી કરી-કરાવી, તેની સત્ય કથાથી સત્ય ઉપર પ્રકાશ પાથર્યો. નાણા–દીયાણા અને નાદિયા ગામે ચરમ તીર્થપતિ પ્રભુ વીરની હૈયાતીમાં જ તેમના સાંસારિક મોટાભાઈનંદિવર્ધને કેવી સુંદર મૂર્તિઓ મહાવીર પ્રભુની ભરાવી તેની હકીકત જણાવી. ઉપરાંત શંખેશ્વર, અવંતિ, અંતરિક્ષ, આબુ, અષ્ટાપદનાં ઉપર રહેલ કલાકૃતિયુક્ત જિનાલયો -જિનબિંબોનો સાચો ઇતિહાસ પણ મૂર્તિપૂજાના સમર્થનમાં સંભળાવ્યો. વધુમાં રાણકપુર, કેસરિયાજી, ભરૂચ, ભીલડિયાજીનાં તીર્થોના ભગવાનની વાતો-વાર્તાઓ, દાખલા-દલીલોથી માણેકશાહનું દિલ હરી લીધું અને હળુકર્મી તેઓ ફરી મૂર્તિપૂજાના મંડનમાં સહમત થયા. વસંતપંચમીના શુભ દિવસે તો સમ્યકત્વ મૂળ બાર વ્રતો ને ઉચ્ચર્યા અને પૂર્વની જેમ પ્રભુપૂજાને અખંડ રીતે કરતા થઈ ગયા. આમ આસ્તિકતાથી વળેલી નાસ્તિકતા અને ફરી પ્રાપ્ત થયેલ આસ્તિકતામાં પુણ્ય-પાપ, ફરી પુણ્યોદયના પલટાઓથી ચિત્ર-વિચિત્ર કાળ જીવનના નાના ગાળામાં આવ્યો. (૩) પુણ્યોદયે પૂજ્યોની પધરામણી પાપોદયકાળ આવ્યો ને અમુક કુમતવાદીઓનાં વ્યાખ્યાનો આખ્યાનો અને બયાનોથી પોતે પ્રભુપૂજાની શ્રદ્ધા ગુમાવી પ્રતિમા-દર્શનના પણ વિરોધી બની સ્વહિતમાર્ગ ભૂલ્યા; પણ તેવી પાપપળોની પછડાટ પછી પણ ફરી પુણ્યનો ઉદયકાળ થયો જેથી ઉજ્જૈનમાં જ પૂજ્ય હેમવિમલસૂરિજીની પાવન પધરામણી થઈ અને પરમાર્થ પામવા મૂળ માર્ગે વળવાનું થયું. ' સાધુ તો ચાલતા ભલા 'ના ન્યાયે વિહરી ગયા ને સમયાન્તરે છેક આગ્રા સુધી પહોંચી ગયા. જોગાનુજોગ તે જ વરસે, તે જ દિવસોમાં તેવા જ પ્રકારના વ્યવસાયના અર્થે માણેકશાહનું આગ્રા જવું, ત્યાં પોતાના જ ગુરુની સ્થિરતા, ચતુર્માસની ગોઠવણી વગેરેના સમાચાર મળવા, વ્યાપારને ગૌણ કરી ધર્મનો ધંધો અને આત્મિક નફો કરવાની બુદ્ધિથી ધંધાકીય પ્રવૃત્તિઓ મુનીમોને ભળાવી માતા કે ભાર્યાની અનુમતિની પરવાહ કર્યા વગર આગ્રામાં ગુરુનિશ્રા લઈ ધર્માચરણ કરવું વગેરે પુણ્યયોગનો ઉદય થયા વગર શી રીતે સંભવે ? આમેય જ્યારે પુણ્યનો પ્રકર્ષ ઉદય પ્રવર્તતો હોય ત્યારે અનુકૂળતાઓ સાહજિક હોય છે, કારણિક કે પ્રયત્નસાધ્ય નહિ. (૪) પુણ્યોદયની પરાકાષ્ઠા સરળતાના સથવારે પેદા કરેલ પુણ્યાનુબંધી પુણ્ય ઉદયમાં આવ્યું છતે તેના સુખકાળમાં અટવાઈ—લેવાઈ ન જઈ જીવ વધુ અને સાચા સુખ માટે જ છલાંગ લગાવવા લાગે છે. આગ્રામાં તેમનું તપતપતું પુણ્ય પારખી ગુરુવરે પણ ગ્રંથ લીધો શત્રુંજય માહાભ્ય' નામનો અને વેધક વ્યાખ્યાનોના માધ્યમે માણેકશાહનું મન જાણે હરી લીધું. તે પછી સિદ્ધાચલજી-દર્શનની એક લગની, વ્રત-પચ્ચખાણ સાથે વિહરણ, વિદ્ધ વખતે પણ શુભ ધ્યાનમાં પંડિત-મરણ, એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy