SearchBrowseAboutContactDonate
Page Preview
Page 832
Loading...
Download File
Download File
Page Text
________________ 816 માણેકશાહ સાવ સરળ હતા, હળુકર્મી હતા અને સૌભાગી પણ. (૪) જે ગુરુવરના સંપર્ક પછી ભાવની શુદ્ધિ-વૃદ્ધિ સાહજિક હતી, ગુરુને પણ ઝાઝી મહેનત તે માટે કરવી ન પડી. ઉજ્જૈનીથી વિહાર પછી ગુરુવરનો સંપર્ક છૂટયો, પણ પાછા આગ્રામાં અચાનક મેળાપ થવો પણ ઔદેશિક નહિ પણ સાવ સાહિજક હતો. (૫) ખુમારી અને ખેવનાઓના ખેવૈયા જેવા તેમના ભાગ્યોદયને જ્ઞાનબળું પારખી લેનાર ગુરુવર પણ સહજમાં જે થાય તેટલો જ વિશ્વાસ રાખી તેમને પ્રોત્સાહિત કરતા હતા. આગ્રાના ચાતુર્માસમાં ચાલેલાં સિદ્ધગિરિ–મહિમાનાં પ્રવચનો સાંભળી ઝળકી ઊઠેલી ઉમદા ભાવનાઓ, વિવિધ અભિગ્રહો સાથે જાત્રા કરવાના મનોરથો, દુષ્કર કાર્યને પણ પાર ઉતારવા ગુરુ મ. સા. તરફથી મળેલી અનુમતિ, અને પછી ગુરુવચનને તહત્તિ કરી યાત્રા-પ્રવાસની પ્રગતિ સાવ સાહજિક, દંભરહિત હતી. તપાગચ્છાધિષ્ઠાયક (૬) વિલાક્ષણિક મરણ પછી માણિભદ્ર દેવ તરીકેનો દેવતાઈ જન્મ એષણા વગરનો સાહજિક હતો. ૧૦–૧૦ સાધુઓના અકાળ કાળધર્મ પછી ચતુર્વિધ સંઘ સાથે વિશિષ્ટ આરાધના કરવાની સદ્ભાવના સૂરિજીની સાહજિક હતી. ૧૧ ઉપવાસ પછી તેમને પ્રત્યક્ષ થઈ શાસનદેવીએ કરેલી આગાહી પણ સાહજિક બની અને મગરવાડા પાસે રાયણવૃક્ષ નીચે ફક્ત અક્રમની સાધનાથી પ્રત્યક્ષ થયેલ માણિભદ્રજી પણ સાહિજક ઘટના જેવી બની, ગુરુના ઉપકારની ઋણમુક્તિ માટે દેવેન્દ્ર દ્વારા થયેલ પ્રાર્થના, કાળા–ગોરા ભૈરવ સાથેના યુદ્ધમાં તેમની આઠ ભુજાને પહોંચી વળવા છ મૂળ ભુજાઓને વૈક્રિય લબ્ધિથી સોળ બનાવવાની મતિ પણ સાહજિક બની. તેથી ઉપદ્રવને વશ કરવામાં સફળતા સહજતાથી સિદ્ધ થઈ. આ બધુંય ઊંડાણથી ચિંતવન કરતાં એટલું સહજ સિદ્ધ થાય છે કે જે જે શુભ તત્ત્વો સહજતાથી સિદ્ધ થાય તે પ્રાંતે સિદ્ધગતિનાં સુખો પણ બક્ષી શકે છે. જિનશાસનમાં જે જે આત્માઓ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા દેખાય—જણાય–ઓળખાય તે સર્વેને સપ્રેમ વધાવી, પ્રોત્સાહિત કરી, પુણ્યના અનુબંધો ગાઢ કરવામાં સાર છે, ઉભય પક્ષે લાભ છે અને પરંપરાએ શાસન-પ્રભાવના દ્વારા પરમાત્માના ઉપકારની યત્કિંચિત ઋણમુક્તિ છે. *** Jain Education International આભારી છીએ તેમના પ. પૂ. શાસનસમ્રાટ શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના સમુદાયના પ્રભાવક આચાર્યશ્રી ભદ્રસેનસૂરિજી મહારાજ સાહેબની પ્રેરણાથી દર્શનવિભાગમાં ફોટો ક્રમ નં. ૮૩ ફોટો સૌજન્યનો લાભ લઈ સહયોગ આપનાર શ્રી વીરચંદ સમરથમલ મંડારવાલા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy