SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ હાજરાહજૂર શ્રી માણિભદ્રજી – મુનિ શ્રી હર્ષબોધિવિજયજી મહારાજ જીવનને યશસ્વી બનાવનારા ધર્મશ્રદ્ધા, પુરુષાર્થ, જિનભક્તિ અને ગુરુ ભગવંતોના આશીર્વાદ વગેરે પરિબળોમાં દેવકૃપા પણ કયારેક મહત્ત્વનું પરિબળ બની રહે છે. દેવકૃપાને પ્રાપ્ત કરનારા અનેક સાધકોના સાક્ષાત્ સ્વાનુભૂતિના શ્રદ્ધાભક્તિને સંવર્ધનારા પ્રેરણાદાયી પ્રસંગો કયારેક ચોક્કસ માર્ગ બતાવી આપે છે. આ લેખના લેખક મુનિ શ્રી હર્ષબોધિવિજયજી મહારાજશ્રીએ પોતાને થયેલા સ્વાનુભવનો નિચોડ અત્રે રજૂ કર્યો છે. ઉપરાંત દેવની આરાધનામાં આશાતનાઓથી બચવા માટે નક્કર સૂચનો પણ કર્યાં છે જે ધ્યાન ઉપર લેવા જેવા છે. મુનિશ્રીનો જન્મ વિક્રમ સંવત ૨૦૨૪ અષાડ સુદ ૨ અમદાવાદ પાસે હીરાપુરમાં થયો. ૨૦૪૦માં ચૈત્ર વદિ પના રોજ મહારાષ્ટ્રના સંગમનેર મુકામે દીક્ષા અંગીકાર કરેલ. ગુરુજી પૂ. પંન્યાસ વર્ધમાનતપસ્વી શ્રી વરબોધિવિજયજી મહારાજશ્રી, દાદાગુરુ ભીષ્મતપસ્વી પૂજ્ય સ્વ. મુનિપ્રવરશ્રી મણિપ્રભવિજયજી મહારાજશ્રી, પ્રદાદાગુરુ ન્યાયવિશારદ સકલસંઘ હિતચિંતક ગચ્છાધિપતિ પૂ. આ.શ્રી. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબની તાત્ત્વિક વિચારધારાઓ પૂજ્યશ્રીના સંયમજીવનમાં ઘણો મોટો ફાળો રહ્યો છે. da 809 શ્રી માણિભદ્રવીર વર્તમાનકાળે હાજરાહજૂર છે અને શ્રમણોને સવિશેષ મદદનીશ છે. વાત મારી પોતાની છે. વિક્રમ સંવત ૨૦૪૭માં મહા મહિને ઈરોડ–સેલમ (તામિલનાડુ) વચ્ચે ટ્રકથી મને ઍક્સિડન્ટ થયો ત્યારે પૂજ્યપાદ ગુરુદેવ શ્રી સકલસંઘ હિતચિંતક આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ આદિ ૩૫ જેટલા સાધુ ભગવંતો સાથે હતા. સહુએ મારી બચવાની આશા છોડી દીધી; પણ કુદરતી બચી જવાનું થયું. તાત્કાલિક સેલમ સંઘે જબ્બર સેવા કરી અને સાધુ ભગવંતો તો હતા જ. તે સમયે માથામાં ભયંકર ઘા પડેલો. લોહી બંધ થાય નહિ. ટાંકા લીધા તો પણ બે દિવસ સુધી આંખની પાંપણ અને માથાનું લોહી ટપકતું રહેવાથી ચિંતા હતી. છતાંય શ્રી વીર માણિભદ્રજીના મનઃજાપે રાહત થઈ ગઈ. બધું સારું તો થયું પણ માથામાં કાયમી દુ:ખાવાનું ઊભું જ રહ્યું. શ્રમણજીવનની સામાચારી પરમાત્માની આજ્ઞાપાલનતામાં છે, અને અમારે વર્ષમાં બે વખત કેશલુંચન (લોચ) કરવાનો હોય. પણ મારે માથાના દુઃખાવાને લીધે લોચ કરવો મુશ્કેલ બન્યો. લગભગ ૪૪ વર્ષ લોચ ન Jain Education International · સંપાદક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy