SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ 808 કૃપા કોને કહેવાય ? ચાતુર્માસ પહેલાં જ સામેથી ૨ માણસો અમોને પૂછતા આવ્યા કે મહારાજ ! વિહાર કરવો છે ? – તો અમે આવવા તૈયાર છીએ. એ બંને માણસો હિંમતનગર 1 તરફના સાવ અણજાણ છતાં અમોએ રાખ્યા અને આ પણ ઇષ્ટની જ કૃપા છે – આવો મોટો– લાંબો વિહાર, સવાર—સાંજનો વિહાર અને મહારાષ્ટ્ર – મધ્યપ્રદેશ – રાજસ્થાન – હરિયાણા – દિલ્હી થઈને હસ્તિનાપુર સુધી તે માણસો સાથે અત્યંત આનંદપૂર્વક – કોઈપણ તકલીફ, કોઈપણ તકરાર – કોઈપણ વિઘ્ન વિના આ બધા જ અણજાણ પ્રદેશોમાં અમે અત્યંત આનંદપૂર્વક વિચર્યા. જંગલોમાં, એકાંતમાં રહેવાના પ્રસંગો આવ્યા છતાં કયાંયે લેશમાત્ર પણ વિઘ્ન – ભય તપાગચ્છાધિષ્ઠાયક – સંકટ – તકલીફનું નામનિશાન નહીં. જ્યાં જ્યાં જે જે આવશ્યકતા ઊભી થઈ ત્યાં ત્યાં જાણે કે પહેલેથી જાણ હોય તે રીતે સર્વ સાધનસામગ્રી હાજર જ હોય. આવી લાંબી તપસ્યા, આવા ઉગ્ર નિરંતર વિહારો, છતાં લેશ પણ થાક નહીં. લેશપણ કંટાળો નહીં – લેશ પણ પ્રતિકૂળતા નહીં – લેશ પણ બીમારી–નબળાઈનું નામ નહીં. એવું જોતાં મનમાં એમ જ લાગે કે જાણે આપણે જમીન પર વિહાર કરતા નથી – આકાશમાં તરી રહ્યા છીએ. મારી સંસારી જન્મભૂમિમાં શ્રીસંઘની એક વિકટ સમસ્યા જે ૨૫ વર્ષથી સંઘના મનમાં ભય કરી ગઈ હતી તેનું એટલું સુંદર સમાધાન શ્રી વીરની કૃપાથી પ્રાપ્ત થયું, ત્યારે શીરપુર શ્રીસંઘમાં પ્રથમ વાર જ શ્રી માણિભદ્રવીરનું અનુષ્ઠાન હવન કરવાપૂર્વક અત્યંત ઉલ્લાસથી ઊજવવામાં આવ્યું. શ્રી વીર માણિભદ્રદાદાની પ્રત્યક્ષ સહાય – અમોને શીરપુર – નાગેશ્વર તીર્થ અને રાજસ્થાનની રાજધાની જયપુરમાં અનુભવવા મળી. સાધક–આરાધકને માટે પોતાના ઇષ્ટની અનુભૂતિઓ જેટલી આનંદકારક, આસ્વાદ્ય અને સ્મરણીય હોય છે તેટલી જ શબ્દાતીત હોય છે. ઘણીવાર ઘણી વસ્તુઓ આપણે અનુભવી શકીએ પરંતુ તેને શબ્દાંકિત કરવું મુશ્કેલ હોય છે. મેં તો મારા જીવનમાં ત્યારબાદ દિલ્હી ચાતુર્માસમાં અને દિલ્હીથી પાછા ગુજરાત સુધીના અતિ લાંબા વિહારમાં વારંવાર — ક્ષણ ક્ષણ વીર માણિભદ્ર દાદાનું સાંનિધ્ય માણ્યું છે. તેથી જ મારા મનમાં એ વાત નિશ્ચિત થઈ છે કે જ્યારે આ પડતા કલિકાલમાં શુભ દૈવી તત્ત્વો ઘણા પ્રયત્ને પણ સહાયભૂત થતા નથી તેવા આ કુંડા અવસર્પિણી કાળમાં અતિ અલ્પ પ્રયાસે પ્રસન્ન સહાયભૂત થતા દેવોમાં યક્ષેન્દ્ર માણિભદ્રદાદા શિરમોર છે. શ્રી માણિભદ્રવીરની આરાધના કરતી વેળાએ એક ખાસ ખ્યાલ રાખવો કે શ્રી માણિભદ્ર યક્ષ જાતિના દેવોનું ઇન્દ્રપણું જે પામ્યા તેમાં મુખ્ય ફાળો તીર્થાધિરાજ શ્રી શત્રુંજયનું સ્મરણ છે. આ શ્રી શત્રુંજય તીર્થાધિરાજની જ મહત્તા છે કે તેને જોનારા – ભેટનારા – સ્પર્શનારા તો પાવન થાય જ છે પરંતુ તેને ન ભેટવા છતાં તેનું માત્ર સ્મરણ કરનારા પણ પરમ પાવન અને માનવમાંથી મહાન બને છે. તેથી માણિભદ્રજીની આરાધના કરનારે પ્રથમ ખાસ શ્રી શત્રુંજય તીર્થાધિરાજનું સ્મરણજાપ કરવો જ જોઈએ. અત્યંત ભોળા અને ભક્તવત્સલ શ્રી માણિભદ્ર મહારાજા જયવંતા બનો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy