SearchBrowseAboutContactDonate
Page Preview
Page 826
Loading...
Download File
Download File
Page Text
________________ 810 કરી શકયો, તેનું દુઃખ મનને અસહ્ય રીતે કોરી ખાતું હતું. વિ. સં. ૨૦૫૧ના મહા મહિને અમો ખંભાત હતા. ત્યાં વિશા ઓસવાલના ઉપાશ્રયે અમારો મુકામ હતો. લોચના દિવસો આવ્યા. મને થયું કે હમણાં હમણાં માથાનો દુઃખાવો લગભગ રહેતો નથી, તો આ વખતે લોચ કરાવવા હિમ્મત કરું ! અને ત્યાં ખંભાતના આ ઉપાશ્રયમાં બિરાજમાન વિશિષ્ટ રૂપધારી શ્રી માણિભદ્રવીરને ધર્મલાભ પાઠવવા પૂર્વક માંગણી કરી કે, મારે લોચ કરાવવો છે. તે માટે તમો સહાય કરો અને માથામાં લેશમાત્ર દુઃખાવો ન થાય એવી ખાતરી આપો. તપાગચ્છાધિષ્ઠાયક તમોને આશ્ચર્ય થશે, પણ હકીકત જ એવી બની કે રાત્રે સ્વપ્નમાં શ્રી વીર માણિભદ્રે આવીને લોચ કરાવવા માટે પૂર્ણ સહયોગ આપવા સાથે વાતો કરતાં કહ્યું કે, હવે લોચ કાયમી સ્વરૂપે થશે. ઈજાનો દુઃખાવો નહિ થાય. અને મારો બંધ પડેલો લોચ ત્યાંથી શરૂ થયો. ઠેકઠેકાણેના માણિભદ્રજી હાજરાહજૂર છે. ભક્તોનાં ઇચ્છિતોને પૂરે છે, એવું તે તે વ્યક્તિના મુખેથી સાંભળું છું. મહારાષ્ટ્રમાં પાબલ તીર્થમાં પણ માણિભદ્રવીર જાગતા છે. ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી બાબુભાઈ મેઘજી શાહે ત્યાં જઈને માણિભદ્રજીને પૂજ્યા ને ભેટણું ધર્યું હતું. મુંબઈ–પાર્લાના એક શ્રાવક કહે છે કે, મારી પાસે કાંઈ જ ન હતું. ઝીરોમાંથી હીરો બન્યો છું. જે કાંઈ પામ્યો છું તેમાં માણિભદ્રજીનો જ પ્રભાવ છે. ખડકી (પૂના) જ્યાં હું ચાતુર્માસ હતો ત્યાંના ટ્રસ્ટી જયંતિભાઈ કહેતા કે, માણિભદ્રજી ચિંતાના સમયે હાજર થઈ (સ્વપ્નમાં આવી) દર્શન આપી, માર્ગ બતાવી જાય છે. આવા અનેક પ્રસંગો અનેક ભક્તોના જીવનમાં બને છે, તે માણિભદ્રવીરની મહત્તાને સૂચવે છે. મોક્ષમાર્ગની આરાધના કરતાં પરમાત્માના ભક્તોને સહાય કરવા સાધર્મિક ભક્તિ રૂપે વિશિષ્ટ સહાયક શક્તિને ધારણ કરતા એવા શ્રી માણિભદ્રવીર હરઘડી–હ૨૫ળ સાક્ષાત્ થઈને જિનશાસનની દીર્ઘકાળ સુધી રક્ષા કરનારા બનો એવી મંગલ કામના. આશાતના સંબંધની એક વિચારણીય વાત એક સાવધાની રાખવાની વાત છે. જે જે જિનમંદિરોમાં કે મંદિરોની બહારના ભાગમાં માણિભદ્રની મૂર્તિની સ્થાપના હોય ત્યાં ભક્તો બેસતા મહિને કે રવિવારે સુખડીનો થાળ ધરાવે છે. હવે જો થાળમાંથી નૈવેધ ધરાવ્યા બાદ બાકીની સુખડી મંદિરના દરવાજા આસપાસ વહેંચાય તો શકય છે કે નાનાં બાળકો આદિ તે લઈને ખાઈ લે અને ખાતાં ખાતાં મંદિરમાં પણ ચાલ્યાં જાય. તો જ્યાં આવી પ્રથા ચાલતી હોય ત્યાં સુખડીનો પ્રસાદ વહેંચવાનું કાર્ય જિનમંદિરમાં મુખ્ય દરવાજા બહાર થાય તો પરમાત્માની આશાતના થતી અટકી જાય. હાલમાં ઉપાશ્રયોમાં માણિભદ્રવીરની સ્થાપના થતી હોય તેવું ખાસ જોવામાં નથી આવતું. તપોવન (નવસારી)માં ઉપાશ્રયની નજીકમાં શ્રી માણિભદ્રજીનું અલગ મંદિર કરી તેમાં તેમની સ્થાપના થઈ છે. જો કે, જિનાલયોમાં તો હવે માણિભદ્રવીરની પ્રતિષ્ઠાઓ થાય છે જે એક અનુમોદનીય વાત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy