SearchBrowseAboutContactDonate
Page Preview
Page 812
Loading...
Download File
Download File
Page Text
________________ 796. તપાગચ્છાધિષ્ઠાયક નો ન્યાય પણ પુણ્યવંતાની પદ કે પંથસેવા દ્વારા જ સફળ બને છે તેવો દઢ વિશ્વાસ પૂર્વે પણ હતો, અને આજે પણ છે. દેવગુરુની કૃપાએ સફળતાનાં સોપાનોમાં એક અપૂર્વ અગ્ર કદમ ભરતાં સજોડે દેશવિરતિમાંથી સર્વવિરતિ સુધીની સંપ્રાપ્તિ થઈ, તેટલી ઉપલબ્ધિ પછી પણ આજેય શાસન રક્ષક દેવ સાથેના અગમ્ય સંબંધોનો મેળ-જોડ જો કે મર્યાદિત થયો છતાંય કુદરતની કરામતી કળાઓ અજબ-ગજબની હોય છે, તેવો અદ્ભુત અનુભવ અત્યારે પણ થયો, જેની નોંધ લઈ નિમ્નલિખિત બયાન રજૂ કરવા ન જાણે કોઈ અપૂર્વ ફુરણાઓ થતી રહી. - મગરવાડા તીર્થ હાલે જૈનો કરતાંય જૈનેતરોની સવિશેષ શ્રદ્ધાનું કારણ બન્યું છે. ગામ-પરગામના અને દેશ-વિદેશના પણ અનેક અજેનો માણિભદ્રની માનતા માની મીઠાઈઓ વગેરેનો ત્યાગ રાખે છે, અને લગભગ સૌની બાધાઓ પાર ઊતરે છે તેથી દૂર દૂરનાં ક્ષેત્રોથી આવી પોતાની શ્રદ્ધાનું સમર્પણ ત્યાગેલી વસ્તુઓની ભેટ ચઢાવી કે નૈવેદ્ય ધરી પ્રગટ કરે છે. આગલોડ સાવ શાંત ક્ષેત્ર છે; જ્યારે મગરવાડા ગુંજતું ને ગાજતું. ત્યારે તો રાત્રે બાર-બાર વાગ્યા સુધી બહેનો રાસડા-ગરબા લે છે અને પરોઢના ચાર વાગતાં જ પાછો લોકપ્રવાહ માણિભદ્રનાં દર્શન કરવા આવે છે. વિવિધ વાસીઓના આંશિક INTERVIEW થકી જાણવા મળ્યું કે તેઓ પણ પોતાની ઇચ્છાઓ-આકાંક્ષાઓ પૂર્ણ થઈ માટે પહેલી જ વાર દર્શનાર્થે પધાર્યા હતા. છેલ્લાં ત્રીસ વરસથી ત્યાંનો કારોબાર જૈન યતિ મૃગેસોમ નામના ગૃહસ્થ સંભાળી રહ્યા છે, તથા જૈન તીર્થ છતાંય જૈનેતરોનું હોય તેવું ત્યાંના વાતાવરણ કે વસવાટ થકી લાગ્યા વગર ન રહે. - દેવતાઈ ચમત્કારો થતા હતા તેનાં અનેક શાસ્ત્રીય પ્રમાણો છે જ. ઉપરાંત આજેય પણ થાય છે તેવું જાણવા-માનવા માટે મગરવાડાની મુલાકાત પર્યાપ્ત છે. જૈનો અને જૈનેતરો સાથે વાર્તાલાપ કરીને પણ મગરવાડાના માલિક માણિભદ્ર પ્રતિ શ્રદ્ધા–બહુમાનનાં સુમનોનું અર્પણ કરી શકાય છે. કડ કડડ ભૂસ, કડડાટ કરી ભડવીર ભૈરવ ચૂરતો. ધમધમ અવાજે ગાજતો, જિનભક્ત પડચા પૂરતો .... ચારિત્ર દર્શન વિન ભંજન, ધર્મરક્ષા તત્પરો .. માણિભદ્રજી કલ્યાણમાળા, સંઘને કંઠે ઠવો .... ઉપરોક્ત પંક્તિઓમાં રહેલ ઉક્તિ જ જણાવે છે કે માણિભદ્ર વીર તેને પરચો આપે છે, જે જિનેશ્વરનો ભક્ત છે, કારણ કે તે દેવેન્દ્ર સ્વયં પૂર્વભવમાં ઘણી જ નિષ્ઠાપૂર્વક જિનભક્તિમાં ઓતપ્રોત હતા, અને તેમની જીવન-જીવનીનું મુખ્ય સૂત્ર હતું ' મન: પૂત સમારેત્ '. આત્મસાક્ષીએ આદરેલો તેમનો ધર્મમાર્ગ કદાચ નિષ્ફટક બની સિદ્ધાચલ સુધી તેમને પહોંચાડી દેત, પણ હાય ! આ હુંડા અવસર્પિણીનો કપરો કાળ ન જાણે કેટલાય નિષ્ઠાવાનોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy