SearchBrowseAboutContactDonate
Page Preview
Page 813
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ નિષ્ઠાનો કોળીઓ કરી સાધના-આરાધનાઓમાં ક્ષતિઓ–કલંકો—અતિચારો અને અધૂરાશો આપવામાં ધરાર સફળ બન્યો છે. અતિ ઉત્તમ ભાવધારી જીરણ શેઠની ભાવધારા જેમ તે જ કાળે તોડી પાડી છે, તેમ તે જ કાળે માણેકશાહની મનોકામનાઓને જ કાળધર્મ પમાડવા મેલી રમત રમી લીધી છે. માણેકશાહના મનમાં ગજગજ ઊછળતી શ્રદ્ધા–ભાવનાનો અખૂટ ઝરો કહેતો કતો કે, नक्कारसमो मंतो, सत्तुंजयसमो गिरि, आइनाहसमो देवो, न भूओ न भविस्सइ । માટે જ ' બુદ્ધિ કર્માનુસારિણી'ના ન્યાયે તેઓને તે તીર્થ જ પરમ તારણહાર લાગવા લાગ્યું હતું. કર્મો હળુ પડયાં હતાં તેથી બુદ્ધિમાં તરણ-શરણ તીર્થ શ્રી શત્રુંજય અને તીર્થાધિપતિ આદિનાથ વસી ગયા. 'ગુરોર્વધન પ્રમાળમ્' કરી તેઓએ તે તીર્થની સ્પર્શના સાવ એકલા રહી કરવા ઇચ્છી. 797 एगो वच्चइ जीवो, एगो देदुववज्जइ । एगस्स होइ मरणं, एगो सिज्झइ नीरओ || પણ કાળના ઝપાટામાં આવી ડાકુઓના પ્રહારોથી પ્રાણ ખોયા ને તીર્થયાત્રાની મનોઝંખના મનમાં જ રહી ગઈ; છતાંય સદ્ભાવનાના સંગાથે ૬૪ ઇન્દ્રો પૈકીના ૧ ઇન્દ્રપણું પામી ગયા, જેમની શક્તિઓ પૃથ્વીલોકના ચક્રવર્તીથી પણ સવિશેષ હોય તે સ્વાભાવિક છે. તેઓએ પ્રાયે પોતાની શક્તિનો પૂરતો પરિચય પ્રાપ્ત કરાવ્યો જ નથી અથવા હજુ પરમાર્થની પરાકાષ્ઠાવાળી શાસનસેવાની તાતી જરૂરિયાત તેમના સુધી પહોંચાડનાર તકો જ લાધી નથી; માટે સાવ છિલ્લર ને છીછરી માંગણીઓની માનતા પુરાતાં ચમત્કારોમાં ખતવી દઈ કદાચ માણિભદ્રની દેવતાઈ શક્તિઓનું અવમૂલ્યન જ કરાઈ રહ્યું છે, કારણ કે તેવી નાની-નજીવી ઘટનાઓની પૂર્તિ તો તેમના આશ્રિત અન્ય દેવો રમતરમતમાં પૂરે તેવા સમર્થ છે; જ્યારે બહોળોઁ વર્ગ ઉચ્ચ સ્થાને બિરાજિત ચક્રવર્તી પાસે ઝાડુ માંગી વરદાન ફેડી નાખવાની ભૂલો કરે છે, તેવું જણાય છે. ચોક્કસ કોઈ સંકલ્પશાળી શુદ્ધાત્માએ યક્ષેન્દ્રને શાસનસેવાના પરમાર્થી કાર્યમાં યોજવા ને શાસનનાં વિઘ્નો દૂર કરી અપૂર્વ શાસન-પ્રભાવનાનો પુણ્ય-પ્રકાશ પાથરી દેવામાં ઉપયોગી કરવા જોઈએ, ન કે સ્વાર્થના સંકુચિત ઘેરાબંધનોમાં. જરૂર તેમની દેવતાઈ શક્તિ તે નિષ્ઠાવાનને ખૂટતું બળ પૂરું પાડી ચમત્કારોની હારમાળા સર્જી દે તો આશ્ચર્ય નહિ. કદાચ પ્રશ્નો ઊઠે કે શું દેવતાઓ ગંધાતી પૃથ્વીને પાવન કરી શકે ? સ્વાર્થ સાધવામાં ઉપયોગી થઈ શકે ? આવા કલિકાળમાં પણ પ્રત્યક્ષ થઈ શકે ? ભલભલાનાં ભેજાંબાજ ભેજાંઓને પણ આશ્ચર્યમાં નાખી અદ્ભુત શાસનસેવા કરી શકે ?, તો આવા અનેક પ્રશ્નોના એકમાત્ર સમાધાનમાં જણાવી શકાય કે શાસ્ત્રોમાં દેવતાઈ અવતરણોની અનેક માહિતીઓ ધરબાયેલી પડી છે. અતીતથી લઈ આજ સુધી આવી ચમત્કારી જણાતી અનેક ઘટનાઓના સાક્ષી પાઠો જૈન–અજૈન શાસ્ત્રોમાં જોવા મળે છે. આ ગ્રંથના માધ્યમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy