SearchBrowseAboutContactDonate
Page Preview
Page 811
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 795 અને ભક્તિ-શ્રદ્ધાના અતિરેકથી નવ અંગે કરવા લાગ્યો. લોકોએ ફક્ત મસ્તકે જ કરવાનું વિધાન સમજાવ્યું પણ તે મિત્રને તો મારા કરતાંય માણિભદ્રની શ્રદ્ધા સવિશેષ હોવાથી એકાંગી પૂજાને બદલે અતિભક્તિના જોશમાં નવાંગી કરતો રહ્યો. આ પછી તો અનેક વાર જાત્રા વગેરે ધાર્મિક કે પરીક્ષા વગેરે વ્યાવહારિક પ્રસંગે હું પણ માણિભદ્રની માનતા માનતો થઈ ગયો. ઉપરાંત પરમાત્મભક્તિનું ઘેલું પણ એવું લાગ્યું કે ત્રિકાળ પૂજાઓ કરવા લાગ્યો. સાંજે પરમાત્મા મહાવીરની આરતી ઉતારી છેલ્લે માણિભદ્રની આરતી પણ રાગ-રાગિણી સાથે ઉતારવાનો ક્રમ નિત્યક્રમ બની ગયો. તે જ પ્રમાણે SCHOOL LIFE ની પૂર્ણાહુતિ પછી MEDICAL LINEમાં TRAINING લેવા જવાનું થતું ત્યારે ગીત-સંગીતાદિ વિધાર્જન કરવામાં સફળતા માટે પણ નવી નવી બાધાઓ રાખી વસ્તુઓનો ત્યાગ કરવાનો અખતરો સફળ સાબિત થતાં તથા વિધ-વિધ ક્ષેત્રોમાં મનધાય કામો પાર ઊતરતાં માણિભદ્રજી મનમાં વસી ગયા. લાભો થયા તેમ લોભ વધ્યો ને તેમાંય શ્રી શામજીભાઈ શેઠ તો રમૂજ કરી કહેતા કે " મારા મોટા શેઠ તો દહેરીવાળા દાદા માણિભદ્ર છે; બસ કોઈ EMERGENCY આવે ત્યારે તેમનો દરવાજો ખટખટાવવાનો, બસ કામ થઈ જશે. " - વાણીમાં વિશ્વાસનું વજન અને રમૂજનો રણકાર હતા, તે મને બહુ ગમી ગયા ને શેઠના શેઠ પ્રતિ મારું બહુમાન વધતાં શેઠ શામજીભાઈને હું બહુ ગમી ગયો. ઉંમરનું આંતરું પિતા-પુત્ર જેટલું પણ તે વિષમ અંતર માણિભદ્રના માધ્યમે મૈત્રીના મહોરામાં ભેરાઈ ગયું. તે પછી તો ઝરિયાવાસી તે શ્રેષ્ઠી સાથે અનેક તીર્થોની જાત્રાઓ અનેક વાર કરી, અને તેમની અખૂટ શ્રદ્ધાના કારણે કે કુદરતી અનેક નાના-મોટા ચમત્કારો સાક્ષાત્ થવા લાગ્યા, આવેલાં વિદ્ગો ફક્ત માણિભદ્રના સ્મરણથી હરણ થવા લાગ્યાં ને પ્રતિકૂળતાઓ અનુકૂળતામાં ફેરવાઈ જવા લાગી. જાણે માણિભદ્ર મિત્ર બની ગયા. આ પછી COLLEGE LIFE માં વૈરાગ્ય વધવા લાગ્યો ત્યારે જ ઝરિયા નગર છોડી મુંબઈ–મદ્રાસ તથા બેંગ્લોર તરફ વ્યાવસાયિક સ્થાપનાદિ પ્રયોજનથી જવાનું થયું, છતાંય મનથી માણિભદ્ર ન હટયા. સર્વત્ર પ્રભુપૂજા પછી તેમની મૂર્તિઓ હોય તો પૂજા કરતો, માનતાઓ રાખતો અને વ્યવસાયમાં પણ વિકાસ પામ્યો. તેથીય વધારે આશ્ચર્યો ત્યારે થવા લાગ્યાં જ્યારે SAFARI BRAND | SUIT CASE CO. HL MANAGER-AUDITH YWU 4È yola મળી ત્યારે ALL OVER INDIAની TOURS દર ત્રણ-ચાર માસમાં ઝડપી સાધનોથી થતી. તેમાંય પાંચેક વર્ષમાં અનેક વાર વિવિધ પ્રાંતોની મુખ્ય OFFICEમાં મુલાકાત વખતે ન ઉકેલી શકાય તેવી અટપટી આંટીઘૂંટીઓ વચ્ચે પણ AUDITમાં સાહજિક સફળતાઓ મળવા લાગી. કયારેક ક્યારેક તો પૂર્વસંકેતો પણ થવા લાગ્યા ને તેના આકારો સાવ સાકાર પણ થતા, તેથી લોક અને ઓઘસંજ્ઞાના પ્રવાહમાં હું પણ અનાયાસ આકર્ષાતો જ રહ્યો હતો. " પુષ્યને ઢીને પુરુષો ને માતિ " – પુણ્ય વગરનો પુરુષ શોભતો નથી તેવી લોકજગતની રીતિનીતિની પ્રીતિમાં ઓછો વિશ્વાસ હતો છતાંય પુરુષાર્થના બળે પણ ઉત્તમ ઉત્પન થતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy