SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ 794 તપાગચ્છાધિષ્ઠાયક નવનીત એ જ પ્રાપ્ત થાય કે પ્રતિમા–પૂજાનું ખંડન કરનાર પણ મંડનની રીતિ-નીતિને અપનાવીને જ સર્વતોમુખી પ્રગતિ સાધી શકે છે. કારણ કે જિનભક્તિ તે તો મુક્તિની દૂતી છે. માટે જ 'જિનસારિખી જિનપડિમા' માટે કહેવાણું છે કે... ' વિષમકાલ જિનબિંબ જિનાગમ, ભવિયણ કું આધારા.' રખે કોઈ માને કે આ ગ્રંથ દ્વારા દેવ-દેવીઓનું ગૌરવ વધારી સુદેવ તેવા તીર્થકર પરમાત્માઓની ગૌરવગાથાને ગૌણ કરી ગુણવાનોની ગરિમા ગાવાનો જ પ્રયાસ કર્યો છે. પણ સત્ય એમ સમજવું કે સર્વશ્રેષ્ઠ જિનેશ્વર-શાસનમાં કેવા કેવા પુણ્યાનુબંધી પુણ્યશાળીઓ પેદા થઈ શાસનને શોભાવે છે અને શાસનસેવા કરી તે જ શાસનને શોભાવવામાં પોતાનું પુણ્ય યોગદાન પ્રદાન કરે છે, તેનું જ પ્રસ્તુતીકરણ છે.. સંપૂર્ણ ગ્રંથને અવલોક્યા પછી એવું લાગ્યા વગર નહિ રહે કે." ઢાને તપસ શૌર્વે , विज्ञाने विजये नये । विस्मयो नैव कर्तव्यो, बहुरत्ना वसुंधरा । " । વીર માણિભદ્ર દેવ સાથે બાળપણથી કોઈ અગમ સંબંધ રહ્યો હતો તે બધીય વિગતોનું બયાન પણ મુશ્કેલ છે, છતાંય શાસનદેવની શ્રદ્ધા–બહુમાન રાખતા જીવાત્માઓને જરૂર અવનવું મળી રહેશે, તેવા શુભ ઉદ્દેશ્યો સાથે સંક્ષેપમાં ભૂતકાળના ભવ્ય દિવસો સ્મરણમાં લઈ વર્તમાનની વાટ સુધી આવી જવા જણાવવું જરૂરી છે કે .... આત્માનુભૂતિનાં અજવાળાં ઘણી જ નાદાન વય હતી ત્યારે શ્રી સમેતશિખરજી તીર્થ સમીપના ઝરિયા નગરના દહેરાસરમાં રમત-ગમ્મત કરવા ને ધમાચકડી મચાવવા જવાનું થતું હતું. તે જ દહેરા સાથે સંકળાયેલી હતી ચમત્કારિક માણિભદ્રજીની દહેરી. સાંસારિકાવસ્થામાં ને કિશોર વય પૂર્વે ધર્મ સાથે ધાર્મિક અનુબંધો ન હતા, તેથી પુણ્યશાળી માણિભદ્રને ઓળખવા કદાચ દરકાર પણ ન હતી. પણ એક વખત તે જ નગરના નિવાસી કંદોઈ શ્રેષ્ઠી શ્રી શામજીભાઈ કેશવજી શેઠે શિખરજીની જાત્રા માટે આયોજન ગોઠવ્યું, જેના પ્રવાસી તરીકે જવાનો મોકો મળ્યો. જાત્રામાં પ્રસ્થાન પૂર્વે માણિભદ્રની મૂર્તિ સામે શ્રીફળ ધરી કંઈક વિધિ-માનતાઓ કરવામાં આવી, અને તે દશ્ય નિહાળ્યા પછી લોકપ્રવાહમાં તે મૂર્તિને હું પણ નમી ગયો. શ્રેષ્ઠીએ મારી નમન-અદા જોઈ અને તે પછી જાત્રામાં બસ ખોટવાઈ જવાના કે વસ્તુઓ ખોવાઈ જવાના નાના પ્રસંગો બન્યા ત્યારે શ્રી શામજીભાઈએ શ્રદ્ધાપૂર્વક તે જ માણિભદ્રને સ્પષ્ટ ઉચ્ચારણ સાથે યાદ કર્યા કે છૂટાંછવાયાં વિપ્નો ઉપશમી ગયાં. બસ પછી તો ' જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર'ના ન્યાયે હું પણ મૂર્તિમાં શ્રદ્ધાવાળો થઈ મસ્તકે તિલક કરી પૂજા કરતો થઈ ગયો. તેમાંય મારા સ્થાનકવાસી મિત્રને પ્રભુપૂજાનો રંગ લાગ્યો, અને વિધિ વગેરે બરોબર નહોતી આવડતી તેથી તે મિત્ર, અશોક એલ. ઉદાણી પ્રભુપૂજા ઘણી જ તન્મયતાથી કરી છેલ્લે માણિભદ્રની પૂજા પણ ભૂલથી, ઉમંગથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy