SearchBrowseAboutContactDonate
Page Preview
Page 809
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 793 પ્રકાશન પણ અથક પુરુષાર્થના પુણ્યફળ જેવું છે, જે બાબતની સાક્ષી આ પૂર્વેના પ્રકાશિત ગ્રંથોના વિહંગાવલોકન માત્રથી સંપ્રાપ્ત થઈ શકે તેમ છે. એક ગૃહસ્થ પણ અનેક પ્રકારી જંજાળો વચ્ચે ધન-પુરુષાર્થને ગૌણ કરી ધર્મ-પુરુષાર્થ આદરી શકે તેનો જ્વલંત નમૂનો એટલે " શ્રી અરિહંત પ્રકાશન " ભાવનગરના ભાગ્યશાળી તરફથી સમાજને સાંપડી રહેલ "યક્ષેન્દ્ર શ્રી માણિભદ્રવીર "નો મહામૂલો ગ્રંથ. જો કે આ ગ્રંથના ભગીરથ સંકલનમાં સમાવેશ કરેલ વિગતો અને માહિતીઓ મહદ્ અંશે તપાગચ્છીય શાસનદેવનું માહાસ્ય વધારે તેવી છે, છતાંય ગ્રંથની ખૂબી એ છે કે તેના સર્જનના મુખ્ય પ્રણેતાએ સંપ્રદાયની સંકુચિતતાને સ્થાન-માન ન આપી સૌ સારા લેખક-ચિંતકોને સન્માન આપવા એક અપૂર્વ પ્રયાસ આદર્યો છે. લગભગ બે વરસથી પણ કંઈક વધુ સમયગાળાની સાહિત્યિક સફરે સંચરતા આ ગ્રંથને સંપાદિત કરવામાં વિવિધ સ્થાનોના ફોટાઓ, વિવિધ વિભાગોમાં વિદ્વાનોના વિવિધતા ભરેલા લેખો તથા વિધવિધ વિધાનો દ્વારા પુણ્યપુરુષ માણેકશાહ શેઠના જીવન-કવનનો પરિચય અનેક પાસાંઓથી કરાવવામાં ઉઠાવેલ મહેનત દાદ માંગી લે તેવી છે. ગ્રંથમાં શું શું છે, કયાં છે, કેટલું છે, કેવું છે તે બધું તો સાહિત્યકાર સ્વયં પોતાના પુરોવચનના લેખમાં પ્રસ્તુત કરે છે, પણ તે ઉપરાંત સારભૂત તત્ત્વ હોય તો તે એ છે કે તેઓએ દરેક સર્જનની જેમ આ ગ્રંથને પણ પોતાની ઢબથી રચવામાં" ઝાઝા હાથ રળિયામણા "ના ન્યાયને જ પ્રધાનતા બક્ષી છે, જે કારણે તેઓ પોતે જાતજાતનાં ને ભાતભાતનાં ફૂલો ભેગાં કરી ફક્ત માળીની અદાથી પુષ્પોને ગૂંથી લઈ સાહિત્યની એક વધુ માળા સમાજને સમર્પિત કરી શાસનસેવાની હારમાળામાં એક અપૂર્વ ઉમેરો કરી રહ્યા છે. નાદુરસ્ત શારીરિક સ્થિતિમાં પણ તંદુરસ્ત માનસિક પરિસ્થિતિની સમતુલા રાખી અનેક VARIETIES પૈકી આગવી NOVELTY જેવું આ સર્જન સ્વયં કંઈક કહેવા માંગે છે, જે માટે સચોટ સમયનો સ 1 લખાણના ઊંડાણ સુધી આરામથી પહોંચી શકાશે. આ ગ્રંથની વિશેષતા એ પણ છે કે તેના માધ્યમે જૈન ધાર્મિક તીર્થ, મહામંત્ર, ચમત્કારો, મંત્રશક્તિઓ, ચિત્રપરિચયો તથા રંગબેરંગી સાહિત્યિક કળાકૃતિઓ ઉપર પણ યથાશક્ય પ્રકાશ પાથરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. ભસ્મગ્રહના ઉતરાણ પછી જિનશાસનની જાહોજલાલીમાં ફરી ચઢાણની વાતો સાંભળીએ છીએ જ, પણ તે બધાયના પાછળ કોઈક છૂપું પણ શાસનરક્ષક બળ સહાયક બની પોતાનો પુણ્યભાગ ભજવી રહ્યું હોય તેમ આ ગ્રંથને સાધત વાંચ્યા-વિચાર્યા વગર સમજવું મુશ્કેલ છે, માટે પણ શાસનસેવા'ના પરમાર્થ પ્રેમી પુંગવ પુરુષ માણેકશાહનું હાલનું દેવતાઈ જીવન જાણવા-માણવા જેવું લાગ્યા વગર નહિ રહે. તેમની જીવનધારાના પ્રવાહમાંથી સારભૂત તત્ત્વનું જો દોહન કરવામાં આવે તો તત્ત્વનું જરૂરી ૨૦૦, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy