SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 18) વિહારને ત્રણ દિવસ જ બાકી રહ્યા. મારી પાસે કોઈ સહાયક ન હતો. સિવાય શ્રી માણિભદ્રજી. રાત્રે ૧૨-૪૩મિનિટે મેં અધિષ્ઠાયક શ્રી માણિભદ્રજીનો મંત્ર-જાપ શરૂ કર્યો. એક માળા ૯-૧૦ મિનિટની છે. મારી એક જ ભાવના હતી કે પૂજ્યપાદશ્રીની સાથે બાળ મુનિરાજો, વયોવૃદ્ધ મુનિરાજો અને મુમુક્ષુ યુવકો પણ હોય માટે તેઓનો વિહાર સુખશાંતિ પૂર્વક થાય. અને ધસઈના ઘાટને બદલે ખંડાળાનો ઘાટ ચડી પૂના પધારે. અને મારી ભાવના સફળ થઈ. બીજા જ દિવસે વિહારક્રમ ખંડાળા ઘાટ નક્કી થયો. ગામેગામ કાર્યક્રમ જણાવવા એક ભાગ્યશાળી કાર સાથે રવાના થયા. બપોરે ૩ વાગે તલેગામમાં નક્કી કરેલ દિવસ જણાવ્યો. મને પણ લાગ્યું કે જાગૃત અધિષ્ઠાયક દેવ કહેવાય છે તે બરાબર જ છે. અને પૂજ્યપાદશ્રી ખંડાળા ઘાટ થઈ પૂના પધાર્યા. સંવત ૨૦૩ર ચેત્ર માસ ધસઈનો ઘાટ ન ચડવાનું કારણ કે સંવત ૨૦૨૧માં મારા પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા. સાથે મુરબાડથી સંગમનેર ધસઈનો ઘાટ ચડીને ગયા તે વખતે મારી ૪૧ વર્ષની ઉમર.. શ્રી સ્થૂલભદ્ર વિ.મ. ૩૧ વર્ષની ઉંમર જ; એટલે પૂરતી યુવાન વય, સશક્ત દેહ છતાં ઘાટ ચડતાં આંખે પાણી આવી ગયાં. છેક ઉપર ચઢી ગયા પછી લાગ્યું કે હાશ! બચી ગયા. તે જ વરસમાં સ્વ. પૂ.પં. ચરણ વિ.મ.સા. મચર જુન્નરથી મુંબઈ પધાર્યા. ભાંડપમાં હું મળ્યો. મેં પૂછયું, સાહેબ! કયા રસ્તેથી પધાર્યા? મને કહે ભાઈ! ધસઈનો ઘાટ ઊતરીને. મેં મારી ભાવનામાં કહ્યું, સાહેબ ! ભલા જીવતા આવ્યા ! તેઓશ્રીએ કહ્યું કે અમે ત્રણેય સાધુ ડોલીમાં હતા છતાં કેટલો ત્રાસ થયો એ અમે જ જાણીએ. તમારા શાસનપ્રભાવના કાર્યમાં શુભેચ્છા. -લિ. નયભદ્ર વિ. ના. ધર્મલાભ રાધનપુરમાં દાદાનો ચમત્કાર સંવત ૨૦૪૯માં રાધનપુરથી પાલીતાણા શ્રીસંઘ છરી પાળતો પદયાત્રાથી શ્રી નવીનભાઈ ગાંધી પરિવાર તરફથી નીકળવાનો હતો. તે વખતે તોફાની વાતાવારણ ઘણું જ ખરાબ હતું એટલે સંઘે આચાર્યદેવ શ્રી કલ્યાણસાગરસૂરિજી મહારાજ તેમ જ સંઘપતિને વિનંતિ કરી કે આ સંઘ અત્યારે મુલત્વી રાખી આગળ ઉપર વિચારો. જ્યારે આચાર્યદેવશ્રીએ શ્રી દાદાની સન્મુખ સાધના કરી, તેમને ચમત્કાર થયો અને આભાસ થયો કે સંઘ સુખરૂપે નિર્વિધ્ધ પાલીતાણા પહોંચશે. એટલે સંઘ શુભ મુહૂર્ત નીકળી તોફાની વાતાવરણમાં ક્ષેમકુશળથી પાલીતાણાજી પહોંચી ગયો જે એક ચમત્કાર છે. શ્રદ્ધાબળ વધ્યું મુંબઈ–પાયધુની ઉપર શ્રી નેમિનાથ મહારાજ જૈન દેરાસર ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી સુબોધભાઈ બી. ઝવેરી જણાવે છે કે – કળિયુગમાં અધિષ્ઠાયક દેવ શ્રી માણિભદ્રજી દાદાનો પ્રત્યક્ષ પ્રભાવ મેં પોતે મારી જાતે નજરોનજર અમારા સંઘના દેરાસરમાં જ જોયેલો છે. સંઘના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy