SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ 788 તપાગચ્છાધિષ્ઠાયક લાગ્યા. હાથી સહિત શ્રી માણિભદ્રવીરે પૂ.આ.ભ.ને પ્રદક્ષિણા આપી. શ્રી માણિભદ્રની સ્થૂળ શરીરવાળા એક ભાઈ સેવા કરી રહ્યા હતા.... આ દશ્ય જોઈને પૂ.આ.ભ. જાગી ઊઠયા. આ રીતે ઘોડેસ્વારની જેમ હાથીના હોદ્દે બેઠેલા સન્મુખ આવતા માણિભદ્રની મૂર્તિ ક્યાં? તેનો વિચાર કરવા લાગ્યા...તેઓશ્રીને જિનદર્શનનો ભારે ભાવ હોવાથી વિહારમાં પણ આજુબાજુના પરિસરમાં કે વિહારમાર્ગથી ૫-૧૦ કિ.મી. અંદરના ગામમાં પણ જિનમંદિર હોય તો ચૈત્યને જુહારવાનું ચૂકતા નહિ. ઉપરોક્ત શ્રી માણિભદ્રજીના સ્વપ્નદર્શન બાદ જે પણ જિનમંદિરમાં દર્શનાર્થે જતા ત્યાં માણિભદ્ર અંગે પૃચ્છા કરતા. ઘણા ગામમાં ઘણી જગ્યાએ માણિભદ્રની મૂર્તિ જોવામાં આવી પણ હજુ સ્વપ્નમાં જોયેલ માણિભદ્ર જેવી મૂર્તિ ક્યાંય જોવામાં ન આવી. વિહાર કરતાં કરતાં અમદાવાદથી સુરત આવવાનું થયું. સુરતથી કિ.મી. અંતરે રાંદેર ગામમાં જિનમંદિરને જુહારવા પધાર્યા. ત્યાં પૂછપરછ કરતાં માણિભદ્રજી હોવાની જાણકારી મળી. તુરન્ત તે સ્થાને પહોંચ્યા અને માણિભદ્રજીને જોતાં જ તેઓ અત્યંત ખુશ થઈ ગયા. દિવસોથી જે પદ્ધતિના માણિભદ્રજીની મૂર્તિની ખોજ કરી રહ્યા હતા તે મૂર્તિનાં દર્શન થયાં અને મુખમાંથી શબ્દો સરી પડ્યા 'હા... હા...... આ જ મૂર્તિ... આ એ જ માણિભદ્રજી જે મેં સ્વપ્નમાં જોયા હતા.' ભાવવિભોર બનેલા આ ભગવંતે ધર્મલાભ આપ્યા.. બોલી ઊઠ્યા આપ માંગ્યા તે પાસા ઢળ્યા, સુર સમકિતવંત ઠયા. આજ સફળ દિન મુજ તણો. ' મહોપાધ્યાય યશોવિજય મ.સા.ના સ્તવનની આ પંક્તિ યથાર્ય થયેલી જણાઈ. શ્રી માણિભદ્રજીની આ મૂર્તિ આજે સુરતના જૈનોનું આકર્ષણનું કેન્દ્ર બનેલી છે. દર ગુરુવારે સેંકડો ભાવકો ત્યાં જાય છે અને ' જય જિનેન્દ્ર- પ્રણામ ' બોલવા દ્વારા તપાગચ્છાધિષ્ઠાયક શાસન દેવ શ્રી માણિભદ્રજીનું શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે. પૂ. મુનિશ્રી નવભદ્રવિજયજી મહારાજ એક નોંધમાં લખે છે કે – સત્ય હકીકત... આને પરચો ગણો.. પ્રભાવ ગણો.. કે ચમત્કાર કહો.. વાત છે સંવત ૨૦૩રના ચૈત્ર માસની.. સ્વ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજનો વિહાર મુરબાડથી પૂના નક્કી થયો. તે વખતે હું તલેગામ (દાડે) હતો... પૂજ્યપાદશ્રીનો વિહાર કાર્યક્રમ... ધસઇનો ઘાટ ચડી... જુન્નર મચર થઈ પૂનાનો હતો... રોજેરોજનો મુકામ નક્કી થયા મુજબ જે–તે ગામમાં જણાવવા એક ભાગ્યશાળી રવાના થયા.. મને પણ સમાચાર પૂનાથી મળ્યા... મને વિચાર થયો છે. ધસઈનો ઘાટ ચડવો અતિ મુશકેલ છે. તેથી... ખંડાળા ઘાટ ચડવો અને પૂના જવું.... આ માટે પૂજ્યપાદશ્રીને સમાચાર જણાવવા કોઈ શ્રાવકને મુરબાડ મોકલવો જેથી સાહેબજી સમજાવી ફેરફાર કરી શકે. તલેગાંવના ૪-૫ શ્રાવકોને વાત કરી પણ કોઈ તૈયાર ન થયા.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy