SearchBrowseAboutContactDonate
Page Preview
Page 806
Loading...
Download File
Download File
Page Text
________________ 790 તપાગચ્છાધિષ્ઠાયક દેરાસરના ભોંયતળિયે શ્રી માણિભદ્રવીરનો અતિ પ્રભાવશાળી ગોખલો છે. ૧૯૯૪માં એક ગુરુવારે શ્રદ્ધાળુ શ્રાવકો ૫ થી ૭ ળિયેરનું તોરણ બંધાવે. તે સાંજના લગભગ ૪ થી પ વાગ્યાના સમયે દર્શન કરવા હું ગયો ત્યારે બે નાળિયેર બરોબર ત્રિશુળ આકારે એક સરખા એંગલમાં ફૂટ્યા અને અંદરથી દૂધનો પ્રક્ષાલ થયો. તે જ વખતે અંત:કરણની શ્રદ્ધાથી દાદાને વંદન-પ્રણામ કર્યા. આ નિશાની ઉચ્ચ અને સારી સંકેત ઘણા ઊજળા છે તેવો ભાસ થયો. વર્ષોથી દેરાસરનું જીર્ણોદ્ધારનું કામ પાછું ઠેલાતું હતું. તે i વિદન વિના આ કામ સરળતાથી પતી જશે એવી એક શ્રદ્ધા મનમાં દઢ બની ગઈ. વિવિધ સ્થળોએ દાદાના પરચા ભાવનગર પાસે વ ાજમાં ભવ્ય અને સુંદર જિનાલય છે; જ્યાં માણિભદ્રદાદાએ રાતના સમયે ૧૯૯૭ જાન્યુઆરી માસમાં પડછો આપ્યાનો અણસાર અને કેટલીક વાતો જિનાલયના પૂજારી પાસેથી જાણવા મળે છે. પાલીતાણાનિવાસી અને હાલ વિરારમાં રહેતા પ્રતાપરાય એમ. શેઠ અને તેના પિતાશ્રીને દાદા ઉપર અનન્ય શ્રદ્ધા હતી. પ્રસંગોપાત્ત જીવનમાં જે જે તાણાવાણામાંથી પસાર થયા, તેમાં સ્વપ્નસંકેત દ્વારા દાદાએ હમેશા કૃપા વરસાવી છે એવી દઢ શ્રદ્ધા સાથે તેમના અનુભૂતિ-પ્રસંગો સાંભળવા જેવા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આદરિયાણા ગામ જે પૂ.આ. શ્રી નિત્યોદયસાગરસૂરિજી મ.સા.ની જન્મભૂમિ છે. આ ગામમાં પણ માણિભદ્રજીના અતિ પ્રાચીન પહેલાના ગોરજી મહારાજશ્રીની સાધેલી મૂર્તિનાં દર્શન થાય છે, જ્યાં સાધના કરનારને ચમત્કારિક અનુભૂતિ થતી હોવાનું કહેવાય છે. ભરૂચ જિલ્લામાં આવેલું આમોદ જ્યાં શ્રી જૈન શ્વેતામ્બર દેરાસર પંચના દેરાસરના નામે ઓળખાય છે. ત્યાં બિરાજમાન માણિભદ્રજી મૂર્તિ ઘણાં જ પ્રાચીન અને પ્રભાવક છે. આરસના પથ્થરમાં ઉપસાવેલી છે. પહેલા ગોરજી મહારાજના નામે ઓળખાતા ઉપાશ્રયમાં બિરાજમાન હતા. તે ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર કરાવતાં ત્યાંથી સં. ૨૦૩૩ માં નજીકના ઉપરના દેરાસરમાં મુખ્ય પ્રવેશદ્વારના ઓટલા ઉપર ઓરડીમાં આરસના મોખમાં બિરાજમાન કર્યા છે. પ્રભાવક છે અને હાજરાહજૂર છે. આ ઘટના ત્યાંના ટ્રસ્ટીઓ જણાવે છે. રાધનપુર શંખેશ્વર મહાતીર્થની બાજુમાં રાધનપુર નગરી પચીસથી વધુ શિખરબંધી જિનાલયોથી શોભાયમાન છે. ત્યાં પાંજરાપોળ શેરીમાં આવેલ માણિભદ્રદાદાનું સ્થાનકમૂર્તિ ૪૧૮ વર્ષ પહેલાંની અતિ પ્રાચીન છે. સાગરગચ્છના ઉપ્રાશ્રય પાસ છે. શ્રદ્ધાવતો આ જગ્યામાં દાદાને દર્શનાર્થે નિયમિત રીતે આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy