________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
765
માણિભદ્રજી વીર અને જોગણીઓના સ્વામી છે. અને ક્યાંક શ્રી માણિભદ્રજીની પ્રતિમામાં પણ એવાં દશ્યો જોવા મળે છે, કે કાલા ભૈરવ, ગોરા ભૈરવ માણિભદ્રજીની સેવા કરી રહ્યા છે. શ્રી માણિભદ્રજીનું સુપ્રસિદ્ધ સ્થાન આગલોડમાં મૂળભૂત સ્થાનમાં પણ જોવા મળે છે કે માણિભદ્રજીનું પિંડ (ધડ) એક તરફ બિરાજમાન છે અને ભૈરવજી એની રક્ષા હેતુ તહેનાત છે. એટલે 'વીર'ની પોસ્ટ 'ભૈરવ'ની પોસ્ટ શ્રી માણિભદ્રજીના હાથ નીચેની પોસ્ટ છે. માણિભદ્રજી એ મહારાજા જેવા છે. વીર અને ભૈરવ એમના ચોકીદાર સમાન છે. મહારાજાને ચોકીદાર તરીકે સંબોધવા એ જેમ મૂર્ખતા છે એ જ રીતે માણિભદ્રજીને વીર તરીકે સંબોધવા એ પણ નરી મૂઢતા છે. ટૂંકમાં માણિભદ્રજી યક્ષરાજ છે. એમને વીર તરીકે સંબોધાય નહિ, બોલાય નહિ, લખાય નહિ ને નવાજાય નહિ ! આવા વૈભવશાળી માણિભદ્રજીનું જો અવતરણ થાય ત્યારે ભારે રૂઆબથી થાય, ધરતી ધમધમી જાય. વાતાવરણમાં ખુશનુમા ફેલાય અને રંગ-ઢંગ બદલાઈ જાય... પ્રાઈમ મિનિસ્ટરના હોદ્દા પર રહેલી વ્યક્તિ ગમે ત્યાં જાય ત્યારે કેવી રૂઆબભરી અદા ને છટા હોય એની ! શું એ વ્યક્તિ હાથ હલાવતી એકલ-દુકલ કયાંય પહોંચે ખરી ? આવા માણિભદ્રજી શું સામાન્ય એકલ-દુકલ અને સાધારણ મનુષ્યના શરીરમાં અવતરી ધૂણે ખરા ? ના...... નહિ જ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org