________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
750.
' તપાગચ્છની તવારિખમાં એક તેજસ્વી પ્રકરણ : 'વિમલશાખા અને માણિભદ્રજી
–પૂ.આ. શ્રી. પ્રદ્યુમ્નવિમલસૂરીશ્વરજી મહારાજ
સોળમી સદીમાં થયેલા વિમલશાખાના પ્રભાવક સૂરિવર્યોના તપ ત્યાગ અને તિતિક્ષાના ત્રિવેણી સંગમથી અને માણેકશાહના પ્રબળ પુણ્યયોગે યક્ષેન્દ્ર શ્રી માણિભદ્રજીનું અદ્ભુત પ્રાગટય થયું ત્યાર પછી ઉત્તરોત્તર જિનશાસનનો વિકાસક્રમ બળવત્તર બનતો રહ્યો; શાસનનાં વિરાટ આયોજનો નિર્વિને સુસંપન્ન થતાં રહ્યાં. આ સંદર્ભમાં ઘડીભર મનને મનાવવું જ પડશે કે કોઈ અદશ્ય શક્તિ પ્રસંગોપાત્ત સહાયક બળ આપતી રહી છે. .
વર્તમાન સમાજજીવન ઉપર જે રીતે દૂષિત હવાએ ઝેરી ભરડો લીધો છે એવા આ વિષમ કાળમાં પણ શ્રદ્ધાવાનોને દાદાએ પરચો આપ્યાની વાતો પ્રસંગોપાત્ત વારંવાર સાંભળવા મળે છે. સ્વાનુભૂતિના હૃદયસ્પર્શી પ્રસંગો આ લેખના લેખક પૂ. આચાર્યશ્રી પાસેથી પણ જાણવા-માણવા મળશે.
શ્રી માણિભદ્રજીના વધતા જતા પ્રભાવને અનુલક્ષીને પૂ. આચાર્યશ્રી પ્રધુમ્નવિમલસૂરિજી મહારાજને છેલ્લા ઘણા સમયથી કોઈ ગૂઢ સંકેતો મળતા રહ્યાની પ્રતીતિરૂપે તેમના જ સીધા પ્રેરણા–માર્ગદર્શન નીચે પવિત્ર સિદ્ધગિરિની તળેટીમાં જ જંબુદ્વીપ જવાના રસ્તાના કૉર્નર ઉપર દાદાની એક નયનરમ્ય મૂર્તિ અને મંદિરનું સુંદર આયોજન આકાર લઈ રહ્યું છે.
આયોજનપ્રેરક પૂ. આચાર્યશ્રી પ્રદ્યુમ્નવિમલસૂરિજી મહારાજ હમણાં જ તા. ર૦-ર-૯૭ના રોજ મુંબઇમાં આચાર્યપદવીથી વિભૂષિત થયા. યોગીરાજ ગુરુદેવ શ્રી શાંતિવિમલસૂરિજી મહારાજના સંગથી વૈરાગ્યનો રંગ વધુ દઢ બન્યો. ૧૮ વર્ષની નાની વયે વિમલ શાખાના ગચ્છનાયક બન્યા, ધ્યાન-ધારણા અને મંત્રવિજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા, ગુરુનિશ્રામાં રહીને સંસ્કૃત, જ્યોતિષ અને આગમશાસ્ત્રોની જ્ઞાનોપાસનામાં પણ મગ્ન રહ્યા. તેમની નિશ્રામાં અનુષ્ઠાનો પણ સંપન્ન થયાં. " ભાઈ મહારાજ "ના હુલામણા નામથી ખ્યાતિ પામેલા પૂ. સૂરિજી મહારાજ શાસનસેવામાં ઉત્તરોત્તર આગળ વધતા રહે એવી પ્રાર્થના.
– સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org