SearchBrowseAboutContactDonate
Page Preview
Page 776
Loading...
Download File
Download File
Page Text
________________ 760 તપાગચ્છાધિષ્ઠાયક તપાગચ્છનો ઉજ્વળ ઇતિહાસ બહુ જ પ્રાચીન અને પ્રભાવક રહ્યો છે. તપની તેજસ્વિતાને કારણે જ ગચ્છને આવું બિરુદ મળેલ છે. જેમણે બાર વર્ષ સુધી છઠ્ઠને પારણે આયંબિલની મહાન તપશ્ચર્યા કરી હતી; મેવાડના રાણાએ જેમને હીરલાનું બિરુદ આપ્યું હતું તે પૂ. આચાર્યશ્રી જગશ્ચંદ્રસૂરીશ્વરજી મહારાજ મહાવીર પરમાત્માના પંચમ ગણધર સુધર્માસ્વામીની ૪૪મી પાટે શોભાયમાન હતા. સં. ૧૨૮પથી પૂ.આ.શ્રી જગચંદ્રસૂરિજી મહારાજની શિષ્ય-પરંપરાને તપાગચ્છ નામે પ્રસિદ્ધિ મળી. મહાવીર પ્રભુજીની આ ઉજ્વળ પાટ-પરંપરાએ પપમી પાટે યુગપ્રધાન કલિકાલ કલ્પતરુ પૂ. આચાર્યશ્રી હેમવિમલસૂરિજી મહારાજ થયા. પાંચ વર્ષની નાની ઉંમરમાં જ વિ.સં. ૧૫૩૮માં તેમણે દીક્ષા લીધી. તે પછી આચાર્યપદ સુધી પહોંચીને સં. ૧૫૪૮માં ક્રિયોદ્ધાર કરીને તપાગચ્છનો ભારે મોટો જયજયકાર પ્રવર્તાવ્યો હતો. તે સમયે તેઓશ્રીની આજ્ઞામાં ૧૮ થી વધુ શાખાઓના ૧૮૦૦ સાધુઓ તપાગચ્છમાં હતા. સકલ સંઘમાં ચૂડામણિ સમાન પ્રખર પ્રભાવશાળી તપસ્વી રત્ન હતા. એવી જ પ્રભાવક તેમની શિષ્યપરંપરા. તપાગચ્છની પદમી પાટે મહાતપસ્વી, મહાવેરાગી, ઉગ્ર વિહારી, મહાન ક્રિયોદ્ધારક, જંગમ યુગપ્રધાન અને શત્રુંજયના સોળમા ઉદ્ધારક પૂ. આચાર્યશ્રી આનંદવિમલસૂરિજી મહારાજ થયા. તેમના સમયમાં જ વિમલ શાખાના મૂળ રૂપે વિજય, વિમલ અને સાગર શાખા ખૂબ જ વિસ્તાર પામી. આ ત્રણેય શાખાઓએ જિનશાસનના ચરણે સમર્થ મહાન આચાર્યો અને સાધુઓની મહામૂલી ભેટ ધરી છે. આ ત્રણેય શાખામાં વિમલશાખાનો પણ ગૌરવવંતો ઇતિહાસ છે. આ શાખામાં ત્યાગપ્રધાન, ક્રિયાપ્રધાન અને અનેક જ્ઞાની, ધ્યાની મુનિપુંગવો થયા. વિમલશાખામાં થયેલા આચાર્યોમાં જ્ઞાનવિમલસૂરિજી મહારાજનું નામ ખાસ ઉલ્લેખનીય છે. આ શાખાના અન્ય સિતારાઓમાં પં. શ્રી હર્ષવિમલજી મહારાજ, પં શ્રી જયવિમલજી મહારાજ, પં.શ્રી મુક્તિવિમલજી મહારાજ, પં. શ્રી કલ્યાણવિમલજી મહારાજ, મુનિપ્રવરશ્રી દેવવિમલજી મહારાજ, પૂ. આ. શ્રી શાંતિવિમલસૂરિજી મહારાજ, આદિએ સમગ્ર જિનશાસનને દીપાવ્યું છે. પૂ. આ. શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજની પાટે વિજય શાખામાં શાસન પ્રભાવક પૂ.આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ, જગદ્ગુરુપૂ.આ.શ્રી વિજયહરસૂરીશ્વરજી મહારાજ આદિ થયા. પૂ. આ. શ્રી આનંદવિમલસૂરિજી મહારાજે સંસ્થામાં પ્રવેશેલા શિથિલાચાર સામે ૧પ૮રમાં ચાણસ્મા પાસે વડાવલી ગામમાં ક્રિયોદ્ધાર કર્યો, ગચ્છનાયકપદે ૧૫૮૩માં આરૂઢ થયા. ૫. આ. શ્રી હેમવિમલસૂરિજી મહારાજ, પૂ.આ. શ્રી. આનંદવિમલસૂરિજી મહારાજ પોતાના શિષ્યવૃંદ સાથે ઉજ્જૈન-માલવા વગેરે સ્થળે પણ વિચારતા હતા. - ઉજ્જૈનમાં એ સમયે જૈનધર્મીઓનો વસવાટ ઠીક ઠીક હતો. ધર્મપ્રિય અને જિનપ્રિયા નામના શ્રાવક દંપતી ધર્મમય જીવન સુખચેનથી વ્યતીત કરી રહ્યાં હતાં. તેમને માણેકચંદ નામે એક પુત્રરત્ન.આનંદરતિ નામની કન્યા સાથે તેમનાં લગ્ન થયાં. માણેકચંદ અને પરિવાર દેવદર્શન અને જિનભક્તિમાં હંમેશાં મગ્ન હતા. અચાનક લોકાશાહના યતિઓનું એક દિવસ શહેરમાં - ---- -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy