________________
744
તપાગચ્છાધિષ્ઠાયક
વેપાર અર્થે પાલીમાં વસતા માણેકચંદે આગ્રહપૂર્વક ગુરુદેવને પાલીમાં ચાતુર્માસ કરાવ્યું. આ સમયગાળામાં તેણે ગુરુમુખેથી શત્રુંજય માહાભ્ય’ સાંભળ્યું અને તેના ભવિ આત્માને આ ગિરિરાજની યાત્રા કરવાની અભિલાષા જાગી. ઉત્કૃષ્ટ ભાવનાના યોગે તે પ્રતિજ્ઞા પણ કરી ચૂકયો " જ્યાં અનંત આત્માઓ સિદ્ધગતિએ ગયા છે, તેવા પરમ પવિત્ર ગિરિરાજના દર્શન કર્યા વિના અન્નજળનો ત્યાગ."
સદ્ભાવનાની કોઈક પવિત્રતમ ક્ષણે તેણે આ પ્રતિજ્ઞા લીધી. સસ્તુ નીતા પ્રોક્ત શિત્રિવિતમક્ષરમ્ ! – ગિરિરાજની યાત્રા માટે તેણે સંઘ કાઢયો.
વિશાળ સંઘ, વિશાળ માર્ગ, સુદૂર સિદ્ધગિરિરાજનાં ધામ છતાં એ સત્ય પ્રતિજ્ઞક અને ધર્મમાં સ્થિર માણેકચંદને ઉપવાસ ઉપર ઉપવાસો થવા લાગ્યા. પ્રત્યેક દિને આત્મશુદ્ધિ વધતી જતી હતી. એવા સાતમા દિવસે સમગ્ર સંઘ ઉ. ગુજરાતના સિદ્ધપુર નજીકના મગરવાડા સ્થળે પહોંચ્યો. આ દિવસોમાં મગરવાડામાં માનવવાસ ન હતો, પરંતુ ઘેઘૂર વનરાજિને ભયંકર લાગતું બીહડ વન હતું. અહીં પડાવ નાંખી વિશ્રામ કરતા સંઘ ઉપર ચોર-લૂંટારાઓએ હુમલો કર્યો, તેમાં માણેકચંદ ખૂબ ઘવાયો. તેનું ચિત્ત તો સિદ્ધગિરિના ધ્યાનમાં જ લીન હતું. પરિણામે શુભ ધ્યાનમાં મૃત્યુ પામી તે વ્યંતરનિકામાં માણિભદ્ર નામે છઠ્ઠા ઇન્દ્ર મહારાજા થયા.
હવે પ.પૂ. આચાર્યશ્રી આનંદવિમલસૂરિજીના સમયમાં ગચ્છ–કલહોની કટુતા પરાકાષ્ઠાએ પહોંચી ચૂકી હતી.
ધર્મારાધના કરતાં કાળબળે દરેકને સ્વમત અને સ્વગચ્છની સર્વોપરિતા પુરવાર કરવાનો રસ પ્રગટવા લાગ્યો. તેથી શુદ્ધ ધર્માચરણને બાજુએ મૂકીને તત્કાલીન એક ગચ્છ–મતના કેટલાક સાધુઓ પ્રતિસ્પર્ધીઓનો પરાભવ કરવામાં જ જીવનની ઇતિશ્રી માનવા લાગ્યા.
' વિશ્રણનાં મવતિ વિનિપાત: તિમુરવ:' એ ન્યાયે કેટલાક સાધુઓ આ કલહમાં કાર્યાકાર્યનો વિવેક ચૂકીને, અધમાધમ માર્ગો અપનાવીને એકબીજાનો વિનાશ કરવાની હદ સુધી વિષમ કાળના પ્રભાવે ઊતરવા લાગ્યા.
કહેવાય છે કે અમુક ગચ્છ – મતના સાધુઓએ ભૈરવની આરાધના કરીને તપાગચ્છીય અનેક સાધુઓનો વિનાશ કરાવ્યો.
કોઈ પણ જીવોનો નાશ એ ધર્મનું લક્ષણ નથી, તેમાંય વળી અહિંસા જેના પ્રાણ અને જિનાજ્ઞા એ જ પરમ ધર્મ માનનાર જૈન શાસન માટે આ કૃત્ય નિંદનીય હતું..
' ધ ધાતિ પ્રજ્ઞા ધારા ધર્મ:' ધર્મ તો આત્માને અહિંસા, સંયમ, તપ દ્વારા ગરિમામંડિત કરે. વળી મહાવીર ભગવાને તો કહ્યું છે કે – એવં ખુણાણિણો સાર જે ણ હિંસઈ કિંચણ /
કોઈપણ પ્રાણીની હિંસા ન કરવી જોઈએ. આવા મહાન ઉપદેખાના અનુયાયીઓએ માત્ર તુચ્છ મહત્તા ખાતર પરસ્પરની આ દુષ્ટતાભરી પ્રપંચલીલા જાણીને ૫.પૂ. આ. શ્રી આણંદવિમલસૂરિજીનું હૈયું વલોવાઈ ગયું. પ્રશાંત જળભર્યા સરોવરશા શાંત હૈયામાં ગંભીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org