________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
745
વ્યથોર્મિઓની હારમાળા ઊઠી.
તપાગચ્છની સમગ્ર સંભાળની જવાબદારી પોતાના શિરે હોવાથી આ ધુરાવાહકનું હૈયું ખિન બની ગયું. પરંતુ આટલેથી ચાલી શકે તેમ ન હતું. તેમણે પોતાનો વિહાર પાલનપુર તરફ ફેરવી મગરવાડાની વિશિષ્ટ ભૂમિની ઝાડીમાં વાસ કર્યો.
શાસનનું હિત જેને હૈયે વસ્યું છે તેવા ખમતીધર તપાગચ્છના ગચ્છ ઉપરના સંકટને નિવારવા વિચારણા કરીને રાત્રિએ ધ્યાનસ્થ થયા ત્યારે માણિભદ્રદેવ તેમની સમક્ષ પ્રકટ થયા અને શાસનહિતાર્થે વિશ્વકલ્યાણની ભાવના માટે આજ્ઞા ફરમાવવા કહ્યું.
આચાર્યશ્રીએ ગચ્છ–કલહોમાંથી ઉદ્ભવેલી પરિસ્થિતિ અને તેના પરિપાકરૂપે અમુક ગચ્છના સાધુઓના જુલ્મનું નિરૂપણ કર્યું. તેમ જ તેનું સત્વરે નિવારણ કરવા જણાવ્યું.
માણિભદ્રદેવે આચાર્યશ્રીનું કથન શાસનભક્તિની ભાવનાથી સ્વીકાર્યું અને સત્વરે નિવારણ કર્યુંને સાથે સાથે પોતાના કાર્યના સ્મરણરૂપે તપાગચ્છીય ઉપાશ્રયોમાં પોતાની પ્રતિષ્ઠા થાય અને "ધર્મલાભ મળે એવી ભાવના વ્યક્ત કરી.
પરિણામે, આજે પણ તપાગચ્છીય દેરાસરો–ઉપાશ્રયમાં માણિભદ્રદેવની મૂર્તિની સ્થાપના થયેલી જોવા મળે છે.
જો તારામની
'ભેરૂગઢ(ઉજ્જૈન) માં શ્રી માણિભદ્રજીના , ઘર દેરાસરમાં અલક્ષ પાર્શ્વનાથ ધરણેન્દ્ર પદ્માવતિ દર્શનાર્થે આજે પણ મોજુદ છે.
-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org