SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 743 આ પ્રાચીન નગરીનું "મહાકાલવન" નામે પ્રસિદ્ધ સ્મશાન ઇતિહાસવિદિત છે. તે રીતે ક્ષિપ્રા નદીને તીરે તેનું ગંધર્વ સ્મશાન પણ એટલું જ જાણીતું છે. પ.પૂ. આચાર્ય શ્રી આનંદવિમલસૂરિજી આ સ્મશાનમાં કાઉસગ્ગ ધ્યાનમાં લીન થયા. આત્મોન્નતિની ચરમ સીમારૂપ પરિષદો સહન કરવાની પરિસીમારૂપ એક બનાવ આ ગંધર્વ સ્મશાનવાસ દરમિયાન બન્યો. માણિભદ્રની ઉત્પત્તિના મૂળમાં આ બનાવ છે. ઉજ્જૈનમાં માણેકચંદશા નામે એક શ્રેષ્ઠી વસતા હતા. આમ તો તે શરૂઆતમાં જૈનધર્મી હતા, પરંતુ કેટલાક–યતિવર્ગના ધર્મ પ્રત્યેના શિથિલાચારો જોઈધર્મમાંથી તેની શ્રદ્ધા ઊઠી ગઈ અને તે સાધુવર્ગ તરફ અશ્રદ્ધાળુ અને કંઈક અંશે ધૃણા કરનારો બન્યો. પરંતુ માણેકચંદની માતા ભગવાન મહાવીરના શાસનમાં અપાર શ્રદ્ધા ધરાવતી સુશ્રાવિકા હતી. ગન્ધર્વ સ્મશાનમાં વસતા ગુરુદેવે એક માસની (માસક્ષમણની) તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો ત્યારે માણેકચંદને માતાએ આજ્ઞા કરી કે પારણાના દિવસે ગુરુદેવને ઘરે તેડી લાવજે. આમ તો ધર્મ–વિમુખ થઈ ગયેલો નાસ્તિક જ હતો, પરંતુ કંઈક શેષ રહેલા સંસ્કારના પ્રભાવે માતા માટેનો પૂજ્યભાવ ગુમાવી ચૂક્યો ન હતો. પરિણામે 'માતૃદેવો ભવ' માનનાર માણેકચંદ માતૃ-આજ્ઞા ઉલ્લંઘી શક્યો નહીં. પારણાને દિવસે તે ગુરુ મહારાજને તેડવા તો ગયો; પરંતુ સાધુઓના શિથિલાચારની ગ્રંથિ તેના મનમાં સાધુઓ તરફ દુર્ભાવનું નિમિત્ત બની ચૂકી હોવાથી તેને સ્મશાનમાં જ ગુરુદેવની પરીક્ષા કરવાની કુમતિ સૂઝી. કુતૂહલ અને મજાકના મિશ્ર ભાવે તેણે એક ધૃણાસ્પદ પિશાચકૃત્ય માણેકચંદે સ્મશાનમાંથી બળતી ચિતાનું બળતું લાકડું લાવીને કાઉસગ્ગ ધ્યાને રહેલા ગુરુદેવની દાઢીને ચાંપ્યું. ગુરુનું મુખ અગ્નિજ્વાળાથી દાઝી ગયું, પરંતુ " પ્રવાતેfપ નિક્કM Uવ શિરઃ" એ ન્યાયે આચાર્યશ્રીના મુખ ઉપર વેદનાની નાની રેખા પણ ન ઊપસી. સમતાભાવના અગાધ વારિધિમાં ડૂબેલા સાધકનું ચિત્ત તો પ્રશાંત ભાવ જ ધારણ કરી રહ્યું હતું; કારણ કે ઘોર તપ-ઉપસર્ગો સહન કરનાર સંસારના સર્વોતમ તપસ્વી ભગવાન મહાવીરના તેઓ પરમ અનુયાયી હતા. ભગવાન મહાવીરે કહ્યું હતું કે, " દેહની મમતા છોડીને એ ગાળામાં દેવ, મનુષ્ય યા તિર્યંચ જીવો તરફથી જે કાંઈ ઉપસર્ગો-કષ્ટો ઉત્પન્ન થશે તે સર્વે સમભાવપૂર્વક સમ્યગુરૂપે સહન કરીશ." આવા વિશ્વવંદ્ય પ્રભુના શાસનમાં થયેલ આચાર્યશ્રી આનંદવિમલસૂરિજીએ માણેકચંદના આ અધમ કૃત્યને સમભાવથી સહન કર્યું, આથી માણેકચંદનો અંતરાત્મા જાગૃત થયો અને તેના હૃદયનું પરિવર્તન થયું. મોહનો પ્રભાવ અને કષાયોની કુટિલતાને સમજતા ગુરુદેવે તો તેના તરફ પણ વાત્સલ્યનાં અમીઝરણાં જ વહાવ્યાં. તેથી તેના પશ્ચાત્તાપનો પાર ન રહ્યો. ગુરુદેવના પ્રેમવશીકરણે વશ થયેલો માણેકચંદ તે દિવસથી ગુરુદેવનો અનન્ય ભક્ત બની ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy