SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ 742 તપાગચ્છાધિષ્ઠાયક 'શ્રી માણિભદ્રજીનું પ્રાકટય ડો. પી.જી. પટેલ M.A. Ph.D., વડનગર ડૉ. પી. જી. પટેલે Ph.D. કરેલ છે. સાહિત્ય અને ધાર્મિક સાહિત્ય તેમનો મુખ્ય વિષય છે. . " જે કંઈ કષ્ટ ઉત્પન્ન થાય તે સર્વે સમભાવ પૂર્વક સમ્યગ રૂપે સહન કરીશ." એવા ભગવાન મહાવીરસ્વામીના બોધને મૂર્તિમંત કર્યા – આચાર્ય શ્રી આનંદવિમલસૂરિજી મહારાજ સાહેબે. માણેકચંદ શાહે જ્યારે કાઉસગ્ગ ધ્યાને રહેલા ગુરુવર્યની દાઢીને ચિતાનું બળતું લાકડું ચાંપ્યું ત્યારે મુખ દાઝી ગયું છતાં ગુરુએ આ કૃત્યને સમભાવથી સહન કર્યું અને વાત્સલ્યનાં અમીઝરણાં વહાવ્યાં. અને માણેકચંદ શાહને પશ્ચાત્તાપ થયો – અને આ સમભાવ અને સમ્યગુ રૂપે માણેકચંદ શાહને છેલ્લે છઠ્ઠા ઈન્દ્ર બનાવ્યા. ધર્મો ધારયતિ પ્રજા ધારણાતું ધર્મ: ડૉ. પી. જી. પટેલે આ પશ્ચાત્તાપનું અને તેનાથી માણેકચંદ શાહના જીવનનો જે ફેરફાર થયો તેનું વિવરણ તેમની કુશળ શૈલીમાં કરેલ છે. - સંપાદક ઉજેણી નગરી પવિત્ત, તિહાં રાજ્ય કરે વિક્રમાદિત્ય, બાવન વીર રમે તિહાં રાસ, માણિભદ્ર તણો તિહાં વાસ. પ.પૂ. ગુરુદેવ આ. શ્રી હેમવિમલસૂરીશ્વરજીના કાળધર્મ પામ્યા બાદ ગચ્છાધિપતિ બનેલા પૂ. આ. શ્રી આનંદવિમલસૂરિજી મ.સા. માલવદેશ તરફ વિહાર કરીને ઇતિહાસપ્રસિદ્ધ ઉર્જની નગરીમાં પધાર્યા. ઉજ્જૈની નગરી જેન, બ્રાહ્મણ તથા બૌદ્ધ ધર્મ-પરંપરામાં ઐતિહાસિક તથા ધાર્મિક નગરી તરીકે અતિ પ્રસિદ્ધ છે. ચરમ તીર્થંકર શ્રી મહાવીર ભગવાનના શાસનના ' અતિમુક્તક મુનિએ અહીં સ્મશાનમાં તપશ્ચર્યા કરેલી. અહીં અકંપનાચાર્યનું આગમન થયેલું. 'તત્વાર્થધિગમસૂત્ર' પર ટીકા લખનાર સિદ્ધસેનદિવાકરની ' તિલક મંજરી 'ના સર્જક કવિ ધનપાલની એક માન્યતા પ્રમાણે ભર્તુહરિની આ ભૂમિમાં એક કાળે પ.પૂ. આચાર્ય શ્રી આનંદવિમલસૂરિજી મ. પધાર્યા ત્યારે તેમના સાધુજીવનની એક નોંધપાત્ર ઘટના બની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy