SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ તેથી તે સૌ ખુલ્લી તલવાર સાથે ધસમસી આવ્યા ને ધ–ધડ્–ધક્ એમ ત્રણ પ્રહાર કરી આઘાપાછા થઈ ગયા. ગતિ તેવી મતિ અને મતિ તેવી ગતિ. મરણતોલ ત્રણ ફટકા તલવારના એક નિર્દોષ વટેમાર્ગુ ઉપર પડી ગયા હતા. પણ જ્યાં નમસ્કાર (મહામંત્ર) ત્યાં ચમત્કારનો સનાતન સત્ય સિદ્ધાંત કેમ નિષ્ફળ જાય ? જે નવકારના સ્મરણથી સમડી મરી રાજકુંવરી બની શકે, અડધો બળેલો નાગ ધરણેન્દ્ર દેવ થઈ શકે, જટાયુ જેવો પક્ષી માહેન્દ્ર દેવલોક જઈ શકે, બળદો પણ તત્ક્ષણો મરી કંબલ–શંબલ દેવ બની શકે તે જ શ્રવણ કરતાં શક્તિપ્રદ સ્મરણથી મરણ પણ શું મહોત્સવ ન બની શકે ? તલવારના ત્રણ ઘા થતાં પાર્થિવ દેહના ત્રણ ટુકડા થઈ ગયા. મસ્તક, ધડ તથા પગના ભાગ છૂટા પડી ગયા, પણ તેવું કમોત પણ કમાલ કરી નાખનાર નવકાર ધ્યાન સાથે થયું તેથી અશુચિ ભરેલ કાયા ઢળી પડતાં જ નવો દેહ દેવનો મળ્યો. માણેકશાહનું મરણ પણ વ્યંતરનિકાયના પાંચમા પ્રકારના યક્ષેન્દ્ર માણિભદ્ર થવામાં કારણ બન્યું. શુભ ધ્યાનના મ્યાનમાં મહાલતા મનને મ્યાનમાંથી નીકળેલ તલવાર મહાત ન કરી શકી. સમાધિમરણને પ્રતાપે માણેકશાહ મરીને પણ અમર બનવા જાણે એક કદમ આગળ આવી ગયા. કારણ કે ધર્મપ્રેમી તેઓ હવે ધર્મરક્ષક શાસનદેવ, એકાવતારી વ્યંતરોમાં ઇન્દ્ર બની ગયા હતા. પરમાત્મા તીર્થંકરોનાં પાંચેય કલ્યાણકો ઊજવવા, પ્રખર પુણ્યોપાર્જન કરવા ને પોતાના સમકિતને વધુ નિર્મળ કરવા પુરુષાર્થ કરનાર ૬૪ ઇન્દ્રો પૈકીના એક અદાવાળા ઇન્દ્ર બનવાનો લહાવો શેઠ માણેકશાહને મળી ગયો હતો. માટે જ જ્યારે આ સત્ય ઘટના પાછળથી તેમના ઉપકારી આચાર્યદેવ દ્વારા પ્રકાશમાં આવી ત્યારે લોકો મનોમન ભાવવા લાગ્યા – 741 કર્યાં ઉજ્જૈન, કાં આગરા, કયાં સિદ્ધિગિરિવર સ્થાન, કયાં માનવી માણેકશાહ, કયાં દેવેન્દ્ર માણિભદ્ર મહાન. ધન્ય ધન્ય તે જીવોને, જેઓના મનમાં મહાગિરિ-મહામંત્રનું સદા રહે છે ધ્યાન.... 茶茶茶茶茶茶茶茶茶茶茶茶茶茶 02/02/201 /////////////// Jain Education International For Private & Personal Use Only 201 www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy