SearchBrowseAboutContactDonate
Page Preview
Page 756
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છાધિષ્ઠાયક ખાસ તો ચૌવિહાર ઉપવાસ સાથે જાત્રાએ જવામાં જોખમો જણાવી અવગત કર્યા. છતાંય જવાંમર્દીના બોલ અફર રહ્યા, તેથી પૂ. હેમવિમલસૂરિજીએ પણ વધુ એક ઉપકારનું દુર્લભ નિમિત્ત વધાવી લઈ સમસ્ત સભા સમક્ષ પ્રતિજ્ઞા પ્રદાન કરી. મંગળકારી તે દિવસ હતો આસો સુદ પાંચમ. ઠીક ચાલીસ દિવસ પછી કાર્તિક પૂર્ણિમા આવી ને ચાતુર્માસની પૂર્ણાહુતિ થઈ. તેટલા દિવસોમાં શેઠની ભાવનાનો જુવાળ જાગતો રાખવા આચાર્યશ્રીએ પણ દરકાર કરી અને તીર્થદર્શનની ભાવના ભાવતાં ભાવતાં જ ન જાણે શુભલેશ્યાના બળે માણેકશાહે કેટલાંય અશુભ કર્મોનો ભુક્કો બોલાવી નાખ્યો. અનેક ભવો ચાલે તેવી લાંબી લચક કર્મ–સ્થિતિઓને ફક્ત પ્રશસ્ત—અધ્યવસાયે ટૂંકાવી દઈ, કારતક વદ એકમના શુભ દિવસે જ આચાર્ય ભગવંતના શ્રીમુખે મંગલાચરણ શ્રવણ કરી ગિરિરાજની દિશા તરફ પગ માંડ્યા. 740 પ્રતિજ્ઞાપ્રાપ્તિ વખતે ત્રણ નવકાર ગુરુવરના મુખે હતા. શુભ પ્રસ્થાન વેળાએ પણ તે જ નવકાર માંગલિક રૂપે મળ્યો ને સફરમાં પણ સાચા સાથી તરીકે તે જ નવકાર મહામંત્રનો જાપ માણેકશાહના મુખમાં રમતો રહ્યો. પાણીના પાન વગર પગની પાનીઓના બળે શેઠ ધપી રહ્યા હતા. વહેલાં વહેલાં દર્શન ગિરિરાજના કેમ થાય અને કયારે થાય તેની જ એક લગનીમાં તેઓ દુનિયાને જાણે વીસરી ગયા હતા. પગનો વેગ અને મનનો આવેગ વધવા લાગ્યા, ઉપવાસ ઉપર ઉપવાસ ચડવા લાગ્યા તેમ તેમ પ્રશસ્ત ભાવો પણ વધવા લાગ્યા. આમેય અઠ્ઠમ પછીના ઉપવાસોમાં દેવો અધિષ્ઠિત થઈ શકે, જ્યારે શેઠ તો સ્વયં ચોવિહારા ઉપવાસમાં વધતા વધતા સ્વયં દેવગતિ પામી શકે તેવી ભાવના ભાવતા ભાવતા નવકારમય બની બધુંય ભૂલી ગયા હતા, અને ગિરિરાજ દર્શનની એક માત્ર ઝંખનામાં સઘળુંય ભૂલી ઝડપી ગતિથી પ્રગતિ પામી રહ્યા હતા. ઉત્તરપ્રદેશ અને મારવાડની હદો વટાવી ગુજરાતની સરહદમાં સુખદ પ્રવેશ પામી ગયા. હવે માર્ગ હતો પાલનપુર નિકટ રહેલ મગરવાડાના વિસ્તારનો, જ્યાં ચારે તરફ જંગલ-ઝાડીઓથી ગીચ રસ્તે ચાલવાનું હતું. ધીરતા, વીરતા ને શૌર્યતાના શણગાર પહેરેલા શેઠશ્રી તે જ વનના ડાકુઓ અને ચોરોની નજરે ચડી ગયા. તેમના ગુણરૂપી ખજાનાને ખાલી કરી લૂંટ ચલાવવા ડાકુઓની ટોળકી અચાનક તેમના ઉપર ત્રાટકી પડી. લૂંટારાના સરદારે ત્રાડ નાખી, પણ જેના હૈયે શ્રી નવકાર તેને ન હોય ભય–કંપાર. હકીકતમાં માણેકશાહનું પૌદ્ગલિક મન મરી ગયું હતું અને તેથી હૈયે નમસ્કરણીય મહાગિરિ ને હોઠે નમસ્કાર મહામંત્ર, બસ આ બે જ તત્ત્વો તાણાવાણાની જેમ એકાકાર બની ગયા હતા. ધૂનમાં ને ધૂનમાં સૂમસામ સ્થાનમાં આવેલી અણધારી વિપત્તિને તેઓ ખાળી ન શકયા. ડાકુઓના પગરવ ને સરદારની બૂમરવ તેમને ન સંભળાણી. બસ તેઓ ચાલતા ગયા ને ચાલતા જ રહ્યા. તેમની વેગીલી ગતિમાં લગીર ક્ષતિ ન જોઈ ડાકુઓની શંકામાં વધારો થયો, કે કોઈક નબીરો સંપત્તિ સંતાડી નાસી રહ્યો છે. તેની મૂડી ઝૂંટવા કરતાં ડાકુઓને પ્રાણ લૂંટવામાં વધુ નફો દેખાયો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy