________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
739
ભાવોનો જુસ્સો લઈ આવે છે. ઉજ્જૈનનિવાસી શેઠ માણેકશાહ વિવિધ કરિયાણાની પોઠો ભરી વ્યાપાર કરવા આગ્રા આવ્યા હતા. સારો નફો થાય તેમ લેતીદેતી પતાવી પાછા પોતાના નિવાસ–નગર તરફ વળવાનો વિચાર કરતા હતા, તેટલામાં જ તેમના પુણ્યોદયે સમાચાર સાંપડ્યા કે પોતાના ઉપકારી ગુરુ આચાર્યશ્રી હેમવિમલસૂરીશ્વરજી મ.સા. ચાતુર્માસ માટે આગ્રામાં પધાર્યા છે. કંઈક વરસ પહેલાં તે આચાર્ય ભગવંતે જ તેમની પ્રતિમાપૂજા વિષે રહેલી વિપરીત માન્યતાને દૂર કરી ફરીથી પ્રભુપૂજાપ્રેમી બનાવ્યા હતા અને ધર્મમાર્ગે સ્થિર કર્યા હતા. તે જ સાધુસમુદાય યોગાનુયોગ ઉજ્જૈનથી વિચરી અન્ય ક્ષેત્રોની સ્પર્શના કરતો કરતો આગ્રા, આવેલ. ધર્મના વેપારી મુનિઓનો વિહાર જ સૌને ધર્મનો લાભ કરાવે અપાવે. આ તરફ ધનના વેપારી શેઠ માણેકશાહ પણ જોગાનુજોગ ઉજ્જૈનથી આગ્રા આવ્યા, તેમાં કુદરતનો કૃપા સંકેત નોખો-અનોખો હતો.
પરમાત્માના દર્શન-પૂજન પછી તરત જ ગુરુ મહારાજના દર્શનાર્થે શેઠે પગ માંડ્યા ને ઉપાશ્રયે આવી ગયા. વંદનવિધિનો વ્યવહાર સારો સાચવી તેઓએ ગુરુવરની સાથે વાણીનો વાર્તાલાપ આદર્યો. આચાર્યશ્રીએ પણ લક્ષણવંતા માણેકશાહને યોગ્ય ધર્મોપદેશ આપ્યો. ગુરુદેવના ગુરુત્વાકર્ષણમાં આવેલા શેઠે પણ ઝડપી નિર્ણય લઈ ચાતુર્માસ આગ્રામાં જ ગાળવા નિર્ધાર કર્યો. તેમનો આત્મા સંતોષી હતો તેથી ધનલાલસા નજીવી હતી. ધર્મપ્રાપ્તિની અભિલાષાએ તે લાલસાને પણ ઓગાળી નાખી અને તેથી તેમના આદેશનો અમલ કરી પોઠો પાછી ઉર્જન વાળી અને મુનિઓ તથા માણસોએ વ્યાવહારિક જિમેદારીઓ માથે લઈ લીધી. માણેકશાહે ગુરુનિશ્રા ગ્રહણ કરી સામાયિક, પ્રતિક્રમણ, જ્ઞાન, ધ્યાન ને વૈયાવચ્ચમાં મન પરોવી દીધું.
આચાર્યશ્રીએ અલૌકિક જ્ઞાનબળે માણેકશાહની યોગ્યતા પારખી લીધી હતી. તેઓ એકાવતારી આત્મા છે માટે જ ધર્મોલ્લાસ પણ અજબગજબનો છે તેવું નિમિત્તજ્ઞાનથી જાણી ખાસ શત્રુંજય મહાસ્ય ઉપર પ્રવચનો ગોઠવ્યાં. એટલું જ નહીં, આચાર્યશ્રીએ ગિરિરાજની ગૌરવગાથાનું વિસ્તારથી વર્ણન વાંચી શેઠની તીર્થયાત્રાની ભાવના જાગૃત કરી દીધી.
જીવનમાં ક્યારેક ન થયેલ દર્શન અને ગુરુમુખે મળેલ માર્ગદર્શન મુજબ માણેકશાહે અચાનક એક દિવસ ભરસભામાં પોતાની ભાવના પ્રાર્થના સાથે પ્રસ્તુત કરી, અને સાથોસાથ તેમણે પ્રતિજ્ઞાબદ્ધ બનવા રજૂઆત પણ કરી દીધી "હે ગુરુવર્ય! મને પ્રતિજ્ઞા પ્રદાન કરો કે ચાતુર્માસ પૂર્ણ થતાં જ હું આગ્રાથી શત્રુંજય અડવાણા પગે, સંપૂર્ણ મૌન સાથે, નમસ્કાર મહામંત્રના ધ્યાન- જાપ સાથે બધીય આવશ્યક ક્રિયાઓ કરતાં કરતાં, ખાસ ચૌવિહારા ઉપવાસ સાથે પાર ઉતારું સિદ્ધાચલની યાત્રા કર્યા પછી જ મોઢામાં અન–પાણી નાખવાં, તે પૂર્વે નહિ."
સભાજનો તથા સાધુજનો પણ આવી કઠોર અને ભીષ્મપ્રતિજ્ઞાની ભાવના સુણતાં જ સ્તબ્ધ બની ગયા. સૌએ ગુણાનુરાગથી શેઠને પ્રશંસાથી નવાજ્યા. આચાર્યશ્રીએ પણ માણેકશાહ શેઠની પ્રતિજ્ઞાભાવનાને વધાવી તેમને વિઘ્નોની વિગતોથી વાકેફ કર્યા, વિવિધ પ્રશ્નોથી ચકાસ્યા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org