________________
738
તપાગચ્છાધિષ્ઠાયક
જ્યાં જ્યાં નવકાર ત્યાં ત્યાં ચમત્કાર
ગચ્છાધિપતિ પૂ.આ. શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા. ના પ્રશિષ્ય જયદર્શનવિજયજી મહારાજ
નવકારનો જપ, આયંબિલનો તપ અને બ્રહ્મચર્યનો ખપ – આ ત્રણમાંથી એક અનુષ્ઠાન પણ જો આત્મસાત્ થાય તો તે આત્મા, પુણ્યાત્મા, મહાત્માથી પરમાત્મા સુધી પ્રગતિ પામી શકે અને પછી સિદ્ધાત્મા પણ બની શકે જે સત્ય પણ રહસ્યમય હકીકત છે.
તેમાંએ નમસ્કાર મહામંત્રના ચમત્કારોની સત્ય ઘટનાઓ એક નહીં અનેક બની, બને છે અને બનશે. તે જ કારણની લૌકિકઉક્તિ કે જ્યાં જ્યાં ચમત્કાર ત્યાં ત્યાં નમસ્કારને બદલે એક અલૌકિક પંકિત પ્રસિદ્ધિ પામી છે કે "જ્યાં જ્યાં નમસ્કાર ત્યાં ત્યાં ચમત્કાર." ભાગ્યે જ કોઈ ભાગ્યશાળી જાણે છે કે તપાગચ્છીય શ્રીસંઘના ક્ષેમકુશળકર્તા વીર માણિભદ્ર ઇન્દ્રને પણ તે પ્રગતિ નવકાર સ્મરણ સાથે થયેલ આકસ્મિક મરણને કારણે મળી હતી અને માણેકશાહ શેઠનું કમોત—મોત પણ મહામંત્રના મહાપ્રભાવે સમાધિમૃત્યુ જેવું સુંદર થયું. આ જ પ્રસ્તુતિ એટલે પ્રસ્તુત લેખનો સાર. લેખકશ્રીએ પણ પોતાની કિશોરાવસ્થામાં વિ.સં. ૨૦૨૭માં તા. ૨૦–૧૦–૧૯૭૧ના શુભ દિવસે શ્રી ગુરુના મુખે
પ્રતિજ્ઞા ઉચ્ચરી નમસ્કાર મહામંત્રનો નવલખો જાપ પ્રારંભ્યો જે ધાર્યા કરતાં પહેલાં જ કૉલેજ અવસ્થામાં જ પૂર્ણતા પામ્યો. તે પછી સાંસારિક અવસ્થામાં નવકારના નાના—મોટા અનેક ચમત્કારો પૂજ્યશ્રીએ જાણ્યા- અનુભવ્યા. તેમાંયે ત્રણ વખત તો મોતના મહામુખમાં પ્રવેશી જવા છતાંયે આબાદ રક્ષણ નવકારના પ્રતાપે મળ્યું... તે પછી વિરાગનો ચિરાગ વધુ ને વધુ પ્રકાશવા લાગ્યો અને દેશવિરતિથી સર્વવિરતિ સુધીની સુખદ સફરમાં પણ નવકારનો સથવારો હંમેશા સાથે જ રહ્યો. નવકારમંત્રના પ્રભાવ અને રહસ્યોને વિસ્તારથી જાણવા માણવા સમજવા અને આચરવા લેખકને જ સ્વયં મળવું.
Jain Education International
-સંપાદક
ઉત્તર પ્રદેશમાં આવેલ મહાનગર આગ્રા કયાં ને કયાં તે પ્રદેશની સીમાએ રહેલ મારવાડ તે પછી ગુજરાતની સરહદમાં પ્રવેશી સૌરાષ્ટ્ર દેશના મહાતીર્થ પાલીતાણાની જાત્રા. લગભગ આગ્રા અને શત્રુંજય વચ્ચે ખાસ્સા દોઢસો ગાઉનું અંતર.
છતાંય જેના મનમાં તીર્થયાત્રાપ્રેમ પાંગરી ઊઠે છે તેવા ધન્યાત્માના પગમાં જોમ માનસિક
For Private & Personal Use Only
www.jainelibrary.org