________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
737
માણિભદ્રજી એમના ઉપર એક પ્રસન્નતાભર્યું હાસ્ય વેરી અદશ્ય થઈ ગયા. શ્રી મયાવિજયજીએ માળા મૂકી દીધી. મંત્રોપચાર વડે નગીનદાસને જાગૃત કર્યા.
શ્રી મયાવિજયજી શ્રાવક નગીનદાસની ઉપર પ્રસન્ન થઈ ગયા હતા. એમણે પોતાની સાધના નગીનદાસને આપવાનો મનોમન નિર્ણય લઈ લીધો. અલ્પ સમય બાદ શુભ મુહૂર્ત પ્રસન્નચિત્તે શ્રી મયાવિજયજી મહારાજે સામે ચડીને નગીનદાસને માણિભદ્રનો મંત્ર આપ્યો. નગીનદાસ પણ પોતાની મનોકામના પૂર્ણ થવાથી ખૂબ જ આનંદિત બની ગયો.
નગીનદાસની સાધના સફળ થઈ. સાધનાની સફળતા નિમિત્તે ચતુર્થ વ્રત ઉચ્ચર્યું. જીવનભરના બ્રહ્મચર્યનો નિયમ લીધો.
શ્રી મયાવિજયજી મહારાજના હાથ નીચે જ એમણે મંત્રસાધના શરૂ કરી. મોટાભાગે એમને સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. જોકે માણિભદ્રજીને પ્રત્યક્ષ કરી શકાય એટલી સિદ્ધિ તો પ્રાપ્ત થઈ ન શકી; તો પણ એમની પરોક્ષ સહાયથી દુષ્ટ દેવોનું દમન વગેરે ગમે તેવાં અશક્ય કાર્યો કરી શકાય એટલી સિદ્ધિ તો નગીનદાસ પ્રાપ્ત કરી શકયા... અને એટલેથી જ એમણે સંતોષ માન્યો.
કથા-આધાર : વર્ષો પૂર્વે કલ્યાણ માસિકમાં ત્રણ હપ્તામાં આ કથા પ્રગટ થયેલી. શ્રીકલકંઠના ઉપનામે લેખકે આ કથા લખેલી. તેના આધારે આ કથાનું આલેખન કર્યું છે. ત્રીજો હપ્તો અત્રે અપ્રસ્તુત હોવાથી પ્રથમ બે હપ્તાને જ અહીં ટૂંકમાં આલેખેલ છે.
AAVAVAAMAAVAA
11::: 11
10.xxxxxx
x
x
s
urrounhapiroshan |
' 11111.111111111
LY.Y
YVAVVAVAVVVVVVVVVV
૯3.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org