SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 729 તળાવના એક ભાગમાં મોટો હોજ બનાવડાવ્યો, અને બધા જલજંતુઓ એમાં મુકાવી દીધા. સવાર-સાંજ એ હોજમાં પાણી ભરાવતા. એક દિવસની વાત છે. પરગામના કોઈ વિધર્મીઓને સમાચાર મળ્યા કે સામેના ગામના હોજમાં અસંખ્ય જળચર જીવો છે. નિર્દોષ જીવો ઉપર તેમની બુદ્ધિ બગડી. મધરાતે આવી આવીને તેઓ માછલાં પકડવા લાગ્યા. જૈનોને ખબર મળતાં એમણે આ નિર્દોષ જીવોની રક્ષા માટે હોજ ઉપર બેચાર ચોકીદારો ગોઠવ્યા. પણ આ તો માથાભારે વિધર્મીઓ હતા. ચોકીદારોને મારી મારીને પણ તેઓ માછલાં પકડી જવા લાગ્યા. જેનોએ એ લોકોને ખૂબ સમજાવ્યા. તેઓ ન માન્યા, બલ્ક જૈનોનું અપમાન કર્યુ. એ વર્ષે ગામમાં એક મહાત્મા ચોમાસુ રહ્યા હતા. એમનું નામ હતું શ્રી મયાવિજયજી મહારાજ. તેઓ ઉત્કૃષ્ટ સંયમી હતા. એમના કપાળ પર બ્રહ્મચર્યનું તેજ તગતગી રહ્યું હતું. એમની આંખોમાં અપૂર્વ સાધનાની દીપ્તિ ઝગમગી રહી હતી. જેનોએ તેમને વંદન કરીને માંડીને વાત કરી જળચર જીવોની હિંસા અટકાવવા માટે કંઈ ઉપાય કરવાની કરગરીને વિનંતી કરી. શ્રી મયાવિજયજીનું કરુણાભીનું હૈયું આ વાત સાંભળીને દ્રવી ઊઠ્યું. તેઓ ચિંતામાં પડી ગયા. થોડી વારમાં જ મનોમન તેમણે કંઈક નિર્ણય કરી લીધો. થોડા ગાભા મંગાવ્યા અને તેનો એક અગ્ધ બનાવ્યો. પછી એ અશ્વ ઉપર મંત્ર ભણીને વાસક્ષેપ કર્યો. દેવાધિષ્ઠિત એ વસ્ત્રના ઘોડાને આપતાં એમણે જણાવ્યું કે – આ અશ્વને હોજના કાંઠે રહેલા પીપળાના ઝાડ ઉપર બાંધજો અને તેની નીચે બે-ચાર જણને સુવડાવજો. આવેલા શ્રાવકો મહાત્માને વંદન કરી પાછા ફર્યા. મુનિએ જણાવ્યા મુજબની બધી વિધિ કરી અને ચોકીદારોને ત્યાં સૂવાનું જણાવી દીધું રાત પડી, અધરાત–મધરાતનો સમય થયો. નીરવ શાંતિ ચોમેર પથરાઈ ગઈ હતી. હોજમાં પડેલા જળજીવો કયારેક ક્યારેક અવાજ કરીને નીરવતાનો ભંગ કરતા હતા. જગત આખું ઊંઘી ગયું હતું. અચાનક તળાવમાં બે કાળા પડછાયા ઊતર્યા. તેઓ માછલાં પકડવા આવેલા વિધર્મીઓ હતા. ધીમે ધીમે તેઓ આગળ વધ્યા અને હોજ પાસે આવ્યા. જાળ તૈયાર કરી. જ્યાં હોજમાં જાળ નાખવા ગયા ત્યાં સામેથી અવાજ આવ્યો : 'ખબરદાર! એક ડગલું આગળ વધ્યા છો તો. જ્યાં છો ત્યાં એમ ને એમ જ ઊભા રહી જાવ.' આવનારા બંને એક પળ તો આ અવાજ સાંભળીને ડઘાઈ ગયા. શું કરવું તેની તેમને સમજણ જ ન પડી. કંઈ વિચાર કરે ત્યાં તો સામેથી શસ્ત્રસજ્જ પાંચસાત ઘોડેસવારો ધસી આવતા દેખાયા. અચાનક જ આવી પડેલા હુમલાથી બંને જણા ગભરાયા અને જાળ ત્યાં જ પડતી મૂકીને ઊભી પૂંછડીએ ભાગ્યા. પાછળ ઘોડેસવારો આવે છે કે નહિ તે જોયા વગર તેઓ બંને જણા પોતાના ગામ તરફ ભાગ્યા. ઘરનું બારણું ઉઘાડી બેય જણા ઘરમાં ઘૂસી ગયા, ઘરનાં બારણાં બંધ કર્યા અને ચડી -2 . For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy