SearchBrowseAboutContactDonate
Page Preview
Page 744
Loading...
Download File
Download File
Page Text
________________ 728 શ્રી માણિભદ્રનો મહિમા ન્યારો – પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મહારાજ '' વર્ષો પહેલાં " કલ્યાણ" માસિકમાં પ્રગટ થયેલ એક રહસ્યમય કથાને નવા શબ્દદેહનું રૂપ આપીને પ્રભાવ અને મહિમાગાન લેખકશ્રીએ રજૂ કરેલ છે. પ્રવચનની પીઠ પરથી સદાય જાગૃતિ બનાવતા પૂજ્ય મુનિવરશ્રી સંશોધનક્ષેત્રે પણ અચ્છા કસબી છે. નવું નવું જાણવાની, સમજવાની અને યોગ્ય રીતે રજૂ કરવાની તેમની શૈલી પણ મજાની છે. જૈન મુનિઓનું જીવન જ ચમત્કારી હોય છે. એની સિદ્ધિ, સાધના અને સફ્ળતા લોકેષણા માટે હોતી જ નથી. તપાગચ્છાધિષ્ઠાયક વિશ્વમાં ઘણી બધી શક્તિઓ કામ કરી રહી છે. ચૈતન્યશક્તિ અને પૌદ્ગલિક શક્તિ બન્ને એકબીજાના પાયા ઉપર સહયોગી રહ્યાં છે. માણિભદ્રજીની સાધના સાધકને ચૈતન્યશક્તિનો વિકાસ કરાવી આપે છે અને તે પછી આત્મિક શક્તિનું ઉત્થાન પણ કરાવી આપે છે. રજૂ થયેલી કથામાં અત્રે મયાવિજયજી મહારાજશ્રીનું કરુણાસભર હૈયું જીવનરક્ષાના ઉત્તમ વિચારે મંત્રશક્તિનું પ્રત્યક્ષીકરણ કરાવી આપે છે. સાધના હંમેશાં કૃતજ્ઞતા, ઉદારતા, પરોપકાર અને પરમાર્થવૃત્તિથી વાસિત બનેલી હોય તો જૈન જયિત શાસનમ્નો બુલંદ જયનાદ વિશ્વમાં હંમેશાં ગુંજતો જ રહેશે. સંપાદક વિ.સં. ૧૯૫૬ની સાલમાં ઉત્તર ગુજરાતના એક નાના ગામડામાં બનેલી આ સત્ય ઘટના છે. એ સાલમાં કારમો દુષ્કાળ પડયો હતો જે છપ્પનિયા દુકાળ તરીકે ઓળખાયો. ચોમાસું બેસી ગયું હોવા છતાં આકાશમાં કયાંય મેઘરાજાનાં દર્શન થતાં ન'તાં. કયારેક આકાશમાં વાદળીઓ દે ખાતી. લોકો હમણાં વરસે ... હમણાં વરસે... એવી ભાવનાથી આકાશની સામું જોતાં, પણ ક પવનનો ઝપાટો આવતો અને બધી વાદળી વિખેરાઈ જતી. બપોરનો સૂરજ જાણે આગ ઓકંતો હતો. રાતનો-મધરાતનો પવન જાણે લ જેવો લાગતો હતો. ગામનાં નરનારીઓ ગરમીથી ત્રાસી ગયાં હતાં. ગામનું તળાવ પણ સુકાઈ ગયેલું. થોડુંઘણું જે પાણી બચેલું તેમાં કેટલાય જળચર જીવો તરફડી રહ્યા હતા. દેડકા, કાચબા, મોટાં નાનાં માછલાંઓનો તરફડાટ ગામના જીવદયાપ્રેમી જૈનો વડે જોયો ન'તો જતો. સહુ ભેગા થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy