SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 125 ઉપરથી મનુષ્યની મુખાકૃતિ સ્વરૂપ પ્રતિમાનું કુદરતી સર્જન થઈ ગયું. (જેવું તે ભાઈએ સ્વપ્નમાં જોયું હતું, આ બિંબ આજે તેવું જ) અત્યંત પ્રભાવશાળી ગણાય છે. આંતરોળી તીર્થ : પ્રતિમા પ્રાચીન અને પરતાપૂરણ છે. ઉધરોજ : મૂર્તિ ભવ્ય, અતિ પ્રાચીન અને પ્રગટ પ્રભાવી છે. મનુષ્ય શરીરની આકૃતિ અંકિત છે. કરજણ સિંદૂર સર્જિત હસ્તિ અંકિત માનવ આકૃતિયુક્ત પ્રતિમાં પ્રાચીન છે. શંખેશ્વર : લાલ પથ્થરમાં ઉત્કીર્ણ નાની છતાં મોહક પ્રતિમા ચમત્કારી છે. બાર્લી : માત્ર મુખાકૃતિ સ્વરૂપ પ્રાચીન પ્રતિમાજીના દર્શનથી હૈયું ડોલી ઊઠે છે. વંથલી તીર્થ : લાલ પથ્થરમાં કોતરેલ, તમામ ચિહ્નોથી અંકિત, સન્મુખ મનુષ્ય મુખાકૃતિવાળી, ઉસ્યારૂઢ, દાદાવીરની પ્રતિમા પ્રાચીન અને ઈષ્ટસિદ્ધિદાયક છે. લતીપુરઃ મનુષ્ય મુખાકૃતિ હસ્તિ આરૂઢ મુદ્રા પ્રાચીન હોઈ કામિતપૂરણ છે. પૂના-ગોડી પાર્શ્વનાથ : શ્રીફળ સિંદૂરથી વૃદ્ધિ પામેલ પિંડી સ્વરૂપ મુદ્રા પ્રભાવક છે. શીવપુર સ્વયંભૂ પ્રગટિત છે એવી કિંવદત્તી છે. સ્થાપના સ્વરૂપ મુદ્રા પ્રભાવક છે. ઊંઝા : શ્રી પૂજ્યની ગાદીની બાજુમાં બિરાજમાન નાની છતાં પ્રભાવશાળી મૂર્તિ છે. જાવરા : રાજા-મહારાજાની જેમ હાથી ઉપર બિરાજમાન પ્રાતિહાર્યથી ચામર વીંઝતી અલૌકિક મુદ્રા છે.' બારામતીઃ શ્રીફળની સ્થાપનાથી ક્રમશઃ વૃદ્ધિ પામી ઊભી પિંડી રૂપ મુદ્રા પ્રાચીન અને શક્તિસંપન્ન છે. શાહપુર (એમ. એસ.) શ્રીફળ-સિંદૂરથી મોટી થતી પિંડી સ્વરૂપ મુદ્રા ધ્યાન કરવા યોગ્ય છે. આગલોડ : અત્યંત પ્રભાવશાળી, મૂળ સ્થાનમાં બિરાજમાન, મગરવાડાથી આવેલી, સેવક ભૈરવથી સતત સેવાતી, અતિ પ્રાચીન નાના પિંડ સ્વરૂપ વીર જૈન-જૈનેતરો માટે હાર્દિક આસ્થાનું સ્થાન છે. પૂના-ખડકી : શ્રીફળ ઉપર સિંદૂર લગાડવાથી વૃદ્ધિગત સ્થાપના સ્વરૂપ પિંડી પ્રશસ્ય છે. બિબડોદ (રતલામ): મોટા હાથી ઉપર નાનું રૂપ ધારણ કરી શોભતા વીરની મુદ્રા અને પ્રભાવ અવર્ણનીય છે. મોરબી: મુદ્રા અતિ પ્રાચીન શ્રદ્ધેય છે. ઉદયપુરઃ દેવસુરસંઘના સ્થાપક તપગચ્છાધિપતિ દેવસૂરિ મ. જે નારિયેળના તાંતણામાંથી મંત્રિત કરીને સ્થાપેલ BUST આકારની સ્થાપનાવાળી મુદ્રામાં સાક્ષાત્ વીરનો વાસ હોય તેમ અચૂક ભાસે છે. રાંદેર (સુરત): લાંબી સૂંઢવાળા હાથી ઉપર બિરાજમાન સન્મુખ વરાહ મુખાકૃતિવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy