SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ સાત સૂંઢવાળો ઐરાવત હાથી વાહન તરીકે છે, જેમાં ઉપરની સૂંઢમાં અભિષેક કરતો કળશ છે અને અન્ય છ સૂંઢમાં રક્તવર્ણનાં પુંડરીક કમળોની હારમાળા છે. વરાહનું મુખ છે. તેના અગ્રભાગ ઉપર શત્રુંજયની સ્મૃતિ સજીવન રાખવા જિનાલય આકારની રાયણવૃક્ષની શાખા છે જેમાં આદીશ્વર પરમાત્માની સ્થાપના છે. દષ્ટિ સહેજ આકાશ તરફ ઊંચી છે. કપાળમાં સુવર્ણમય લાલ મુગટ છે. ગળામાં વૈવિધ્યપૂર્ણ રત્નના અલંકારો સર્જેલા છે. 723 છ ભુજાઓમાં એક બાજુની ત્રણ ભુજામાં અંકુશ, નાગપાશ અને ત્રિશૂળ છે, જ્યારે બીજી બાજુની ભુજામાં રત્નની માળા, ડમરુ અને મૃગદળ છે. ભિન્ન ભિન્ન બિંબોમાં આ હાથનું તથા લાંછનોનું ઓછું–વત્તાપણું અચૂક જણાય છે. વળી આ લાંછનો અને તેના હસ્તસ્થાનની નિયતતા પણ જણાતી નથી... કયાંક એક હાથે આશીર્વાદ આપતી મુદ્રા છે. [ કાંકરેજનાં પ્રતિમા ] નિપાણી તથા ઈચલકરંજી પ્રતિમાના વૈવિધ્યમાં અંકુશના સ્થાને તલવારનું ચિહ્ન અંકિત છે. હાલાર આરાધનાધામનાં પ્રતિમામાં ભિન્નતાસૂચક તલવાર અને ઢાલનાં ચિહ્ન બતાવાયાં છે. પ્રાચીન બિંબોમાં છ હાથ અને તેમાં ઉક્ત ચિહ્નો મહદંશે ગ્રહણ કરાયાં નથી..... એટલે કાળકૃત ભેદ સમજી શકાય. કેટલીક પ્રતિમામાં મુખ સન્મુખ હોય છે, કેટલીક પ્રતિમામાં મુખ જમણી તરફ હોય છે તો કેટલીક પ્રતિમામાં મુખ ડાબી તરફ હોય છે. સન્મુખ મુખાકૃતિવાળાં વીરબિંબો જામનગર ( હાલાર તીર્થ), રાજકોટ, નિપાણી (એમ.એસ.), ઈચલકરંજી (એમ.એસ.), કુંભોજગિરિ, વિજાપુર, કાંકરેજ (બનાસકાંઠા), જામનગર (પાઠશાળા), પૂના (આદિનાથ સોસા. ), કોલ્હાપુર, વડગાંવ, ઝીંઝુવાડા, આદિ અનેક સ્થાને જોવા મળે છે. ડાબી–જમણી બાજુ મુખાકૃતિવાળાં વીરબિંબો પ્રતિમામાં મુખાકૃતિ કોઈ જમણી તરફ હોય છે, કોઈ કાબી તરફ. કઈ તરફ હોવી જોઈએ તેનો ચોક્કસ નિર્ણય જાણવા મળતો નથી; પણ ગીતાર્થ ગુરુ ભગવંતો પાસે એટલું જાણવા મળ્યું કે મંદિરમાં વીરબિંબની સ્થાપના કરવાની હોય ત્યારે પરમાત્મા સન્મુખ તેમનું મુખ રહે (તેની વિરુદ્ધ દિશામાં—એટલે કે દરવાજા બહાર મુખ જાય તેમ નહીં) તેમ બિરાજમાન કરવા. સાંચોર : આ બિંબ પ્રાચીન છે, મુખ્ય સૂંઢમાં કળશના સ્થાને વિંઝાતું ચામર છે. ભાવનગર : ( શાસ્ત્રીનગર) સૂંઢમાં કળશના સ્થાને ચામર અને એક હાથમાં સુદર્શનચક્ર જોવા મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy