SearchBrowseAboutContactDonate
Page Preview
Page 738
Loading...
Download File
Download File
Page Text
________________ 722 તપાગચ્છાધિષ્ઠાયક આનંદ વિશેષ થાય છે. મુદ્રાભેદ : કાયોત્સર્ગ મુદ્રા – પદ્માસન મુદ્રા, અર્ધપવાસનમુદ્રા વગેરે મુદ્રાવૈવિધ્ય ભાવોલ્લાસનું કારણ નિશ્ચિત બને જ છે. રસને ટકાવવા ભોજનમાં વિવિધતા જરૂરી છે. આનંદને ટકાવવા પ્રસંગનું વૈવિધ્ય આવશ્યક છે. આંખના પ્રમોદ માટે દર્શનની ભિન્નતા અનિવાર્ય છે. જીવનની મોજ માણવા માટે ભાતભાતના સંયોગો જરૂરી છે તેમ અધ્યાત્મિક સામ્રાજ્યમાં આનંદધનની છોળો ઉછાળવા માટે મુદ્રાનું વૈવિધ્ય જરૂરી છે. આ મુદ્રાભેદ ક્યારેક સકારણ હોય છે, ક્યારેક કાળકૃત હોય છે તો ક્યારેક કલ્પનામૃત.... શાસનરક્ષક તપગચ્છના અધિષ્ઠાયક દેવ માણિભદ્રવીર આજથી ૫૦૦ વર્ષ પૂર્વે પંદરમી સદીમાં થઈ ગયા. અવંતીનગરીના એ સુશ્રાવક શ્રેષ્ઠિવર્ય માણેકશા ગુરુ આનંદવિમલસૂરિના પ્રભાવે અંત સમયે શત્રુંજય તીર્થાધિરાજનું ધ્યાન કરતાં કરતાં સંકટ સમયે પણ અદ્ભુત સમાધિમૃત્યુ પામી તપાગચ્છના અધિષ્ઠાતા બન્યા. કોઈ પણ મોટું કામ સરળ નથી હોતું, તેની પાછળ સૂક્ષ્મ સાધનાનું પ્રચંડ બૅકિંગ હોય જ છે. મરણાંત કષ્ટ સમયે અખંડ સમાધિ જાળવી રાખવા લોખંડનાં હાડકાંને પોલાદી ફેફસાં જોઈએ જે માણેકશા પાસે હતાં. તેથી જ સમસ્ત તપાગચ્છના સન્માનનીય અધિષ્ઠાયકના સત્તાસ્થાને તેઓ બિરાજમાન થઈ શક્યા. અધિષ્ઠાયક તો થયા પણ વાયદા આપીને વીસરી જનાર નહીં, તપાગચ્છની રક્ષાનો CALL આપી ઊંઘી જનાર નહીં, આચાર્યોને સહાય કરવાનું વચન આપી વિલાસમાં ડૂબી જનાર નહીં.. સદા જાગૃત... સદા ઉધત. સદા સજાગ... ( નિઃસ્વાર્થ ભાવે શાસનની સેવા કરતા સૂરિઓને અચૂક SUPPORT કરનાર, નિસ્પૃહભાવે તપ-ત્યાગાદિ સાધનામગ્ન સાધકોને સૂક્ષ્મ બળ કરનાર, સંઘ-શાસનના પ્રત્યેનીકોનો પૂરી તાકાત લગાડી સામનો કરનાર..... પરમાત્માના ભક્તને, તપાગચ્છના ઉપાસક અને અણધારી સહાય કરનાર..... ૫૦૦ વર્ષ પૂર્વ તેમની જીવનલીલા સમેટાઈ ગઈ. જિનશાસનના એક ઉપાસક સમસ્ત સંઘ • માટે ઉપાણ બની ગયા. શાસનપ્રભાવક સૂરિઓ માટે પણ ધ્યેયસ્વરૂપ બની ગયા. સાકાર સ્વરૂપી તેમની ભાવોપાસનાના અવલંબનાર્થે ૫૦૦ વર્ષમાં માણિભદ્રજીની ભિન્નભિન્ન મુદ્રાઓ અસ્તિત્વમાં આવી ભારતવર્ષમાં પ્રાપ્ત પ્રાચીન અર્વાચીન મુદ્રાઓના સૂક્ષ્માવલોકન બાદ ખ્યાલ આવે છે કે વીરનું આ મુદ્રાવૈવિધ્ય કેટલુંક સકારણ, કેટલુંક કાળકૃત અને કેટલુંક કલ્પનાકૃત છે. ઉપલબ્ધ થતા ગ્રંથાનુસાર સામાન્યથી માણિભદ્રજીની બાહ્ય આકૃતિ, વાહન, શસ્ત્રો વગેરે આ પ્રમાણે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy