SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧, યક્ષરાજશ્રી માણિભદ્રદેવ કરવો" વગેરે ભિન્નભિન્ન મુદ્રાઓની આવશ્યકતા શું છે ? અનુષ્ઠાન કરવું જ છે તો એક આસને એક મુદ્રામાં પણ થઈ શકે ! આ વેધક પ્રશ્નનો જવાબ સૂરિપુરંદર હરિભદ્રસૂરિ મ. પંચાશક નામના ગ્રંથમાં ઉક્ત શ્લોકથી આપે છે કે આપણા દ્વારા અનુષ્ઠાનોની આરાધના ક્ષાયોપશમિક ભાવે જ થવાની અને આ ભાવમાં દઢ યત્નપૂર્વક કરેલા એવા પણ અનુષ્ઠાનમાં અધ્યવસાયના પતનની પૂરેપૂરી શકયતા છે. કારણ, ક્ષાયોપમિક ભાવમાં અધ્યવસાયોની ઊથલપાથલ રહેવાની જ, શુભ ભાવોની વર્ધમાનતા કે સ્થિરતા શકયતા ઘણી ઓછી છે. તે તો ક્ષાયિક ભાવનું કાર્ય છે. ક્ષાવિકભાવમાં એકાગ્રતા જોરદાર, સ્થિરતા અપ્રતિમ, ભાવવૃદ્ધિ કમાલની હોય છે. તેથી ક્ષાયોપમિક ભાવે કરાએલા અનુષ્ઠાનમાં કર્મયોગે કદાચિત પતન થાય તો પુનઃ તે ભાવોને વૃદ્ધિગત કરવાનું કાર્ય કરે છે મુદ્રાઓ. મુદ્રાની એ તાકાત છે કે સુષુપ્ત ભાવોને સજીવન કરે છે અને જાગૃત ભાવોને વૃદ્વિગત કરે છે. વળી દિવ્ય તત્ત્વ સાથે ઓછા સમયમાં સીધું અનુસંધાન કે લય સાધવા માટે મુદ્રાઓ એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. 721 આજનું વિજ્ઞાન પણ શરીરના ભિન્નભિન્ન અવયવોમાં ભિન્ન ભિન્ન પ્રકારનો ઊર્જાસ્રોત સિદ્ધ કરે છે. માટે જ પૂજા ' અનામિકા'થી થાય. વંદિત્તામાં જમણો પગ ઊંચો કરવાનો, ચૈત્યવંદનમાં ડાબો, જયવીયરાય સૂત્રમાં ' સેવણા આભવમ ખંડા' સુધી હાથ ઊંચા રાખવા પછી નીચા, ગુરુના જમણા અંગૂઠે ચરણનો સ્પર્શ કરવો, વાંદણામાં ઊભડક પગે બેસવું. આ બધા મુદ્રાવિધાન પાછળ ઘણાં ઘણાં ગર્ભિત રહસ્યો સાથે SCIENTIFIC REASONS સમાએલાં છે. ટૂંકમાં તેના મુખ્ય ફાયદાઓ છે, • તનની સ્થિરતા • મનની એકાગ્રતા • ધ્યેય તત્ત્વનું શીઘ્ર અનુસંધાન • અધ્યવસાયની શુદ્ધિ અને વૃદ્ધિ • શરીરની સ્વસ્થતા. ધ્યેયસિદ્ધિના અનુષ્ઠાનમાં વિવિધ મુદ્રાભેદના જેમ વિશિષ્ટ ફાયદાઓ છે તેમ જ ધ્યેયતત્ત્વ સ્વરૂપથી સમાન હોવા છતાં નામભેદથી – સ્થાપનાભેદથી- ક્ષેત્રભેદથી-દ્રવ્યભેદથીમુદ્રાભેદથી– ઉપાસ્ય તત્ત્વનિમિત્તક પેદા થતાં ભાવોમાં પણ વૈવિધ્ય સ્પષ્ટ અનુભવાય છે. નામભેદ : અતીત કે અનાગત ચોવીશીના તીર્થંકર કરતાં આ ચોવીશીના તીર્થંકરોના નામસ્મરણમાં અને તેમાં પણ આદિનાથ, શાંતિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ કે મહાવીરસ્વામીના નામસ્મરણમાં ભાવોલ્લાસ વિશેષ ઉછાળા મારે છે. સ્થાપનાભેદ : નાની પ્રતિમા કરતાં મોટીમાં, અર્વાચીન કરતાં પ્રાચીનમાં ભાવ સહજ વધે છે. ક્ષેત્રભેદ : નાના જિનાલય કરતાં મોટા ભવ્ય જિનાલયના દર્શને, સ્વસ્થાનગત મંદિર કરતાં તીર્થસ્થાનોમાં હૈયું વિશેષ હિલોળે ચઢે છે. દ્રવ્યભેદ : ધાતુના પ્રતિમા કરતાં પાષાણમાં, પાષાણ કરતાં રત્નની પ્રતિમાના દર્શનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy