________________
720
તપાગચ્છાધિષ્ઠાયક
'વિવિધ મુદ્રાઓમાં માણિભદ્રજીનું સ્વરૂપદર્શન
- પૂ. મુનિશ્રી કલ્યાણબોધિ વિજયજી મહારાજ
દેવદેવીઓની મૂર્તિઓના દર્શનમાં તેઓની વિરાટ-અચિંત્ય શક્તિઓની આપણને હંમેશાં અનુભૂતિની પ્રતીતિ થાય છે. જ્ઞાનપ્રાપ્તિ ઉપરાંત પરમ શાંતિ પણ અનુભવાય છે અને સાધકની સૌમ્યતામાં વૃદ્ધિ કરે છે.
પૂ. મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી મહારાજશ્રીએ અત્રે શ્રી માણિભદ્રજીની વિવિધ મુદ્રાઓની સુંદર સમીક્ષા કરી છે. ઘણી આકૃતિઓ સૌમ્ય અને ચિત્તાકર્ષક નજરે પડે છે. ભારતનાં વિવિધ તપાગચ્છીય સ્થાનોમાં છેલ્લા દોઢ–બે દાયકામાં જે મૂર્તિઓ પ્રતિષ્ઠિત થયેલી છે એ મોટે ભાગે અર્વાચીન જણાય છે; જ્યારે ઘણી મૂર્તિઓ સો-દોઢસો વર્ષ પહેલાની પ્રાચીન નજરે પડે છે. મહારાષ્ટ્રમાં માણિભદ્રજીની મૂર્તિઓથી કોઈક જ મંદિર કે ઉપાશ્રય વંચિત હશે. માનભદ્ર કે માણિભદ્રને નામે ખ્યાતિ ધરાવનાર આ યક્ષરાજની મૂર્તિઓ ઘણી જગ્યાએ કયાંક મૂળમાં જાડી અને ઊંચી, કયાંક પાતળી પડતી શિખા જેવા કદની, કયાંક રક્ત યા સિંદૂરીઆ રંગની આકૃતિ જોઈ, કયાંક ઝાડની ડાળી માફક વૃદ્ધિ પામતી ને મૂળ ગોખલા કે સ્થાનકમાંથી બહાર નીકળી ઠીક વિસ્તાર પામેલી આકૃતિઓ પણ જોઈ, કયાંક મૂર્તિઓ ઉપર વરખ ચોડેલા અને સમીપમાં જ દીપક પ્રજ્વલતો હોય તેમ પણ જોયું. અત્રે દર્શાવેલ સ્વરૂપોમાં કયાંક ગજરાજ ઉપર બેઠેલા કે કયાંક ઊભેલા જણાય છે.
કયાંક આરસશિલ્પમાં, કયાંક પંચધાતુમાં કે કયાંક કાષ્ઠ કે પથ્થરમાંથી બનાવેલ નજરે પડે છે. આ બધી પ્રસન્ન મુદ્રાઓના દિવ્ય દર્શન સાધકને ધ્યાન માટે પણ અનિવાર્ય બને છે. મૂર્તિઓના હાથ પગ આદિના આકાર પ્રકાર તથા હાથમાં દર્શાવેલ ભિન્ન ભિન્ન વસ્તુઓ અને પ્રતીકો પણ હેતુલક્ષી સમજવાના. બંગાળમાં પણ કયાંક કયાંક ભિન્નતા જોવામાં આવે છે. સ્વરૂપદર્શનનો આ વિભાગ સંસ્કૃતિના મહિમાનું મંગું ગીત અને શાંતિનું સંગીત સમજવું.
– સંપાદક ओवसमिगभावे दढजत्तकयं सुहं अणुट्टाणं
परिवडियंपि हु जायइ पुणोवि तस्भावqड्किरं ॥ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનોમાં " જિનમુદ્રા – પ્રણિધાન મુદ્રા – યોગમુદ્રા, ડાબો પગ ઊંચો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org