SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 715 મહાપુરુષોના જીવનપલટા સમયે કુદરત વેરાઈ ગએલા મણકાને એકઠા કરીને તેની માળા કોઈ અકળ કળા વડે પોતાના હાથ પરોવી દે છે. માણેકશાહ શેઠનું જીવનપરિવર્તન પણ આવા અનેરા સંજોગોના અણધાર્યા એક્યથી થવા પામ્યું હતું. એક શ્રી સિદ્ધગિરિના આત્મધ્યાન સિવાય એમને બાહ્ય જગતનું બિલકુલ ભાન ન હતું. રાતદિવસ સિદ્ધાચળ-સ્મરણ એમના અંતરપટ પર રમી રહ્યું હતું. એમના હૃદયના પ્રત્યેક ધબકારમાં સિદ્ધગિરિ શબ્દ ધડકી રહ્યો હતો. એમની રક્તવાહિનીઓમાંનું રક્ત સિદ્ધગિરિ—સ્મરણે વહી રહ્યું હતું. એમનાં અંગેઅંગ, અણુએ અણુ અને રોમેરોમ શ્રી સિદ્ધગિરિના મહામંત્રનો અખંડ ઉચ્ચાર ઉચ્ચારી રહ્યાં હતાં. જે મહાપુરુષનાં જ્ઞાન અને બુદ્ધિ આવી ઉચ્ચતમ ભૂમિકામાં વિચરી રહ્યાં હોય, તે દેહ જેવી એક તુચ્છ વસ્તુની દરકાર પણ કેમ કરે ! દેહ તો એમને મન એક પરપોટો જ હોય. એ રહે તોય શું અને જાય તોય શું! જે જંગલમાં આજે માણેકશાહ શેઠ એક રણશૂરા રણવીરની માફક આગળ ધપી રહ્યા હતા, એ જંગલ ચોર, ડાકુ અને લૂંટારાઓનું મુખ્ય ધામ હતું. આ લોકોનું એક મંડળ આજ સવારથી જ કોઈ શિકારની શોધમાં આ જંગલમાં ભટકી રહ્યું હતું પરંતુ કમનસીબે આજે આખા દિવસમાં કોઈ માલદાર શિકાર એમના હાથમાં ઝડપાયો ન હતો. આથી આજે તેઓ નિરાશ બની ગયા હતા. સાંજ પડતાં હવે એ બધા અહીંથી ઊપડી જવાની તૈયારી કરી રહ્યા હતા. એટલામાં જંગલ અને ઝાડીમાંથી પવનવેગી ગતિએ પુરપાટ ચાલ્યા આવતા માણેકશાહ શેઠ પર એમની દૃષ્ટિ પડી. " કર્મ છુપે ન ભભૂત લગાયો." એ સૂત્રાનુસાર માણેકશાહ શેઠના વ્યક્તિત્વની તેજસ્વિતા આજની અવ્યવસ્થિત સ્થિતિમાં પણ એમના ચહેરા પર ચમકી રહી હતી. કમળપુષ્પ સમાન એમની સુકોમળ મુખમુદ્રા મહાન શ્રીમંતોને પણ દુર્લભ હતી. એમના અંગેઅંગમાં ખાનદાનીનું ઓજસ ઊભરાઈ રહ્યું હતું. આવા શ્રીમંત જણાતા શાહ પુરુષને આ અઘોર જંગલમાં એકલો આવી ચડેલો જોઈને, ચોરમંડળની નિરાશામાં આશાનો સંચાર થયો. ઝડપી ગતિએ ઝપાટાબંધ પસાર થઈ જતા આ મહાપુરુષને તેમણે તરત જ ઊભા રહેવાને પડકાર કર્યો, પરંતુ અહીં માણેકશાહ શેઠ ક્યાં હતો, જે એમના પડકારની પરવા કરે ! આ તો એક મહા અવધૂત યોગીરાજ પોતાના આત્મધ્યાનમાં જ મસ્ત હતો. એના બહારના કાન બંધ થઈ ગયા હતા. ચોરોના પડકારને શ્રવણ કરી શકે એવી એમની સ્થિતિ રહી ન હતી. ચોરોનો પડકાર એ બહેરા કાનો પર અથડાઈ પાછો ફર્યો. એમની ગતિ જેમની તેમ એકસરખા વેગથી ચાલુ હતી. માણેકશાહ શેઠની આવી વિલક્ષણતા જોઈને ચોરોના અંતરમાં શંકાનો ઉદ્દભવ થયો. આવો શ્રીમંત જણાતો માણસ આટલો ગમાર હોઈ શકે ખરો? ચોરો વિચારમાં પડ્યા. એમના પડકારની દરકાર ન કરે એવી એક પણ વ્યક્તિ આજ લગી એમની નજરે ચડી ન હતી. એમણે વિચાર્યું કે આ શ્રીમંત માણસ લૂંટારાના ભયથી જ દીવાનાપણાનો પાઠ ભજવી રહ્યો છે. માણેકશાહની મસ્ત દશાને એક ઢોંગ માની લઈને આ લોકો એકદમ ક્રોધાયમાન બની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy