SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ 716 તપાગચ્છાધિષ્ઠાયક ગયા. આખા દિવસની શિકારની તલપ હવે ક્રોધની પરાકાષ્ટાએ આવી પહોંચી. એણે પોતાનાં તમામ હથિયારો સાથે માણેકશાહ પર એકસામટો ધસારો કર્યો. આ મહાપુરુષના મહાન આત્માએ એના દેહ સાથેનો સંબંધ તો કયારનોએ તજી દીધો હતો; પરંતુ સ્થૂલ દષ્ટિએ દેખાતો સંબંધ પણ આ દયાહીન ડાકુઓએ અનેક ભયંકર જખોથી દૂર કરી દીધો. ક્રોધાવેશમાં એમણે માણેકશાહ શેઠના શરીરના ત્રણ ટુકડા કરી નાખ્યા. ઉજ્જયિનીના નગરશેઠનો અમર આત્મા એમના દેહરૂપી ઘટને ભેદીને અનંતજ્યોતિમાં એકાકાર થઈ ગયો. અંત સમય સુધી એમના હૃદયમંદિરમાં શ્રી સિદ્ધગિરિના રટણનો ધ્વનિ અખંડ અને અભંગ રહ્યો. ધર્મધ્યાનમાં તરબોળ બની રહેલા આત્માની અંદર વૈર, વિરોધ, શોક, દુઃખ કે ભયને સ્થાન હોતું નથી. એ તો ઈષ્ટસિદ્ધિના પોતાના લક્ષ્યબિન્દુમાં જ લીન હોય છે, તતૂપ હોય છે. માણેકશાહ શેઠની વિહ્વળ ઉન્માદદશા પણ આવી જ તદ્રુપતાના પ્રતીક રૂપ હતી. શ્રી જિનશાસન ધર્મધર જીવ વીરગતિમાં વિરામ્યો. દેહ ઢળી પડ્યો અને આત્મા પરમાત્માની પરમ વિભૂતિરૂપ દેવકોટિમાં પ્રવેશ પામ્યો. મહામૂલી માલવભૂમિ ઉજ્જયિની નગરીના નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠીનો પવિત્ર આત્મા આ અદ્ભુત આત્મબલિદાનથી ભુવનપતિ દેવોમાં વ્યંતર માણિભદ્રના નામે મશહૂર થયો. વિર માણિભદ્ર આચાર્ય શ્રી હેમવિમલસૂરિજી મહારાજ અનેક શહેરો, નગરો અને ગામોમાં વિચરતા અને ભાવિક જીવોને પ્રબોધતા, કેટલાક દિવસોના અવિરત વિહાર બાદ ગુજરાતની ધરા પર જે ઠેકાણે માણેકશાહ શેઠનો દેહાંત થયો હતો, તે પાલનપુર નજદીકના પ્રદેશમાં આવી પહોંચ્યા. આ સ્થળે એમને એકાએક એવી આત્મફુરણા થઈ કે શાસનદેવીના સૂચન અનુસાર આ સ્થાનમાં અવશ્ય કંઈક દિવ્ય દર્શનની પ્રાપ્તિ થવી જોઈએ. આ આત્મપ્રેરણા મુજબ એમણે આગળ વધવાનું છોડી દીધું અને એ જ સ્થળે અઠ્ઠમનો તપ કરીને કાઉસગ્ગ ધ્યાનમાં બેસી રહ્યા. આચાર્યશ્રીના આ તપના પ્રભાવે વ્યંતર ઈદ્ર માણિભદ્રનું આસન ચલાયમાન થયું. અવધિજ્ઞાનથી એમને જાણવામાં આવ્યું, કે એમને ભવસમુદ્રથી તારનાર મહાન ઉપકારી આચાર્ય શ્રી હેમવિમલસૂરિજી અહીં કાઉસગ્ગ ધ્યાનમાં બિરાજેલા છે. આચાર્યશ્રીને વંદના કરવા અર્થે વીર માણિભદ્ર બાવન વીર અને ચોસઠ જોગણીની પોતાની દેવસેના સહિત આવીને ઘેરા ગંભીર ધ્વનિથી અંતરિક્ષમાંથી પોતાના આગમનનું સૂચન કર્યું. " જ્ઞાનોપકારી પરમપૂજ્ય ગુરુદેવશ્રીને હું સપ્રેમ વંદના કરું છું." " ધર્મલાભો ભવ. " આચાર્યના મુખમાંથી અનાયાસે આ શબ્દો બહાર નીકળી ગયા. પરંતુ આસપાસ નજર કરતાં કોઈ પણ વ્યક્તિ દષ્ટિગોચર ન થવાથી તે આશ્ચર્ય પામ્યા. " આ શું?" અંતરિક્ષમાંથી વંદન કરનારને ઉદ્દેશીને ગુરુપ્રવરશ્રીએ કહ્યું, "હે ધર્મપ્રિય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy