SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 711 ઉપસ્થિત થયા. ગુરુદેવને વંદનાદિ કરીને માણેકશાહે યોગ્ય આસન લીધું. માણેકશાહના આજના એકાએક આગમનથી આચાર્યશ્રી પણ અતિ સંતુષ્ટ થયા. એમણે શ્રાવકના મૂળ બારવ્રત અધિકાર સંભળાવ્યો, અને માણેકશાહે બારવ્રત ઉચ્ચર્યા પછી ગુરુદેવના આદેશથી પોતાની સાથેની માલની તમામ પોઠોને બીજે જ દિવસે પાછી ઉજ્જયિની તરફ રવાના કરી દીધી. પોતે શ્રી સરુચરણમાં ચાતુર્માસ ગાળવાનો નિશ્ચય કરીને ત્યાં જ રોકાઈ રહ્યા. ગુરુદેવનાં દર્શન માત્રથી જ એમની વ્યાપારી અને વ્યવહારી વૃત્તિ, ત્યાગ અને વૈરાગ્યની વાડે વળી ચૂકી. માણેકશાહ શેઠે શ્રી સરુના સામીપ્યમાં દિનપ્રતિદિન સામાયિક બે વખત, પ્રતિક્રમણ, પોષહ વગેરે ધર્મકરણી ઉગ્ર અને એકાગ્રભાવે કરવા માંડી. વ્યાખ્યાનમાં વાંચવા ગુરુદેવે શરૂ કરેલું શ્રી સિદ્ધાચળ માહાભ્ય પણ એમણે પરમ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કર્યું. આ માહાભ્ય ભાવિક જીવને એકાવતારી કરીને મોક્ષપદની પ્રાપ્તિ કરાવે એવી અનંત શક્તિ ધરાવનાર છે એ વાત માણેકશાહની રગેરગમાં ઊતરી ગઈ. સંસારનાં આધિ, વ્યાધિ અને ઉપાધિમય ત્રિવિધ તાપમાં તવાયેલા માણેકશાહ શેઠના પવિત્ર અંતરમાં શ્રી સરુની શીતળ છાયાથી અને શ્રી સિદ્ધાચળ જિનદેવભૂમિના માહાભ્યના અમૃતસિંચનથી શ્રી જિન આગમ-શ્રવણથી પ્રભુનાં દર્શનવંદનની અતિ ઉત્કંઠા જાગી ઊઠી. પૂર્વજન્મના અનેક પ્રબળ શુભ સંસ્કારોનો એકાએક ઉદય થવા માંડ્યો. માણેકશાહ શેઠે શ્રી ગુરુદેવ સમક્ષ ઉપસ્થિત થઈને પોતાની એ અભિલાષા અતિ વિનમ્ર ભાવે વ્યક્ત કરી. " પરમ પૂજ્ય ગુરુવર! મારે નજળનો ત્યાગ કરી પગપાળા ચાલી ટાઢ, તાપ આદિથી શરીરને જે કંઈ ઉપસર્ગ થાય તે તમામ સહન કરીને શ્રી સિદ્ધાચળની યાત્રા કરવાનો અભિગ્રહ ધારણ કરવો છે. માટે મારો આ અભિગ્રહ નિર્વિને પાર પડે એવો આપ અનુગ્રહ કરીને મને આશીર્વાદ આપો." માણેકશાહના આ શબ્દો શ્રવણ કરીને આચાર્યદેવના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. માણેકશાહ શેઠનું ખીલતા કુસુમ સરખું કોમળ શરીર આવી અતિ કપરી કસોટીમાંથી પાર ઊતરી શકશે કે કેમ એ શંકાએ ગુરુદેવનું મન ચિંતાગ્રસ્ત બની ગયું. આવો જોખમી અભિગ્રહન કરવા એમણે માણેકશાહ શેઠને અનેક રીતે સમજાવવા માંડ્યું. આગ્રાથી છેક સિદ્ધગિરિ સુધીનું અત્યંત લાંબું અંતર, લાંબા સમયનો પ્રવાસ, માર્ગની વિકટતા, નદી, નાળાં તેમ જ ઝાડ, પહાડ અને જંગલોમાં પગપાળા ચાલતાં વાઘ, સિંહાદિ હિંસક પશુઓનો ભય, તેમ જ અન્નજળ ત્યાગના મહા ઉપસર્ગને લીધે શરીરમાં આવતી અનહદ શિથિલતામાંથી પ્રાણરક્ષા કરવાની અનિવાર્ય આપત્તિનું બહુ જ સૂચક ભાવથી સમર્થન કર્યું. પરંતુ ભાવિના કોઈ અકળ ભેદથી માણેકશાહ શેઠનું ધર્મપ્રેમી હૃદય અભિગ્રહ ધારણ કરવાના પોતાના નિશ્ચયમાં મેરુ સમાન મક્કમ રહ્યું. એમનો અડગ નિશ્ચય કોઈ પણ રીતે મિથ્યા નહિ થઈ શકે એવું જોવામાં આવતાં આચાર્યશ્રીએ એમને અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy