SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ 712, તપાગચ્છાધિષ્ઠાયક માણેકશાહ શેઠે બરાબર કાર્તિક માસની કૃષ્ણ પ્રતિપદાના દિને પ્રાતઃકાળમાં આગ્રાથી શ્રી સિદ્ધગિરિ પ્રત્યે પ્રયાણ આદર્યું. ખરેખર, ભાવિના ભેદ ઉકેલવા કોણ સમર્થ છે? મંત્રસાધના ઉજ્જયિની નગરીની ક્ષિપ્રા નદી પરનું ગંધર્વી સ્મશાન દિવસના સમયમાં તો બીજા હરકોઈ સ્મશાન જેટલું જ ભયંકર હતું, પરંતુ રાત્રિના સમયે એ એટલું તો ભયંકર બની જતું કે, ભાગ્યે જ ત્યાં જવાની કોઈ હામ ભીડે ! એ વખતે તો નદી, ભેખડો અને ઝાડનાં ઠૂંઠાં પણ જાણે ભૂતનો આકાર ધારણ કરી લેતાં. અને આજે તો કાળીચૌદશની કાળી રાત એટલે ગંધર્વી સ્મશાનની ઘોર ભયાનકતામાં પૂછવું જ શું! લોકમાન્યતા મુજબ પણ ગંધર્વી સ્મશાનની કાળી ચૌદશની રાત્રિ અન્ય રાત્રિઓ કરતાં અનેકગણી ગંભીર ગણાતી. મેલી વિદ્યા તેમ જ મંત્ર-સાધના સાધતા સાધકો અને હાડકાંઓને શોધતા કાપાલિકો સિવાય આજની રાત્રે અહીં ભાગ્યે જ કોઈ નજરે ચડતું. સમય બરાબર મધ્યરાત્રિનો હતો. આ વખતે ઓળા જેવી એક વ્યક્તિ આ ભયંકર સ્મશાનની અઘોર ભયાનકતા વચ્ચે કંઈક મંત્રસાધના સાધવામાં મશગૂલ હતી. એની ડોકે બોખી ખોપરીઓની એક બિહામણી માળા લટકતી હતી. એણે મેલી સાધના માટે ઉપયોગી થાય એવા કેટલાક અભક્ષ્ય અને અપેય પદાર્થો પોતાની ચારે બાજુએ ગોઠવી રાખેલા હતા. વારંવાર તેના મ્હોંમાંથી કંઈક મંત્રોચ્ચારના ઝીણા શબ્દો બહાર આવતા અને બહારની ભયાનક શૂન્યતામાં ભળી જતા. આવી કાળી અંધારી રાતે ઉજ્જયિનીના ગંધર્વ સ્મશાનમાં આ કોણ હશે એવો પ્રશ્ન કોઈને પણ ઉપસ્થિત થાય એમાં નવાઈ નહીં. એ માણસ પેલા લોકાગચ્છના જૈન યતિ પદ્મનાભસૂરિનો મોકલાવેલ એક કાપાલિક હતો. કાળા-ગોરા ભૈરવને વશ કરવા માટે તે કાળી ચૌદશની રાતે આ ગંધર્વી સ્મશાનમાં આવ્યો હતો. હરકોઈ મોટી સાધના માટે મહાન સાધકોને કાળી ચૌદશની રાતે દૂર દૂરથી છેક ગંધર્વ સ્મશાનમાં આવવું પડતું. આ કારણથી એ કાપાલિક પણ આજે અહીં પોતાની મેલી સાધના સાધી રહ્યો હતો. છેક સવાર પડતાં લગી જુદી જુદી ક્રિયાઓ કરતા રહીને એણે પોતાનો મેલો પ્રયોગ સિદ્ધ કરી લીધો. લોકાગચ્છના જૈન યતિ પદ્મનાભસૂરિ વાચકની જાણ બહાર નહિ હોય– જેણે એક વખત માણેકશાહ શેઠનું મન દેવદેરાસરનાં પૂજન-અર્ચનમાંથી ફેરવી નાખ્યું હતું તે જ એ પદ્મનાભસૂરિ. માણેકશાહ જેવા પ્રતિષ્ઠિત નગરશેઠને પોતાના મત તરફ ફેરવી નાખવા માટે તે મગરૂર હતો. એક માણેકશાહ બીજા હજારોને ફેરવી શકશે એવી આશા એ સેવી રહ્યો હતો. પરંતુ તપાગચ્છના સમર્થ જૈનાચાર્ય શ્રી હેમવિમલસૂરિજીની અભુત શક્તિએ તે તમામ આશાઓ પર એક જ ઝપાટે પાણી ફેરવી દીધું હતું. પોતાની સઘળી જહેમત આમ એકાએક ધૂળધાણી કરી નાખનાર આચાર્ય શ્રી હેમવિમલસૂરિજી ઉપર તે ઝેરી નાગ જેવો ક્રોધાયમાન બની ગયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy