SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ 710 તપાગચ્છાધિષ્ઠાયક એમણે પ્રથમથી જ તમામ જાતની તૈયારી કરી રાખેલી હતી. સકળસંઘ પણ સાથે જ હતો. ઘણા જ ભવ્ય સમારંભથી અને અત્યંત આદરસત્કારથી આચાર્યશ્રીની પોતાને ત્યાં પધરામણી કરાવી. ઉજ્જયિની નગરીમાં જાણે એક મોટો ઉત્સવ હોય તેવો દેખાવ થઈ રહ્યો. માણેકશાહનાં માતુશ્રી કસ્તુરબાને મન તો આજે સોનાનો સૂરજ ઊગ્યો હતો. એમના ત્યાગ અને તપ આજે ફળીભૂત થયાં હોવાથી એમના હૃદયનાં દુઃખદર્દ આજે આનંદસાગરમાં ફેરવાઈ ગયાં હતાં. એક જ રાતમાં માણેકશાહના જીવનમાં આવો સુંદર પલટો આણી દેનાર પરમ શક્તિશાળી મહાત્માની પધરામણી થવાથી આખા કુટુંબમાં અપૂર્વ ઉત્સાહ છવાઈ રહ્યો હતો. આમ પરમપૂજ્ય આચાર્યશ્રીની પરમ કૃપાથી એક ધર્મપ્રેમી કુટુંબ પુનઃ પરમ આનંદ અને ઉલ્લાસમાં મહાલવા લાગ્યું. આગ્રામાં ચતુર્માસ પૂજ્યપાદ આચાર્યશ્રી હેમવિમલસૂરિ, માણેકશાહ શેઠના મનનું સંપૂર્ણ સમાધાન કરીને ઉજ્જયિનીમાંથી વિહાર કરી ગયા. આ ઘટના પર કેટલોક સમય વ્યતીત થઈ ગયા બાદ એક વખત તેઓ આગ્રા શહેરમાં પધાર્યા. આચાર્યશ્રીની પ્રશસ્તિ ચારે તરફ પુષ્પની સુવાસ પેઠે પ્રસરેલી હોવાથી આાનિવાસી નરનારીઓ એમના આગમનથી અત્યંત આનંદિત થયાં. સૌએ મળીને આચાર્યશ્રીનો સુંદર સત્કાર કર્યો. એમનું વ્યક્તિત્વ જ એવું પ્રભાવશાળી હતું, કે એમની સેવા કરવામાં જ સૌ પોતાનું અહોભાગ્ય માનતાં. એમની વાણીમાં સત્ય અને અહિંસાનું મહાન બળ હોવાથી, એમનો એક જ શબ્દ અનેક જીવોના જીવનવિકાસ માટે પૂરતો હતો. ચાતુર્માસ તરત જ શરૂ થવાનો સમય હોવાથી આગ્રાની ભાવિક જનતાએ આચાર્યશ્રીને આગ્રામાં જ ચાતુર્માસ કરવાનો અત્યંત આગ્રહ કર્યો. અતિ ભાવભરી વિનંતિ સ્વીકારાતાં, આચાર્યશ્રીના આ અનુગ્રહથી આગ્રાનાં શ્રાવક-શ્રાવિકાઓના અને અન્ય વર્ગના આનંદનો પાર રહ્યો નહિ: આગ્રામાં જાણે કોઈ મોટો ઉત્સવ હોય તેમ લોકોના ટોળેટોળાં આચાર્યશ્રીનો સદુપદેશ શ્રવણ કરવાને ઊભરાવા લાગ્યાં. જે અરસામાં આચાર્યશ્રી હેમવિમલસૂરિએ આગ્રામાં ચાતુર્માસ ગાળવાનો નિર્ણય કર્યો, એ જ અરસામાં માણેકશાહ શેઠ પણ વ્યાપાર અર્થે ફરતા ફરતા અનાયાસે આગ્રામાં આવી ચડ્યા. અહીં તો એ વખતે જાણે કોઈ મોટો ઉત્સવ હોય એવી તૈયારીઓ ચાલી રહી હતી. તપાસ કરતાં જણાયું કે જે ગુરુદેવે એમને અવળે માર્ગેથી ઉતારીને ધર્મનો સાચો રાહ બતાવ્યો હતો, તે જ આચાર્યશ્રી હેમવિમલસૂરિના આગ્રાના ચાતુર્માસને લીધે જ આ તમામ પ્રવૃત્તિઓ યોજવામાં આવેલી હતી. આ સમાચાર સાંભળતાં જ માણેકશાહ શેઠનું અંતર હર્ષાવેશથી નાચી ઊઠ્યું. આજે કેટલાએ લાંબા સમય બાદ એ જ પરમપૂજય ગુરુદેવનાં દર્શન થશે એ આશાએ એમનું હૃદય પુલકિત બની ઊઠ્યું. જરા પણ સમય ન ગુમાવતાં તે જ વખતે માણેકશાહ ગુરુદેવના ચરણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy