SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 709 સુધાપાનની તૃપ્તિ અનુભવી, અને નવચેતન વ્યાપ્તિ સમાન દરેક હૃદયમાં ધર્મપ્રાણની અલૌકિક સ્કૃતિ થઈ. આચાર્યશ્રીનાં જ્ઞાન, વિદ્વતા અને વક્નત્વશક્તિથી ઉજ્જયિનીવાસીઓ વિમુગ્ધ બની ગયા. એમની વાણીમાં વહેતો શબ્દસુધારસનો અવિરત પ્રવાહ શ્રોતાજનોના અંતરપટ ઉપર કાયમને માટે કોતરાઈ જાય એવો સચોટ અને અસરકારક હતો. વ્યાખ્યાન સંપૂર્ણ થતાં જ ઉજ્જયિનીના નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠી ઉભય હસ્ત જોડીને ઊભા થયા. ગુરુદેવ પાસે જઈને તેમનાં ચરણોમાં એમણે પોતાનું મસ્તક ઝુકાવી દીધું. તેમની નસેનસમાં વહેતો પશ્ચાત્તાપનો પ્રવાહ વાણી વાટે બહાર આવવા લાગ્યો. " પરમ પૂજ્ય ગુરુદેવ ! ગઈ કાલે સંધ્યા સમયે જ્યારે આપ સહુ કાઉસગ્ગ ધ્યાનમાં બિરાજમાન હતા, ત્યારે મેં અભાગીએ આપની સાથે એકદમ અયોગ્ય અને નિમ્ન વર્તન ચલાવીને આપનો જે અક્ષમ્ય અપરાધ કર્યો છે, તે માટે ઉજ્જયિનીના આ તમામ શ્રાવકસંઘ સમક્ષ આજે મારા ખરા અંતઃકરણથી આપનાં ચરણોમાં ક્ષમાયાચના કરું છું." માણેકશાહની ઉભય આંખોમાંથી અખંડ અશ્રુધારા એકસરખા વેગથી વહેવા લાગી. અવાજ ગળગળો થઈ ગયો. કંઠ રૂંધાઈ ગયો. હૃદયમાં ડૂમો ભરાઈ આવવાને લીધે આથી વધુ એક પણ શબ્દનો ઉચ્ચાર એમનાથી થઈ શક્યો નહિ. " ઉજ્જયિની નગરીના ઓ નિર્મળહૃદયી નરવીર ! ભૂલ કબૂલ કરવાની તમારી હિંમત, ધર્મપ્રેમ અને ખરા અંતરનો પશ્ચાત્તાપ જોઈને મને અનહદ આનંદ થાય છે. તમારી ગઈકાલની વર્તણૂક ગમે તેવી હોય, પરંતુ અમારા મનમાં એ વિષે લેશ પણ રોષને સ્થાન નથી. એમ છતાં પણ તમારા મનના સમાધાન માટે તમારા કોઈપણ વર્તન વિષે અમારા તરફથી તમને સાચા હૃદયે સંપૂર્ણ ક્ષમા આપવામાં આવે છે. ભૂલ એ તો માનવ માત્રનો સ્વાભાવિક ધર્મ છે. પરંતુ પોતાની ભૂલને પકડી પાડવી, અને તેનો ખુલ્લા હૃદયે સ્વીકાર કરવો, એમાં જ સાચી મહત્તા અને માનવતા છે ! ઓ ન્યાયમાર્ગી નગરશેઠ! એક વસ્તુ નિઃશંક યાદ રાખજો કે આજથી તમારા શુભકર્મોનો ઉદય થવા માંડ્યો છે, એવું મારો અંતરાત્મા મને સૂચવે છે. " આચાર્યશ્રીએ માણેકશાહના અપરાધની માફી આપવા સાથે આશીર્વચનોનો ઉચ્ચાર કરતાં કહ્યું. " પૂજ્ય ગુરુવર ! મારા અઘોર અપરાધને ક્ષમા કરવાની આપની ઉદારતાથી હું ભવોભવનો આપનો ઋણી થયો છું. હવે મારી એક જ વિનંતિ છે. " " સદ્ગણી શ્રાવક! તમારે જે કંઈ કહેવાનું હોય તે સુખેથી કહી દો! તમારા જેવા ઉચ્ચ કોટિના આત્માના સમાગમથી અમને પરમ સંતોષની પ્રાપ્તિ થઈ છે. " " દયાળુ દેવ ! મારાં પૂજ્ય માતુશ્રીની એવી ઉત્કટ અભિલાષા છે, કે આજે આપશ્રી સહપરિવાર અમારા ગૃહાંગણે પગલાં કરશો તો આપનો અતિ અનુગ્રહ થશે." " અસ્તુ, તમારા જેવા ધર્મપ્રમીને ત્યાં આવવામાં અમને શી હરકત હોય? " આચાર્યશ્રીએ વિનંતિનો સ્વીકાર કરવાથી માણેકશાહનું હૈયું હર્ષાવેશથી ફૂલી ઊયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy