SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ 708 તપાગચ્છાધિષ્ઠાયક જેવી સુકોમળ તળાઈઓ આજે એમના અંગેઅંગમાં બાણશય્યાની માફક ખૂંચવા લાગી. આમ ને આમ પશ્ચાત્તાપના અતિ વેગવાન પ્રવાહમાં તરફડતા માણેકશાહ શ્રેષ્ઠીના કર્ણપટ પર પ્રભાતના ચોઘડીઆનો અવાજ આવીને અથડાયો. પ્રતિબોધ પ્રભાતનો પ્રકાશ પૃથ્વીના પટ પર પથરાતાં પહેલાં જ માણેકશાહ શ્રેષ્ઠી પોતાના નિત્યકર્મથી પરવારી રહ્યા. ગઈ કાલના પોતાના નિમ્ન પાપકર્મનું નિવારણ કરવા માટે એમનું મન આજે તલપી રહ્યું હતું. સર્વ સ્વધર્માવલંબી શ્રેષ્ઠી સમુદાયને આમંત્રણ આપી, મોટા સમારંભથી જ્ઞાનોપકરણભેટયું લઈ માણેકશાહ શેઠ સૌ સાથે આચાર્યશ્રી હેમવિમલસૂરિજીના સ્થાને આવી પહોંચ્યા. શ્રી સદ્ગુરુદેવને ભાવસહ ભેટમું ધરી, પાંચ અભિગમ સાચવી, સપ્રેમ ભાવોર્મિથી વંદના કરીને ધર્મોપદેશની દેશના આપવા માણેકશાહ શેઠે મહારાજશ્રીને નમ્ર ભાવે વિનતિ કરી. પરમ તપ સિદ્ધ શ્રી આચાર્યદેવે સમસ્થિત ચિત્તથી સહુનું મંગળકુશળ વાંળ્યું અને આશીર્વાદાત્મક ધર્મલાભ આપ્યો. આચાર્યશ્રીજીનો ધર્મોપદેશ :- . वुद्धेः फलं तत्त्वविचारणं च देहस्य सारो व्रतधारणं च । वित्तस्य सारः किल पात्रदानं वाचः फलं प्रीतिकरं नराणाम् ।। તત્તાતત્ત્વ, સત્યાસત્ય, ગુણાવગુણ, હિતાહિત, લાભાલાભ, ભક્ષ્યાભર્યા, પેથાપેય, ઉચિતાનુચિત વગેરેનો જ્ઞાનપૂર્વક વિચાર કરીને, સારભૂત તત્ત્વનું ગ્રહણસેવન કરવું એ જ બુદ્ધિ પામ્યાનું ફળ છે. ધર્મનું મૂળ દયા છે, અને દયાને અનુસરીને સર્વ શુભ અનુષ્ઠાન પ્રવર્તે છે. આ જિન-આગમનો એક મુખ્ય સિદ્ધાંત છે. તેથી જ સર્વજ્ઞભાષિત સત્યધર્મનું યથાર્થ આરાધન કરવાને દયાળુ હોવાની ખાસ જરૂર છે અર્થાત્ ધર્મરત્નને યોગ્ય છે. દયાહીન કોઈ રીતે ધર્મને યોગ્ય નથી. કેમકે એવા નિર્દય પરિણામવાળાનું સર્વ અનુષ્ઠાન નિષ્ફળ જાય છે. આ રીતે દયા સહિત શ્રી જિનશાસનની પ્રભાવના કરવા તત્પર રહેવું. મન, વચન અને કાયા વડે શુદ્ધ સમકિત પાળવું, મનથી શ્રી જિન અને જૈન માર્ગ વિના સર્વ અસાર છે એમ નિરધાર કરવો. દેવગુરુને યથાવિધિ વંદન કરીને યથાશક્તિ વ્રત-પચ્ચખાણ કરવાં. ઉત્તમ તીર્થસેવા, દેવગુરુની ભક્તિ પ્રમુખ સુકૃત એવી રીતે કરવાં, કે જેથી અન્ય દર્શનીજનો પણ તે સુકૃત કર્મોને અવશ્ય અનુમોદના કરી બોધિબીજ વાવી, ભવાંતરમાં સુધર્મફળ પામવા સમર્થ થાય. યાવત્ મોક્ષાધિકારી થાય. વીતરાગનાં વચન પ્રમાણ કરવાં. સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ ત્રણ કાળના જે જે ભાવ કહ્યા તે સર્વ સત્ય છે એવી દઢ આસ્થાવાળાં ઉત્તમ લક્ષણો વડે લક્ષિત સમકિતરત્નને ધારી ત્રણ કાળ જિનદર્શન કરી, ત્રણ કાળ જિનની સેવા કરી સુખી થાય છે. અસ્તુ." : ઉપરોક્ત દેશના શ્રવણ કરીને માણેકશાહ શેઠ તથા સર્વ શ્રોતા શ્રાવકસમુદાયે પરમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy